________________
૮૫૨. . .
... અધ્યાત્મમત પરીક્ષા.......... ગાથા : ૧૯૭-૧૬૮
ટીકાર્ય - “તથા' અને પુણ્યરૂપ કલ્પવૃક્ષના ફળભૂત કેવલજ્ઞાનને પ્રાપ્ત કરતા કેવલીઓને પાપના નિયંદભૂત = ઝરણારૂપ, સ્ત્રીપણું સંભવતું નથી; અન્યથા = પુણ્યફળવાળા કેવલીઓને સ્ત્રીપણું સંભવતું હોય તો, તીર્થંકરાદિઓ પણ સ્ત્રીપણું પ્રાપ્ત કરે.
અથ' પૂર્વપક્ષી કહે છે કે અહીં કોઈ શંકા કરે કે, સ્ત્રી શરીર પાપરૂપ નથી, વળી પાપરૂપ સ્ત્રીવેદાદિનો (તો) કૈવલ્યપ્રાપ્તિની પૂર્વે જ ઉપક્ષેપ =ક્ષીણ, થાય છે; તેથી આ=કેવળીઓને પાપનિયંદરૂપ સ્ત્રીપણું સંભવતું નથી આ, ઉપાલંભની સંભાવના નથી. તેનો ઉત્તર આપતાં પૂર્વપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ખરેખર પાપપ્રકૃતિજન્યપણાથી પાપપણું નથી, અને પુણ્યપ્રકૃતિજન્યપણાથી પુણ્યપણું વ્યવસ્થિત નથી. કેમ કે પાપપ્રકૃતિજન્ય પણ રાગની શુભ-અશુભ અંગપણાથી સૈવિધ્યની વ્યવસ્થિતિ છે; પરંતુ પ્રતિકૂળવેદનીયપણાથી પાપપણું છે અને અનુકૂળવેદનીયપણાથી પુણ્યપણું છે, અને તે કારણથી (= પ્રતિકૂળવેદનીયપણાથી પાપત્ય છે અને અનુકૂળવેદનીયપણાથી પુણ્યત્વ છે તે કારણથી) સ્ત્રીપણું જગતને ગર્હણીય છે. એથી કરીને પ્રતિકૂળવેદનીયપણાથી પાપરૂપ જ છે, નપુંસકપણાની જેમ. “વેદાબેવં જો કે આ પ્રમાણે વ્યવસ્થા કરવામાં = પ્રતિકૂળવેદનીયપણાથી પાપત્ય અને અનુકૂળવેદનીયપણાથી પુણ્યત્વ આ પ્રમાણે વ્યવસ્થા કરવામાં, કોઢ વગેરે રોગવાળા જીવોને વેદનાથી અભિભૂતપણું હોવાને કારણે મનુષ્યાયુષ્ય પણ પ્રતિકૂળવેદનીયપણારૂપે પાપપણાને પામશે; અને એ પ્રમાણે = મનુષ્યાય પાપરૂપ નથી, કેમ કે મનુષ્ય, તિર્યંચ અને દેવાયુષ્યનું પુણ્યપ્રકૃતિપણાથી પ્રતિપાદન છે. તો પણ નિશ્ચયથી તે દશામાં = કુઠી વગેરે વેદનાથી અભિભૂત દશામાં, તથાપણું = પાપપણું, હોવા છતાં, યત્સામાન્યઆક્રાંતનું સર્વ જીવોને પ્રતિકૂળવેદનીયપણું હોઈ, તત્સામાન્યઆક્રાંતનું જ વ્યવહારનય પાપપણું સ્વીકારે છે. જેમ નરકાયુષ્યનું પાપપણું સ્વીકારે છે, પરંતુ અન્યનું = મનુષ્ય-તિર્યંચ-દેવાયુષ્યનું, પાપપણું સ્વીકારતો નથી, એ પ્રમાણે સર્વ અવદાત છે.
ભાવાર્થ- અહીં વિશેષ એ છે કે, સ્ત્રીવેદનો ઉદય એ પાપરૂપ છે, પરંતુ ઔદારિકશરીરનામકર્મના અવાંતર નામકર્મ દ્વારા સ્ત્રી શરીરની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્યપ્રકૃતિરૂપ છે; તેથી પુણ્યપ્રકૃતિજન્ય પણ સ્ત્રી શરીર પ્રતિકૂળવેદનીય હોવાને કારણે પાપરૂપ છે, તેમ પૂર્વપક્ષી દિગંબરનું કહેવું છે. અને સ્વકથનની પુષ્ટિ માટે તેણે કહ્યું કે - પાપપ્રકૃતિજન્ય પણ રાગની શુભ અને અશુભ એમ બે પ્રકારે વ્યવસ્થા છે. આનાથી એમ કહેવું નથી કે પાપપ્રકૃતિથી જન્ય પણ રાગ જે પ્રશસ્ત છે તે પુણ્યરૂપ છે, અને જે અપ્રશસ્ત છે તે પાપરૂપ છે; પરંતુ જેમ પાપપ્રકૃતિજન્ય પણ રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારે છે, તેમ પુણ્યપ્રકૃતિથી જન્ય પણ શરીર જે પ્રતિકૂળવેદનીય છે તે પાપરૂપ છે, અને અનુકૂળવેદનીય છે તે પુણ્યરૂપ છે. તેથી પુરુષનું શરીર જગતગહણીય નથી, માટે અનુકૂળરૂપે વેદનીય છે માટે પુણ્યરૂપ છે, અને સ્ત્રીનું શરીર જગતગહણીય છે, જેથી કરીને પ્રતિકૂળરૂપે વેદનીય છે માટે પાપરૂપ છે. એ પ્રકારનો દિગંબરનો આશય છે.
ઉત્થાન - ગાથા-૧૬૮ના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પરમ અશુચિભૂત એવી સ્ત્રીઓને પરમૌદારિક શરીર હોતું નથી. તે વાત પૂર્વપક્ષી ટીકામાં બતાવતાં કહે છે –