________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૬ ૪
.૮૨૭
ટીકાર્થ :- ‘નનુ’ - ‘નનુ’ થી પૂર્વપક્ષી=દિગંબર, શંકા કરતાં કહે છે કે, શ્રુતિપ્રાપ્ત અર્થમાં પ્રકરણાદિનો અનવકાશ હોવાથી શ્રુતિપ્રાપ્ત એવા પક્ષને પ્રકરણની અપેક્ષા નથી. પરંતુ અતથાભૂત એવા વિશેષણને જ=શ્રુતિથી અપ્રાપ્ત એવા વિશેષણને જ, પ્રકરણની અપેક્ષા છે. (માટે પક્ષના પણ અનુપાદાનનો પ્રસંગ નથી. અને વિશેષણનો પ્રકરણથી લાભ થાય છે, માટે પ્રસ્તુત અનુમાન સંગત છે.)
ભાવાર્થ :- ‘સ્ત્રીનાં ન મોક્ષઃ' એ પ્રકારના વચનપ્રયોગના શ્રવણરૂપ શ્રુતિથી પક્ષની પ્રાપ્તિ છે= સ્રીરૂપ પક્ષની પ્રાપ્તિ છે, અને સાક્ષાત્ વચન ઉલ્લેખને કારણે શ્રુતિથી પ્રાપ્ત હોય તેને પ્રકરણની અપેક્ષા હોતી નથી, પરંતુ જે અર્થ સાક્ષાત્ ઉલ્લેખ નહીં હોવાના કારણે શ્રુતિથી પ્રાપ્ત ન હોય, તેને પ્રકરણની અપેક્ષા હોય છે. અને ‘સ્ત્રીનાં ન મોક્ષ: ' એ વચનપ્રયોગમાં ‘વિવાદસ્પદ સ્ત્રીને મોક્ષ નથી’’ તેમાં વિશેષણભૂત એવું ‘વિવાદાસ્પદ’ અંશ શ્રુતિથી પ્રાપ્ત નથી, કેમ કે અનુમાનમાં તેનો ઉલ્લેખ નથી. તેથી તેમાં પ્રકરણની અપેક્ષા છે, અર્થાત્ પ્રસ્તુત મોક્ષની સિદ્ધિનું પ્રકરણ ચાલી રહ્યું છે તે પ્રકરણની અપેક્ષા છે. તેથી પ્રસ્તુત અનુમાનમાં વિશેષણનું અનુપાદાન હોવા છતાં પ્રકરણથી તેનો લાભ થઇ જશે, અને પક્ષનો ઉલ્લેખ હોવાથી પક્ષને પ્રકરણની અપેક્ષા નથી, માટે કોઇ દોષ નથી. આ પ્રકારના પૂર્વપક્ષીએ–દિગંબરે, કરેલા સમાધાનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
ટીકાર્ય :- ‘ન, શ્રુતિ’– એમ ન કહેવું, કેમ કે ‘શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ,સ્થાન અને સમાખ્યાના સમવાયમાં= સમુદાયમાં, પછી પછીનાનું દુર્બળપણું છે; એવા વચનમાં ‘શ્રુતિદ્વિતીયા’ ઇત્યાદિ વડે દ્વિતીયારૂપ જ શ્રુતિનું ગ્રહણ છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષી = દિગંબરે, ‘નવુ’થી કહેલ કે, શ્રુતિપ્રાપ્ત અર્થમાં પ્રકરણની અપેક્ષા નથી, તે જૈમિનીયસૂત્રના બળથી કહેલ. કેમ કે તે વ્યાકરણના સૂત્રમાં શ્રુતિ, લિંગ આદિમાં પછી પછીના દુર્બળ છે તેમ કહ્યું છે. એનાથી · અર્થથી એ પ્રાપ્ત થાય છે કે પૂર્વ પૂર્વના બળવાન છે; અને પ્રકરણ કરતાં શ્રુતિ પ્રસ્તુત સૂત્રમાં પૂર્વમાં છે અને પ્રકરણ પાછળમાં છે માટે શ્રુતિ બળવાન હોવાને કારણે તેને પ્રકરણની અપેક્ષા રહેતી નથી, એમ પૂર્વપક્ષીએ કહેલ. ત્યાં સિદ્ધાંતકાર કહે છે કે, તે સૂત્રની ટીકામાં કહેલ છે કે ‘ શ્રુતિદ્વિતીયા’ ઇત્યાદિ દ્વારા એ પ્રાપ્ત થાય છે કે, દ્વિતીયારૂપ જ શ્રુતિનું ગ્રહણ કરેલ છે, તેથી અન્ય વિભક્તિવાળું જે પદ હોય તે શ્રુતિ કહેવાય નહીં. તેથી તે સૂત્રની ટીકા પ્રમાણે ‘સ્ત્રીળાર્’ એ ષષ્ઠી વિભક્તિમાં હોવાથી શ્રુતિ કહી શકાય નહીં. તેથી ‘સ્ત્રીળાં ન મોક્ષઃ ’ એ કથનમાં ‘સ્ત્રીનાં’ રૂપ પક્ષ શ્રુતિપ્રાપ્ત નથી એમ કહી શકાય. તેથી પક્ષને પ્રકરણની અપેક્ષા નથી તેમ કહી શકાય નહીં. માટે જેમ વિશેષણ પ્રકરણથી પ્રાપ્ત થઇ શકે છે, તેમ પક્ષ પણ પ્રકરણથી પ્રાપ્ત થઇ શકે છે; માટે પક્ષના અનુપાદાનનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે પ્રસ્તુત અનુમાન અપાસ્ત જાણવું.
ટીકાર્ય :- ‘અસ્તુ વા’ - પૂર્વમાં ‘શ્રુતિત્ત્તિકૢ .’ એ સૂત્રની ટીકાના બળથી દ્વિતીયારૂપ જ શ્રુતિ છે એમ કહીને પૂર્વપક્ષનું નિરાકરણ કર્યું. હવે કહે છે કે, અથવા ‘પદ’ જ શ્રુતિ હો=પદ ગમે તે વિભક્તિમાં હોય પરંતુ‘વિમવત્યાં