________________
૮૫૦.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા :- ૧૬૭:૧૬૮ स्त्रीणां न चारित्रहानिरिति । मैवं, योगस्थैर्यरूपस्यापि चारित्रस्य क्रोधादिनाऽप्रतिघातेऽपि ब्रह्मचर्यैकजीवितस्य तस्य स्त्रीवेदोदयजनितकामातिरेकेण प्रतिघातात्, विरोधिप्रचयस्याऽल्पीयसः प्रतिबन्धे सामर्थ्यात्, तस्मात्स्त्रीक्लीबयोरुभयोरपि किंचिन्मुक्तिकारणवैकल्ये समाने कल्पितयोरेव तयोर्मुक्तिर्न त्वकल्पितयोः, स्वभावतस्तु पुरुषस्यैव मुक्तियोग्यत्वमिति युक्तमाभाति ।
ટીકાર્ય :- સ્થાનેતત્ - પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે અહીં કોઇ આવી શંકા કરે કે, બાહ્યક્રિયાનું હીનપણું હોવા છતાં પણ ભાવના પ્રબળપણાથી જ પ્રબલ કર્મનો ક્ષય થશે. તેનો ઉત્તર આપતાં ‘મૈવં’થી પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે એમ ન કહેવું, કેમ કે ક્રિયાના પ્રબળપણા વિના ભાવના પ્રબળપણાનો જ અસંભવ છે. અન્યથા = ક્રિયાની પ્રબળતા વિના પણ ભાવની પ્રબળતા માનો તો, જિનકલ્પાદિક વિના જ જિનકલ્પાદિજન્ય નિર્જરાજનકભાવની પ્રબળતાની સંભાવના વડે જિનકલ્પાદિ પામવાની ઇચ્છાવાળા પણ જિનકલ્પાદિમાં ઉદાસી બનશે, અર્થાત્ જિનકલ્પાદિમાં પ્રવૃત્ત થશે નહીં.
‘નનુ’‘નનુ’થી પૂર્વપક્ષીની–દિગંબરની, સામે શ્વેતાંબરપક્ષ તરફથી કોઇ કહે છે કે, તો પણ = પૂર્વમાં કહ્યું એ રીતે સ્ત્રીઓને ચારિત્રની સિદ્ધિ થવા છતાં પ્રબળ કર્મક્ષપણ થઇ શકે નહિ, કેમ કે તેઓને પ્રબળ અનુષ્ઠાન નથી તેથી મોક્ષ થશે નહિ તે સિદ્ધ કર્યું તો પણ, યથાવત્=શાસ્ત્રોક્ત વિધિ અનુસારે, પ્રયતમાન=મહાવ્રતાદિમાં પ્રવર્તતા, સાધુને ક્રોધાદિ વડે ઉત્તરગુણના વૈકલ્યમાં પણ જે પ્રમાણે મુનિગુણરાહિત્ય નથી, તે પ્રમાણે સ્ત્રીવેદના પ્રાબલ્યમાં પણ સ્ત્રીઓને ચારિત્રહાનિ નથી = ચારિત્રનો અભાવ નથી.
‘કૃતિ’ શબ્દ ‘નનુ’થી શ્વેતાંબરપક્ષ તરફથી કરેલ કથનની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્ય :- મૈવં’” તેનો ઉત્તર આપતાં પૂર્વપક્ષી = દિગંબર, કહે છે કે એમ ન કહેવું. કેમ કે યોગÅર્યરૂપ એવા પણ ચારિત્રનું ક્રોધાદિ વડે અપ્રતિઘાત હોવા છતાં પણ, બ્રહ્મચર્ય એક જીવિત એવા તેનો=ચારિત્રનો=બ્રહ્મચર્ય હોય તો જ ટકવાવાળા એવા ચારિત્રનો, સ્ત્રીવેદના ઉદયથી જનિત કામાતિરેકથી પ્રતિઘાત થાય છે. (તેથી સ્રીમાં ચારિત્ર નથી).
*
ભાવાર્થ :- અહીં ‘યથાવત્ પ્રયતમાન' એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જે જીવ સંયમ ગ્રહણ કર્યા પછી તાત્ત્વિક સંયમને સમજ્યો હોય, અને તાત્ત્વિક સંયમ પાળવાનો અત્યંત અભિલાષ હોવાને કારણે અભ્યસ્થિત થઇને પાળવા માટે યત્ન કરતો હોય, આમ છતાં અનાદિ કાળના સંસ્કારના કારણે સંજ્વલનના કષાયથી સ્ખલના પામતો હોય, તેવો જીવ, ઉત્તરગુણમાં વૈકલ્યવાળો હોવા છતાં પણ મૂળગુણની હાનિ તેને નથી; પરંતુ સંયમના મૂળગુણ અને ઉત્તરગુણ માટે અત્યુત્થિત થઇને જે યતમાન નથી, તેવો જીવ, બાહ્ય રીતે સંયમઅનુષ્ઠાન સેવતો હોય તો પણ મુનિગુણરહિત છે.