________________
ગાથા : ૧૬૯
અધ્યાત્મમતપરીક્ષા
.૮૫૯ પુણ્યપ્રકૃતિરૂપ છે, અને તેના જ અવાંતરભેદથી સ્ત્રીશરીર થાય છે, તે અપેક્ષાએ તે પુણ્યપ્રકૃતિ છે. આમ છતાં, શ્વેતાંબરમતમાં સ્રીભાવને પાપપ્રકૃતિરૂપ કહેલ છે, તે પુરુષ કરતાં હીન શક્તિવાળી તથાવિધ શરીરરચના અને શરીરની રચના સાથે પ્રાપ્ત અલ્પજ્ઞતાદિ દોષોને કારણે કહેલ છે. તેથી સ્રીપણું પાપપ્રકૃતિરૂપ હોવા છતાં કેવલજ્ઞાનમાં પ્રતિબંધક નથી, જેમ પ્રથમ સંસ્થાન સિવાયનાં સંસ્થાનો પાપપ્રકૃતિરૂપ હોવા છતાં કેવલજ્ઞાનનાં પ્રતિબંધક નથી.
ઉત્થાન :- પૂર્વમાં ગાથા-૧૬૮ની ટીકામાં ન હતુ પાપપ્રવૃતિનન્યત્વેન ... વત્નીવત્વવત્ । સુધીના કથનથી દિગંબરે પાપ્રકૃતિજન્ય હોય તે પાપ નથી, પરંતુ પ્રતિકૂળ વેદનીય હોય તે પાપ છે, તેમ કહીને તેના દ્વારા સ્ત્રીપણાને પાપરૂપે સ્થાપીને સ્ત્રીને કેવલજ્ઞાન ન થાય તેમ સ્થાપન કરેલ, તેનું નિરાકરણ કરતાં કહે છે –
ટીકાર્ય :- ‘ન =’ વીદ્વેષવાળા કેવલીઓને સ્રીપણું પ્રતિકૂળવેદનીયરૂપ નથી, જે કારણથી તમારી કહેલ રીતિથી પણ તે પાપપણાને પામે, અને પરપ્રતિકૂલવેદનીયપણાથી જ (સ્ત્રીપણું) પાપત્વ છે એમ ન કહેવું, કેમ કે બાહ્યોને – ધર્મથી વિમુખભાવવાળા જીવોને, શ્રામણ્યનું પણ પ્રતિકૂળવેદનીયપણું છે.
‘TTTE’ રાગનું શુભાશુભઅંગપણા વડે દૈવિધ્ય પણ પાપ-પુણ્યપણા દ્વારા નથી, પરંતુ શુભાશુભત્વ દ્વારા છે. વળી, પુણ્ય-પાપત્વમાં તો પરિભાષા જ તંત્ર છે. એથી કરીને આ અકિંચિત્ છે.
ભાવાર્થ :- સ્રીપણું પ્રતિકૂળવેદનીય છે તેથી પાપ છે, માટે કેવલી સ્ત્રી ન હોઇ શકે, એ પ્રમાણે દિગંબરે જે કહ્યું છે; તેને ગ્રંથકાર કહે છે કે, દિગંબરની કહેલી પદ્ધતિથી પણ સ્ત્રીપણું પાપરૂપ નથી, કેમ કે વીતરાગને સ્રીપણું પ્રતિકૂળરૂપે વેદનીય નથી. ત્યાં દિગંબર કહે છે કે, વીતરાગને સ્રીપણું પ્રતિકૂળવેદનીય ભલે ન હોય, પરંતુ વીતરાગ સિવાય અન્યને પ્રતિકૂળવેદનીય હોવાથી સ્રીપણું પાપરૂપ છે. તો ગ્રંથકાર કહે છે કે, જૈનશાસનથી બાહ્યોને સાધુપણું પણ પ્રતિકૂળવેદનીય છે, એટલામાત્રથી તે પાપરૂપ બને નહિ; તેમ સ્ત્રીપણું પણ પાપરૂપ સ્વીકારી શકાય નહિ.
વળી, ગાથા-૧૬૮માં પૂર્વપક્ષે કહેલ કે, પાપપ્રકૃતિજન્ય પણ રાગ શુભાશુભઅંગપણા વડે કરીને બે પ્રકારનો છે; તેમ સ્ત્રીવેદને તમે પાપરૂપે સ્વીકારો અને સ્રીશરીરને પાપરૂપ નથી તેમ કહો, તો પણ, પુણ્યપ્રકૃતિજન્ય એવું પણ સ્ત્રીનું શરીર જગદ્ગર્હણીય છે, તે રીતે પ્રતિકૂળવેદનીય છે, તેથી પાપરૂપ થઇ શકે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, પાપપ્રકૃતિજન્ય એવો રાગ શુભાશુભરૂપે બે પ્રકારનો છે, તે પાપપુણ્યથી અર્થાત્ પાપ-પુણ્યના ફળરૂપ છે તેથી નથી; પરંતુ સ્ફુરાયમાન થતો રાગ શુભપરિણામરૂપ છે તેથી શુભ છે, અને અશુભપરિણામરૂપ છે તેથી અશુભ છે. અર્થાત્ સંસારના વિષયમાં સ્ફુરાયમાન થતો રાગ અશુભ છે, અને ગુણવાન વ્યક્તિને જોઇને સ્ફુરાયમાન થતો રાગ શુભરૂપ છે. જ્યારે આ પ્રકૃતિ પુણ્યરૂપ છે કે આ પ્રકૃતિ પાપરૂપ છે તેમાં શાસ્ત્રની પરિભાષા જ શરણ છે. તેથી સ્રીવેદને પાપપ્રકૃતિરૂપ કહ્યું અને સ્રીશરીરને અપેક્ષાએ પુણ્યપ્રકૃતિરૂપ કહ્યું ત્યાં શાસ્ત્રીય પરિભાષા જ આધાર છે, પરંતુ સ્વમતિકલ્પના કરીને પુણ્યપ્રકૃતિજન્ય એવા સીશરીરને પાપરૂપે સ્થાપન કરવું તે શાસ્ત્રીય પરિભાષા વિરુદ્ધ છે. એથી કરીને આ અકિંચિત્કર છે, અર્થાત્ કેવલીને સ્ત્રીપણું ન હોય એ કથન અકિંચિત્કર છે.