________________
૮૪૨.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૬૬ આત્માશ્રય દોષ નથી એ સિદ્ધ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તમે ત્રણ વસ્તુ કહી (૧) સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતાનો અભાવ, (૨) વિશિષ્ટમનોવીર્યપરિણતિનો અભાવ અને (૩) વજઋષભનારાચસંઘયણનો અભાવ. એમાં નંબર ૧ = સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતાનો અભાવ એ નંબર ૩ = વજઋષભનારાચસંઘયણના અભાવરૂપ હોય, તો અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણ કે નંબર (૧) એ નંબર (૩) રૂપ છે, તેથી બંને એક જ પ્રાપ્ત થાય. માટે વજઋષભનારાચસંઘયણના અભાવથી વિશિષ્ટમનોવીર્યપરિણતિના અભાવનું અનુમાન થાય, અને વિશિષ્ટમનોવીર્યપરિણતિના અભાવથી વજઋષભનારાચસંધયણના અભાવનું અનુમાન થાય. અને નંબર (૨) એટલે કે વિશિષ્ટમનોવીર્યપરિણતિનો અભાવ, જો નંબર (૧) એટલે કે સપ્તમન૨કપૃથ્વીગમન યોગ્યતાના અભાવરૂપ હોય, તો નંબર (૨) એ નંબર (૧) રૂપ થવાથી વિશિષ્ટમનોવીર્યપરિણતિના અભાવથી વિશિષ્ટમનોવીર્યપરિણતિનો અભાવ અનુમાન કરવા રૂપ આત્માશ્રય દોષ આવે છે.
ટીકાર્ય :- ‘નનું સક્ષમ’‘નનુ’થી પૂર્વપક્ષી = દિગંબર, કહે છે કે, સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યપણાના અભાવથી ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યજાતીય વીર્યના અભાવનું અનુમાન થાય છે; અને તેના વડે = ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યજાતીય વીર્યના અભાવ વડે વજઋષભનારાચસંઘયણનો અભાવ અનુમાન કરી શકાશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, યોગ્યતાનું દુર્વચપણું છે અને ઉક્ત અંતર્ભાવમાં ઉક્ત દોષ છે; અને એ પ્રમાણે ચક્રક-અનવસ્થાદિ દૂષણ કદંબક = દૂષણોનો સમૂહ, ઉદ્ભાવન કરવો.
ભાવાર્થ :- નનુ સપ્તમ' અહીં વિશેષ એ છે કે, ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યજાતીય વીર્ય એ છે કે, ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યમાં જે ઉત્કૃષ્ટ વીર્યજાતિ છે તે જ જાતિ ઉત્કૃષ્ટ શુભ મનોવીર્યમાં પણ છે; તેથી ઉત્કૃષ્ટ શુભ કે અશુભ બન્ને વીર્ય એકજાતીય = સજાતીય છે. માટે સ્ત્રીમાં ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્ય નથી, તેથી તજ્જાતીય શુભ મનોવીર્ય પણ નથી એ નક્કી થાય છે; અને વિશિષ્ટ મનોવીર્યપરિણતિના અભાવ દ્વારા પ્રથમ સંઘયણનો અભાવ નક્કી કરાશે. આ પ્રમાણે પૂર્વપક્ષી = દિગંબરનું, કહેવું છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે મેં એ વાત બરાબર નથી, કેમ કે યોગ્યતાનું દુર્વચપણું છે, અર્થાત્ સ્ત્રીઓમાં સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતાનો અભાવ છે. એ યોગ્યતા, સ્ત્રીજીવની શક્તિના અભાવરૂપ છે કે સ્ત્રીશરીરની શક્તિના અભાવરૂપ છે એ કથનનો ખુલાસો કરવો દિગંબર માટે અશક્ય છે. અને જો દિગંબર કહે કે સ્ત્રીશરીરની શક્તિના અભાવને કારણે તે સક્ષમ નરકમાં જવાને યોગ્ય નથી, તો એ કથન ઉક્ત કથનમાં અંતર્ભાવ થવાને કારણે ઉક્ત દોષો આવે છે; અને તે ઉક્ત દોષો ‘નદ્વિતીયઃ’થી કહેલ ટીકામાં આત્માશ્રય અન્યોન્યાશ્રય આપેલ છે તે છે.
અને એ પ્રમાણે ચક્રક દોષનું ઉદ્દ્ભાવન કરવું એમ કહ્યું, ત્યાં ચક્રક દોષ આ પ્રમાણે છે –
(૧) સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યત્વાભાવ, (૨) ક્લિષ્ટ ચિત્તનો અભાવ, (૩) વિશિષ્ટમનોવીર્યપરિણતિનો અભાવ અને (૪) વજઋષભનારાચસંઘયણનો અભાવ.
અહીં સપ્તમનરકપૃથ્વીગમનના યોગ્યત્વના અભાવને કારણે ક્લિષ્ટ ચિત્તના અભાવનું અનુમાન થાય છે, અને ક્લિષ્ટ ચિત્તના અભાવથી વિશિષ્ટ મનોવીર્યપરિણતિનો અભાવ થાય છે, અને વિશિષ્ટમનોવીર્યપરિણતિના