________________
ગાથા - ૧૭૩............. અધ્યાત્મમત પરીક્ષા .................૮૭૭ ભાવાર્થ - કામના ઉપભોગથી કામનો ક્ષય થતો નથી પરંતુ કામની અભિવૃદ્ધિ જ થાય છે, એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, જે કામનો ઉપભોગ કર્યો છે તજ્જાતીય બીજા સુખમાં ઇચ્છા થાય છે, તેનું કારણ પૂર્વના ઉપભોગથી અનુભૂત સુખનું વેદન છે. જેમ એક લાડવો ખાધો હોય અને તે ખાવાથી સુખનો અનુભવ થયેલ હોય તો ફરી તેવો બીજો લાડવો ખાવાની ઇચ્છા થાય છે, તેથી કામના ઉપભોગથી ફરી ફરી કામના સેવનની ઇચ્છારૂપ કામની અભિવૃદ્ધિ જ થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે, પ્રથમ વાર કામનો ઉપભોગ કરેલ ન હતો છતાં કામની ઇચ્છા થઇ, તેમ બીજી વાર પણ કામની ઇચ્છા થાય છે. તેથી ગ્રંથકાર કહે છે કે, અજ્ઞાતમાં ઇચ્છાનો વિરહ છે. અને એમ કહેવાનો આશય એ છે કે, પ્રથમવાર કામની ઇચ્છા પણ બાહ્ય નિમિત્તોને પામીને, આનાથી મને સુખ થશે એવું સામાન્યથી જ્ઞાન થાય તો જ થાય છે, પરંતુ સુખના સાધનરૂપે તેનું જ્ઞાન ન હોય તો તેમાં ઇચ્છા થાય નહિ. અને આથી જ નાળિયેરદ્વીપના મનુષ્યોને નાળિયેર સિવાય અન્ય ખાદ્યપદાર્થ ખાદ્યરૂપે અજ્ઞાત હોવાથી ત્યાં ઇચ્છા થતી નથી. તે જ રીતે નાની ઉંમરમાં કામનો ઉપભોગ સુખનું કારણ છે એ રીતે અજ્ઞાત હોવાથી ત્યાં ઇચ્છાનો વિરહ હોય છે. અને તેવા બાહ્ય નિમિત્તોને પામીને સામાન્યથી આ સુખનો ઉપાય છે તેવું જ્ઞાન થાય છે, તેથી જ પ્રથમ સામાન્યથી ઇચ્છા થાય છે, અને અનુભવ કર્યા પછી ફરી ફરી તે પ્રકારની ઇચ્છા સુખમાં થાય છે. તેથી કામના ઉપભોગથી કામને ફરી ફરી સેવવાના પરિણામરૂપ કામની અભિવૃદ્ધિ જ થાય છે.
ટીકા - વૈર્વ સમાનપ્રવચ્છ પ્રતિ સમાનપ્રવારજ્ઞાન હેતુત્વમસ્તુ સિદ્ધિત્વ તુ તત્ર ઇતન્નતિ वाच्यम्, तथापि सिद्धसुखोपायेष्टसाधनतासाक्षात्कारप्रसूतसदृशदर्शनोद्बोध्यदृढतरसंस्कारपरम्परोपनीयमानोपायान्तरेष्टसाधनतास्मरणपरम्पराधीनेच्छाभिवृद्धेः कामोपभोगाधीनत्वाद् ।
ટીકાર્ય - વૈવં' અને આ રીતે પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે કામના ઉપભોગથી ફરી તે કામ ભોગવવાની ઇચ્છા થાય છે, પરંતુ કામના ઉપભોગથી કામની શાંતિ થતી નથી એ રીતે, સમાનપ્રકારક ઇચ્છા પ્રતિ સમાનપ્રકારક જ્ઞાનનું હેતુત્વ હો, પરંતુ ત્યાં=ફરી ફરી કામના સેવનમાં, સિદ્ધત્વ અતંત્ર છે=પૂર્વમાં કામના સેવનથી સિદ્ધ થયેલ સુખ ફરી કામની ઇચ્છા થવામાં અકારણ છે, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, અને તેમાં હેતુ બતાવે છે કે, તો પણ=પૂર્વપક્ષીએ કહ્યું તેમ સમાનપ્રકારક ઇચ્છા પ્રતિ સમાનપ્રકારક જ્ઞાનને હેતુરૂપે સ્વીકારીએ તો પણ, સિદ્ધસુખના ઉપાયમાં ઈસાધનતાના સાક્ષાત્કારથી પ્રસૂત–ઉત્પન્ન થયેલ, અને સદશદર્શનથી ઉદ્બોધ્ય એવા દઢ સંસ્કારની પરંપરાથી ઉપનીયમાન થતા એવા ઉપાયાંતરમાં, ઇષ્ટસાધનતાના સ્મરણની પરંપરાને આધીન ઇચ્છાની અભિવૃદ્ધિનું કામના ઉપભોગને આધીનપણું છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, તમે સિદ્ધાંતકારે, પૂર્વમાં કહ્યું કે, કામના ઉપભોગ પછી ફરી કામની ઇચ્છા થાય છે, એમ સ્વીકારી લઇએ તો એ ફલિત થાય છે કે, સમાન પ્રકારક ઇચ્છા પ્રતિ સમાનપ્રકારક જ્ઞાન કારણ છે; અર્થાત્ કોઈ વ્યક્તિને લાડવો ખાવાની ઈચ્છા થઈ તો લાડવો એ સુખનું કારણ છે એ પ્રકારનું જ્ઞાન તેમાં કારણ છે. અને તે પ્રકારનું જ્ઞાન સ્વયં લાડવો ન ખાધો હોય તો પણ બીજાને લાડવો ખાતા જોઇને પણ થઇ શકે છે, તેથી લાડવો ખાવાની ઈચ્છા પ્રથમ લાડવો ખાવાથી થાય છે એવો નિયમ નથી; તેથી પ્રથમ લાડવો ખાવાથી