________________
૮૩૮. . . . . . અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -. ૧૬૬ ભાવાર્થ - જયાં વૃત્તિના અર્થનું કથન કરવું હોય ત્યાં સપ્તમીનું નિરૂપણ થઈ શકે એ પ્રમાણે સંપ્રદાય છે. તેથી સપ્તમીના બદલે ષષ્ઠીનું કથન કરવું અને પછી લક્ષણા દ્વારા સપ્તમીનો અર્થ ગ્રહણ કરવો તે અન્યાપ્યપણું છે.
ઉત્થાન - અહીં કોઈ સમાધાન કરે કે, પ્રસ્તુત અનુમાનમાં ટીપાં પ્રયોગ કર્યો તે અનુમાન કરનાર વ્યક્તિની ભૂલ છે, પરંતુ જો ત્યાં સ્ત્રીપુ એ પ્રમાણે સપ્તમીનો પ્રયોગ કર્યો હોય તો અનુમાન સંગત થઈ શકે છે. તેથી સ્ત્રીઓમાં જ્ઞાનાદિનો પ્રકર્ષ નથી એમ કહી શકાય છે, માટે તત્ત્વનિર્ણયની અપેક્ષાએ તે અનુમાન સંગત થાય છે. તેથી કહે છે
ટીકાર્ય - “મોદનીય મોહનીયની સ્થિતિના પરમપ્રકર્ષમાં અને સ્ત્રીવેદના પરમપ્રકર્ષમાં વ્યભિચાર છે.
ભાવાર્થ :- સ્ત્રીઓ પણ ઉત્કટથી મોહનીયકર્મની ૭૦ કોડાકોડીની સ્થિતિ બાંધી શકે છે, જે શ્વેતાંબર-દિગંબર ઉભયવાદીને સંમત છે. તેથી મોહનીયકર્મની સ્થિતિના પરમપ્રકર્ષમાં પરમપ્રકર્ષત્વરૂપ હેતુ છે, અને સ્ત્રીવૃત્તિ: રૂપ સાધ્ય નથી; અને એ રીતે સ્ત્રીવેદના ઉદયના પરમપ્રકર્ષમાં પરમપ્રકર્ષવરૂપ હેતુ છે, અને સ્ટવૃત્તિઃ' રૂપ સાધ્ય નથી. તેથી હેતુ વ્યભિચારી છે, અને આ રીતે હેતુ વ્યભિચારી હોવાના કારણે પ્રસ્તુત અનુમાન સંગત નથી.
ઉત્થાન - પૂર્વપક્ષીએ દિગંબરે, પૂર્વમાં અનુમાન કર્યું કે જ્ઞાનાદિ પરમપ્રકર્ષ સ્ત્રીવૃત્તિ નથી, પરમપ્રકર્ષપણું હોવાથી. એ અનુમાનમાં વ્યભિચાર દોષ ગ્રંથકારે બતાવ્યો, તેથી પૂર્વપક્ષી તે વ્યભિચારના નિવારણ માટે પરિષ્કાર કરીને અનુમાનનો આકાર આ રીતે કરે છે, જ્ઞાનાદિ પરમપ્રકર્ષ સ્ત્રીવૃત્તિ નથી, અને તેમાં હેતુ કરે કે સપ્તમનરકપૃથ્વીગમન અપુણ્યજાતીય પરમપ્રકર્ષપણું છે. આ પ્રકારના તે હેતુના પરિષ્કારમાં દોષ બતાવતાં ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય - “સપ્તમી સપ્તમનરકમૃથ્વીગમન અપુષ્યજાતીય = પાપજાતીય, પરમપ્રકષત્વનું હેતુ અર્થપણું હોતે જીતે પક્ષમાં અવૃત્તિપણું પ્રાપ્ત થશે, કેમ કે જ્ઞાનાદિમાં અપુણ્યજાતીયત્વનો અભાવ છે. અને આત્મપરિણામત્વ જાતિથી તજ્જાતીયત્વનું = સપ્તમનરકપૃથ્વીગમન અપુણ્યજાતીય (પાપજાતીય) પરમપ્રકષત્વનું, સ્ત્રીવેદપરિણામાદિ સાધારણપણું હોવાને કારણે અનૈકાંતિકપણું હોવાથી તમારું=પૂર્વપક્ષીનું, અનુમાન બરાબર નથી.
ભાવાર્થ- સ્ત્રી સાતમી નરકમાં જઈ શકતી નથી, તેથી સાતમી નરકમૃથ્વીમાં ગમન યોગ્ય એવું અપુણ્ય = પાપ, બાંધી શકતી નથી, અને તે પાપમાં પાપત્યજાતિ છે તેમ કર્યત્વજાતિ પણ છે. અને કર્મ–જાતિ પાપ અને પુણ્ય સાધારણ છે, જ્યારે પાપત્યજાતિ પાપમાત્રમાં વિશ્રાંત છે. તેથી અપુણ્યત્વજાતિ ન કહેતાં અપુણ્યત્વજાતીય કહેલ છે, અને અપુણ્યત્વજાતીયથી કર્યત્વજાતિને ગ્રહણ કરવાની છે. અને કર્મવજાતીયનું પરમપ્રકર્ષપણું ગ્રહણ કરવામાં આવે તો, સ્ત્રીઓને જેમ સપ્તમ નરકને યોગ્ય પાપનો પ્રકર્ષ પ્રાપ્ત થતો નથી, તેમ મોક્ષને અનુકૂળ એવો પુણ્યનો પ્રકર્ષ પણ પ્રાપ્ત થતો નથી તેવો અર્થ પ્રાપ્ત થાય. અને તેવો પરમપ્રકર્ષ સ્ત્રીઓમાં નથી, તેમ પૂર્વપક્ષીને સ્થાપન કરવું છે. પરંતુ તેનો અર્થ કરવાથી જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ પક્ષમાં હેતુ રહેતો નથી. કેમ કે જ્ઞાનાદિનો પરમપ્રકર્ષ જીવના