________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૭૩
અવતરણિકા :- અથ યે વવૃત્તિ‘“મોક્ષોપાયે પ્રવૃત્તિસ્તાવઢેરાથાવેવ, વૈરાગ્યું ધનામુ મોનાનામેવ, મોોવુ सिद्धत्वप्रतिसन्धानेन तदिच्छासन्ततिविच्छेदसम्भवात्, तथा च भोगान् भुक्त्वैव तदनन्तरं मोक्षोपाये योगमार्गे प्रवर्त्तिष्यामहे " इति ताननुशासितुमाह -
૮૭૬
અવતરણિકાર્ય :- મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ વૈરાગ્યથી જ થાય છે, અને જેઓએ ભોગ ભોગવ્યા જ નથી તેઓને વૈરાગ્ય થતો નથી, અર્થાત્ જેઓએ ભોગ ભોગવ્યા છે તેઓને જ વૈરાગ્ય થાય છે; કેમ કે ભોગોમાં સિદ્ધત્વના પ્રતિસંધાનથી તેની ઇચ્છાની=ભોગોની ઇચ્છાની, સંતતિના વિચ્છેદનો સંભવ છે. અને તે પ્રમાણે ભોગોને ભોગવીને જ ત્યારપછી મોક્ષના ઉપાયભૂત યોગમાર્ગમાં અમે પ્રવર્તશું, એ પ્રમાણે જેઓ કહે છે, તેમને અનુશાસન આપવા માટે ગ્રંથકાર કહે છે
ગાથા :
जो पुण भोए भोक्तुं इच्छइ तत्तो य संजमं काउं । जलणंमि पज्जलित्ता इच्छइ पच्छा स निव्वाउं ॥ १७३॥
(यः पुनर्भोगान् भुक्त्वेच्छति ततश्च संयमं कर्तुम् । ज्वलने प्रज्वल्येच्छति पश्चात्स निर्वातुम् ॥१७३॥)
ગાથાર્થ :- જે વળી ભોગો ભોગવીને ત્યારપછી સંયમ લેવા માટે ઇચ્છે છે, તે અગ્નિમાં બળીને પછી ઠરવા માટે ઇચ્છે છે. II૧૭૩II
=
ઉત્થાન :- પૂર્વપક્ષીએ કહ્યું કે ભોગોને ભોગવવાથી ઇચ્છાની શાંતિ થાય છે, તેથી ભૌગો ભોગવ્યા પછી જ સંયમમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે, તેને ગ્રંથકાર ‘ન હતુ ... 'થી કહે છે
ટીકા :- ન હતુ ામોપમોોન ામક્ષયો નામ, अपि तु तदभिवृद्धिरेव प्राप्तजातीये सुखान्तर इच्छासामग्रीसञ्चारादज्ञात इच्छाविरहाद् ।
ટીકાર્ય :- ‘ન ધ્વનુ’ખરેખર કામના ઉપભોગથી કામનો ક્ષય થતો નથી, પરંતુ તેની અભિવૃદ્ધિ જ થાય છે=કામની અભિવૃદ્ધિ જ થાય છે. કેમ કે પ્રાપ્તજાતીય એવા સુખાંતરમાં ઇચ્છાની સામગ્રીનો સંચાર થાય છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે કામનો ઉપભોગ ન કર્યો હોય તો પણ સુખાંતરમાં ઇચ્છા થાય છે, તેથી કામને ભોગવવાથી જ સુખાંતરમાં ઇચ્છા થાય છે તેવું નથી. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે
ટીકાર્થ :- ‘અજ્ઞાત' અજ્ઞાતમાં ઇચ્છાનો વિરહ છે.