________________
૮૭૪.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૭૨ ઉત્થાન :- પૂર્વમાં ‘અથ’થી પૂર્વપક્ષીએ કહેલું કે, સ્વરૂપસવ્યાપ્યજ્ઞાન પ્રતિબંધક નથી, પરંતુ વ્યાપ્યત્વેન વ્યાપ્યજ્ઞાન પ્રતિબંધક છે. ત્યાર પછી ‘ન = વાવ્યું’થી અવાંતર શંકાનું પૂર્વપક્ષીએ નિરાકરણ કર્યું. હવે પૂર્વમાં કહેલ પોતાના કથનને પ્રસ્તુત સાથે જોડતાં કહે છે –
=
ટીકાર્ય :- ‘ન ચોપશિતા’ = ઉપદર્શિત શંકા સ્વમાં ભવ્યત્વવ્યાપ્યત્વપ્રકારિકા નથી. એથી કરીને આ = શંકા, તેની નિવર્તિકા = ભવ્યાભવ્યત્વની શંકાની નિવર્તિકા નથી. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે – તો પણ = ઉપદર્શિત શંકા સ્વમાં ભવ્યત્વવ્યાપ્યત્વપ્રકારિકા નથી તેથી શંકા નિવર્તિકા ન બને તો પણ, ભવ્યત્વવ્યાપ્ય તાદેશશંકાવાળો હું છું, એ પ્રકારના જ્ઞાનાંતરથી જ તાદેશશંકાની નિવૃત્તિ થયે છતે પ્રવૃત્તિ અબાધિત જ છે. એથી કરીને સર્વ અવદાત છે.
ભાવાર્થ :- પૂર્વમાં ‘વસ્તુત:'થી ગ્રંથકારે કહેલ કે, સ્વસંવિદિત એવી ભવ્યાભવ્યત્વની શંકા ભવ્યાભવ્યત્વની શંકાની પ્રતિબંધિકા છે. તેની સામે પૂર્વપક્ષીને એ કહેવું છે કે, યદ્યપિ તે શંકા ભવ્યત્વની સાથે વ્યાપ્ય હોય તો પણ જ્યાં સુધી વ્યાપ્યત્વેન તેનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી તે શંકા નિવર્તન પામે નહિ; અને જે જીવને એ ખબર નથી કે જેને ભવ્યાભવ્યત્વની શંકા થાય તે નિયમા ભવ્ય હોય, તે જીવને તે શંકા રહે જ કે હું ભવ્ય છું કે નહિ. અને તે કે શંકાના કારણે બહુઆયાસસાધ્ય ચારિત્રમાં તે પ્રવૃત્તિ કરી શકશે નહિ. એ બતાવવા માટે પૂર્વપક્ષીએ કહ્યું કે, ઉપદર્શિત એવી ભવ્યાભવ્યત્વની શંકા સ્વમાં ભવ્યત્વવ્યાપ્યત્વપ્રકારક નથી, કેમ કે જે જીવે શાસ્ત્રથી જાણ્યું હોય કે જેને ભવ્યાભવ્યત્વની શંકા થાય તે નિયમા ભવ્ય હોય છે, તે જીવને ભવ્યત્વવ્યાપ્યત્વપ્રકારક જ્ઞાન થઇ શકે; પરંતુ જે જીવને ભવ્યાભવ્યત્વની શંકા ભવ્યત્વની સાથે વ્યાપ્ય છે તેવું જ્ઞાન નથી, તે જીવને ભવ્યાભવ્યત્વની શંકા નિવર્તન પામશે નહિ, માટે સંયમમાં પ્રવૃત્તિ થઇ શકશે નહિ. તેના જવાબરૂપે ‘તથાપિ .. સર્વમવવતમ્' સુધી ગ્રંથકારે જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ભવ્યાભવ્યત્વપ્રકા૨ક શંકા સ્વરૂપ સત્ હોય છે, પરંતુ ભવ્યત્વવ્યાપ્યત્વપ્રકારક હોતી નથી, તેથી તે શંકા સ્વના પ્રતિ પ્રતિબંધક બને નહિ. પરંતુ જ્યારે તે જીવને શાસ્ત્રથી જ્ઞાન થાય કે ભવ્યને જ આવી શંકા થાય છે, ત્યારે ભવ્યત્વવ્યાપ્ય તાદશશંકાવાળો હું છું તેવું જ્ઞાનાંતર તેને થાય છે = શંકા કરતાં અન્ય જ્ઞાન થાય છે; અને તેનાથી પૂર્વમાં થયેલી શંકા નિવર્તન પામે છે, અને તેથી જ સંયમમાં પ્રવૃત્તિ અબાધિત થાય છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષીએ ન ચ ... વાત્ત્વમ્ થી કહ્યું ત્યાં પુરુષત્વનું જ્ઞાન વિષયતા સંબંધથી પુરુષમાં રહે છે, અને સમવાય સંબંધથી પુરુષમાં પુરુષત્વ રહે છે. તેથી જ્યાં જ્યાં પુરુષત્વનું જ્ઞાન હોય ત્યાં ત્યાં પુરુષત્વ હોય એ પ્રકારની વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે. તેથી પુરુષત્વ વ્યાપ્ય સ્વરૂપ સત્ એવું પુરુષત્વનું જ્ઞાન છે, અને ત્યાં વ્યાપ્યત્વેન પુરુષત્વનું જ્ઞાન નહીં હોવા છતાં, પુરુષત્વાભાવની શંકાની નિવૃત્તિ થાય છે. તેનું કારણ એ છે કે તદવત્તા બુદ્ધિ પ્રત્યે તદભાવવત્તા બુદ્ધિ પ્રતિબંધક છે, તેથી પુરુષત્વનું જ્ઞાન થવાથી પુરુષત્વાભાવની શંકા રહી શકતી નથી. જ્યારે ભવ્યાભવ્યત્વની શંકા યદ્યપિ ભવ્યત્વની સાથે વ્યાપ્ય છે, તેથી તે શંકા જ્યાં હોય ત્યાં અવશ્ય ભવ્યત્વ હોય, તો પણ અભવ્યત્વની શંકા નિવર્તન પામતી નથી. કેમ કે અભવ્યત્વની શંકા પ્રત્યે ભવ્યત્વનો નિર્ણય જ પ્રતિબંધક છે, પણ ભવ્યત્વની સાથે વ્યાપ્ય એવી શંકા સ્વરૂપ સત્ રૂપે પ્રતિબંધક નથી;