________________
ગાથા : ૧૬-૧૬૮. . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, શાસ્ત્રાનુસારે યત્ન કરતા મુનિને ક્રોધાદિથી ઉત્તરગુણનું વૈકલ્ય થાય છે તો પણ
• • • • •. . ૮૫૧ મુનિભાવ રહે છે, તેમ સીવેદની પ્રબળતામાં ચારિત્રનો નાશ કેમ થાય છે? અર્થાત્ ચારિત્ર કેમ રહેતું નથી? તેથી કહે છે –
ટીકાર્ય - વિધિ' વિરોધી પ્રચયનું અલ્પીયસના પ્રતિબંધમાં સામર્થ્ય છે.
ભાવાર્થ - અહીં વિરોધી પ્રચયનું અલ્પીયસના પ્રતિબંધમાં સામર્થ્ય છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, સ્ત્રીવેદનો ઉદય પુરુષવેદના ઉદય કરતાં પ્રબળ હોય છે તેથી, સ્ત્રીવેદના ઉદયથી જનિત કામનો અતિરેક એ સંયમ માટે વિરોધી છે; અને તેના વિરોધી પ્રચયનું = વિરોધીની પ્રચુરતાનું, ચારિત્રની આચરણારૂપ અલ્પના પ્રતિબંધમાં સામર્થ્ય છે; અર્થાત્ ચારિત્રની ક્રિયા ચારિત્રના ભાવને પેદા કરવામાં અલ્પ સામર્થ્યવાળી છે, અને ચારિત્રનો અવરોધ કરવામાં કામનો ઉદય બહુ સામર્થ્યવાળો છે. તેથી સ્ત્રી ચારિત્ર ગ્રહણ કરે અને ચારિત્રની ક્રિયાઓ કરે તો પણ, સ્ત્રીમાં વર્તતો કામનો ઉદય ચારિત્રને પ્રતિબંધ કરવામાં સમર્થ બને છે. તેથી સ્ત્રીઓને ચારિત્ર હોતું નથી આ પ્રમાણે પૂર્વપક્ષીનો આશય છે.
ટીકાર્ય - “તમાત્ તે કારણથી = ગાથા-૧૬૭ની ટીકામાં અત્યાર સુધી પૂર્વપક્ષીએ સિદ્ધ કર્યું કે, સ્ત્રીઓમાં મોક્ષ નથી અને મોક્ષના કારણભૂત ચારિત્ર સ્ત્રીવેદના પ્રાબલ્યને કારણે સ્ત્રીઓમાં હોતું નથી તે કારણથી, સ્ત્રી અને નપુંસક ઉભયનું પણ કાંઇક મુક્તિકારણવૈકલ્ય સમાન હોવા છતાં = મોક્ષના કારણભૂત એવા ચારિત્રનું વૈકલ્પ સમાન હોવા છતાં, કલ્પિત = કૃત્રિમ, એવા તે બેની = સ્ત્રી અને નપુંસકની, મુક્તિ છે; પરંતુ અકલ્પિત = અકૃત્રિમ, તે બેની = સ્ત્રી અને નપુંસકની, નહિ. વળી સ્વભાવથી પુરુષને જ મુક્તિયોગ્યપણું છે એ પ્રમાણે યુક્ત ભાસે છે.
ઉત્થાન -મૂળ ગાથા ૧૬૮માં કહ્યું કે તથા સ્ત્રીપણું પાપરૂપ છે, તેથી પુણ્યફળવાળા કેવલીઓને (સ્ત્રીપણું) હોતું નથી, તે વાત ટીકામાં દર્શાવતાં કહે છે -
ટીકા :- તથા પુસુતરો: રત્નમૂર્ત વૈવન્યમીસી લેનિન પાનિધ્યા ?)મૂર્ત સ્ત્રીત્વ सम्भवति, अन्यथा तीर्थङ्करादयोऽपि स्त्रीत्वमासादयेयुः । अथ स्त्रीशरीरं न पापं, स्त्रीवेदादेस्तु पापरूपस्य कैवल्यप्राप्तेः प्रागेवोपक्षेपात् नेयमुपालम्भसम्भावनेति चेत् ? न, न खलु पापप्रकृतिजन्यत्वेन पापत्वं, पुण्यप्रकृतिजन्यत्वेन वा पुण्यत्वं व्यवस्थितं, पापप्रकृतिजन्यस्यापि रागस्य शुभाशुभाङ्गतया द्वैविध्यव्यवस्थितेः, अपितु पापत्वं प्रतिकूलवेदनीयतया पुण्यत्वंचानुकूलवेदनीयतया, ततश्च स्त्रीत्वं जगद्गहणीयमिति प्रतिकूलवेदनीयतया पापमेव, क्लीबत्ववद् । यद्यप्येवं कुष्ठिप्रभृतीनां वेदनाभिभूततया प्रतिकूलवेदनीयतया नरायुरपि पापत्वमास्कन्देद्, न चैवमस्ति, नरतिर्यक्सुरायुषां पुण्यप्रकृतित्वेन प्रतिपादनात्, तथापि निश्चयतस्तद्दशायां तथात्वे यत्सामान्याक्रान्तस्य सर्वस्य प्रतिकूलवेदनीयत्वं तत्सामान्याक्रान्तस्यैव व्यवहारनयः पापत्वमनुमन्यते, यथा नरकायुषो न त्वन्यस्येति सर्वमवदातम् ।
B-૧૯