________________
9, , ,
, , ,
, • •
• • •
• • • •
•
૮૪૦.
અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . .ગાથા : ૧૬૬ ભાવાર્થ - છબકાળમાં સ્ત્રીઓને પૂર્વનો અધિકાર નહિ હોવાથી શ્રુતજ્ઞાનનો પ્રકર્ષ પ્રાપ્ત થતો નથી, એ વાત અમને = શ્વેતાંબરને, પણ માન્ય છે. તેથી જ્ઞાનાદિ પરમપ્રકર્ષના એક દેશરૂપ શ્રુતજ્ઞાનનો પરમપ્રકર્ષ છે, તે રૂપ પક્ષના એક દેશમાં સ્ત્રીવૃત્તિત્વનો અભાવ અમને પણ માન્ય છે, તે જ તમે પ્રસ્તુત અનુમાનથી સિદ્ધ કરો છો; તેથી સિદ્ધસાધન દોષ છે. માટે પ્રસ્તુત અનુમાન અકિંચિત્કર છે. અને કૈવલ્યાવચ્છેદન જ્ઞાનાદિપ્રકર્ષનો સ્ત્રીવૃત્તિત્વાભાવ સાધ્ય હોય તો સ્વવચન વિરોધ પ્રાપ્ત થાય છે, કેમ કે કેવલજ્ઞાન જ જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ છે. તેથી સ્ત્રીના કેવલજ્ઞાનને આશ્રયીને કોઈ કહે કે જ્ઞાનાદિનો પરમપ્રકર્ષ સ્ત્રીને નથી, તો તે વચનનો જ પરસ્પર વ્યાઘાત છે.
આશય એ છે કે સ્ત્રીઓમાં કેવલજ્ઞાન સ્વીકારીને સ્ત્રીઓમાં વર્તતા કેવલજ્ઞાનમાં પરમપ્રકર્ષ નથી એમ કહેવું તે અસંગત છે, કેમ કે કેવલજ્ઞાન છે અને તેમાં પરમપ્રકર્ષ નથી તેમ કહી શકાય નહિ.
ટીકાર્ય - “1” અહીં “મથી પૂર્વપક્ષી = દિગંબર, આ પ્રમાણે કહે કે, ચારિત્રનો પ્રકર્ષ સ્વીવૃત્તિ નથી, કારણ કે ગુણપ્રકર્ષરૂપ છે, શ્રુતજ્ઞાનના પરમપ્રકર્ષની જેમ. (અર્થાત્ શ્રુતજ્ઞાનના પ્રકર્ષમાં જેમ ગુણપ્રકર્ષત અને સ્ત્રીવૃત્તિત્વનો અભાવ પ્રાપ્ત થાય છે, તેમ ચારિત્રનો પ્રકર્ષ પણ માનવો પડશે.) તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે એમન કહેવું, કેમ કે સમ્યગ્દર્શનના પ્રકર્ષથી વ્યભિચાર પ્રાપ્ત થાય છે. (અર્થાત્ સમ્યગ્દર્શનના પ્રકર્ષમાં ગુણપ્રકર્ષત્વ અને સ્ત્રીવૃત્તિત્વ પ્રાપ્ત થાય છે, તેથી ત્રીવૃત્તિ સાથે ગુણપ્રકર્ષત્વરૂપ હેતુનો વ્યભિચાર છે.) અને બીજો દોષ આપતાં કહે છે – જ્ઞાનપ્રકર્ષ વિના પણ ચારિત્ર,કર્ષનો માપતુષાદિ મુનિઓમાં સિદ્ધપણું હોવાને કારણે (શ્રુતજ્ઞાનના પરમપ્રકર્ષની જેમ એ રૂપ દષ્ટાંતનું) અપ્રયોજકપણું છે.
ભાવાર્થ-અહીં હેતુને અપ્રયોજક કહેલ નથી, પરંતુ દષ્ટાંતને અપ્રયોજક કહેલ છે એ વિશેષ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વપક્ષીને એ કહેવું છે કે, શ્રુતજ્ઞાનના પરમપ્રકર્ષની જેમ સ્ત્રીઓને ચારિત્રનો પર્મપ્રકર્ષ નથી. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, શ્રુતજ્ઞાનના પરમપ્રકર્ષની જેમ એ રૂપ દષ્ટાંત અપ્રયોજક છે, કેમ કે માપતુષાદિ મુનિઓમાં શ્રુતજ્ઞાનના પ્રકર્ષ વગર ચારિત્રનો પ્રકર્ષ સિદ્ધ છે; તેથી દષ્ટાંત અપ્રયોજક છે.
ટીકા - પર્વ ચૈતનિવારે સંહનામાવહેતુપ પર તો વિતવ્યો, યતઃ સ્ત્રી વર્ષમસંહનામાવ: किमागमनिषिद्धत्वात् साध्यते ? सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यत्वाद्वानुमीयते ? नाद्यः, निषेधकागमाऽश्रवणात् । न द्वितीयः, सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वस्य वज्रर्षभनाराचसंहननपर्यवसितत्वेनात्माश्रयात्। अथ सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेन विशिष्टमनोवीर्यपरिणत्यभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभाव इति चेत् ? तत्रापि योग्यता यदि वज्रर्षभनाराचसंहननरूपा तदान्योन्याश्रयः, यदि च मनःपरिणतिविशेषरूपा तदा तदभावेन तदभावसाधने आत्माश्रयः, तादृशाशुभमनोवीर्यपरिणति विनापि वज्रर्षभनाराचसंहननस्य चरमशरीरिणां सम्भवेन व्यभिचारश्च। न च (? ननु) सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेनोत्कृष्टाशुभमनोवीर्यजातीयवीर्याभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभावोऽनुमास्यत इति चेत् ? न, योग्यताया दुर्वचत्वादुक्तान्तर्भावे चोक्तदोषात् । एवं चक्रकानवस्थादिदूषणकदम्बकमुद्भावनीयम् ।