________________
ગાથા : ૧૭૧. .............. અધ્યાત્મમત પરીક્ષા આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે લઘુકર્મવાળા પણ જેઓની ઇષ્ટસાધનપણાના જ્ઞાનના વિલંબથી પ્રવૃત્તિ થતી નથી, તેઓને ઇષ્ટસાધનપણાના જ્ઞાપન માટે જ શાસ્ત્રનો વ્યાપાર છે. માટે ઉપદેશ વ્યર્થ નથી.)
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે લઘુકર્મવાળાને ઇષ્ટસાધનતાના જ્ઞાપન માટે શાસ્ત્રનો વ્યાપાર કેમ છે? સર્વને ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરાવી પ્રવૃત્તિ કરાવવા શાસ્ત્ર ઉપદેશ કેમ નથી આપતું? તેથી કહે છે
ટીકાર્થ:- પુનબંધકાદિ વ્યતિરિક્તોનું જ યોગ્યપણા વડે અધિકારીપણું છે. કેમ કે અતથાભૂતમાં= યોગ્યતારહિતમાં, ભગવદ્ ઉપદેશનું પણ અનતિપ્રયોજનપણું છે.
ભાવાર્થ -પુનર્ધધક અને આદિપદથી પ્રાપ્ત અપુનબંધકમાં પણ જેઓ અતિક્લિષ્ટ કર્મના ઉદયથી શાસ્ત્રના ભાવો પ્રત્યે રુચિ પેદા ન થઈ શકે તેવા ગુણષી આદિ છે તેમને છોડીને, અન્યને શાસ્ત્રમાં અધિકારી તરીકે ગણવામાં આવ્યા છે. તેઓને ઇષ્ટસાધનતાના જ્ઞાપન માટે શાસ્ત્રનો વ્યાપાર છે. કેમ કે અતથાભૂતમાં = યોગ્યતા રહિતમાં, ભગવાનના ઉપદેશનું પણ અનતિપ્રયોજનપણું વ્યર્થપણું, છે.
ઉત્થાન -પૂર્વમાં શાસ્ત્રનો ઉપદેશ વ્યર્થ નથી તેમાં કહ્યું કે, લઘુકર્મીઓને પણ ઇષ્ટસાધનતાનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રનો ઉપદેશ છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, જે લોકોને ઈષ્ટસાધનતાનું જ્ઞાન છે તેઓને માટે શાસ્ત્રનો ઉપદેશ નથી; તેથી ઇષ્ટસાધનતાના જ્ઞાનવાળાને શાસ્ત્રનો ઉપદેશ કઈ રીતે ઉપયોગી છે? તે બતાવે છે -
ટીકાર્ય - પ ર અને વળી અનિકાચિતકર્મવાળા જેઓને ઇષ્ટસાધનતાનું જ્ઞાન છે, તેઓને શાસ્ત્રઉપદેશના શ્રવણથી ઉદ્ભૂત થયેલી શ્રદ્ધાના અતિશયને કારણે પ્રતિબંધક કર્મનો ક્ષય પણ સંભવે છે; કેમ કે નિકાચિત કર્મવાળાને જ ધર્મ સાંભળીને પણ અપ્રવૃત્તિ છે.
ભાવાર્થ-અનિકાચિતકર્મવાળા કોઇકને સંયમમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન હોઈ શકે છે, તો પણ સમ્યક્તને કારણે તેઓમાં જે શ્રદ્ધા હોય છે, તે પણ બલવાન ચારિત્રમોહ હોય તો, કુવૈદ્રરૂપત્વવાળી હોતી નથી, પરંતુ જ્યારે શાસ્ત્રના ઉપદેશનું શ્રવણ કરે છે ત્યારે તે શ્રદ્ધા અતિશય થવાના કારણે કુર્તરૂપત્વવાળી બને છે, અને તે શ્રદ્ધાના અતિશયને કારણે અનિકાચિત પણ બલવાન એવા ચારિત્રમોહરૂપ પ્રતિબંધક કર્મનો ક્ષય થાય છે. . અહીં વિશેષ એ છે કે, જેમને સમ્યક્ત હોય છે તેમને તત્ત્વની રુચિ બલવાન હોય છે, તો પણ, નિકાચિત ચારિત્રમોહનીયકર્મ હોય તો શાસ્ત્રના શ્રવણથી પણ તેમની તપ-સંયમમાં પ્રવૃત્તિ થતી નથી. જ્યારે અન્ય કેટલાક સમ્યગ્દષ્ટિના ચારિત્રમોહનીયકર્મ અનિકાચિત હોય, છતાં અનિકાચિત પણ બલવાન ચારિત્રમોહનીય હોય તો ચારિત્રમાં પ્રવૃત્તિ થતી નથી, પરંતુ સમ્યગૂ ઉપદેશકની પ્રાપ્તિથી વારંવાર શાસ્ત્રના શ્રવણ દ્વારા તેમને શ્રદ્ધાનો અતિશય થાય છે, અને તેનાથી પ્રતિબંધક કર્મનો ક્ષય થાય છે. જ્યારે કેટલાક સમ્યગ્દષ્ટિને સમ્યક્ત થતાંની સાથે જ ઇષ્ટસાધનતાના જ્ઞાનને કારણે શિથિલ ચારિત્રમોહનીય હોવાના કારણે તરત પ્રવૃત્તિ થાય છે. તેથી શાસ્ત્રનું
B-૨).