________________
૮૬. • • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા. . . . . . .ગાથા : ૧૬૬-૧૬૭ ૧૬૮ મોક્ષની ઇચ્છાથી જ પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરે તેમ માનવું પડે. અને તેથી સ્ત્રીભવમાં મોક્ષ થઈ શકે તેમ માનવું ઉચિત છે. અને તે જ વાતને પુષ્ટ કરતાં “વિઝ.થી કહે છે –
ટીકાર્ય -“વિ' અને વળી આ રીતે = પૂર્વમાં કહ્યું કે પ્રવ્રયાના અધિકારી પણ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરશે એ રીતે, દેશવિરતિવાળાની જેમ સંયતી એવી સાધ્વીઓને પરંપરાથી મોક્ષાધિકારીપણું છે એમ (શાસ્ત્રમાં) કહેવું જોઇએ. અન્યથા = સંયતી સ્ત્રીઓ પરંપરાએ જ મોક્ષની અધિકારી હોય એવું શાસ્ત્રમાં કહ્યું નથી, છતાં તમે એને પરંપરાએ મોક્ષની અધિકારી માનો તો,અધિકારી એવી સ્ત્રીઓને સર્વદા સામગ્રીના વૈકલ્યમાં અનધિકારીપણું થાય. તે કારણથી આ તમારું કથન અર્થ વગરનું છે.
ભાવાર્થ:- શાસ્ત્રોમાં દેશવિરતિવાળાને મોક્ષના પરંપરાએ અધિકારી કહ્યા છે, તે જ રીતે સંયતી સ્ત્રીઓને તે જ ભવમાં મોક્ષ ન મળતો હોય તો શાસ્ત્રમાં તેઓને પણ પરંપરાએ જ મોક્ષની અધિકારી કહેવી જોઈએ. પરંતુ શાસ્ત્રમાં તેમ કહ્યું નથી, તેથી નક્કી થાય છે કે સંયતી સ્ત્રીઓ મોક્ષની અધિકારી છે. આમ છતાં, તમે કહો કે સ્ત્રીઓને આ ભવમાં મોક્ષ નથી, તો એમ કહેવું પડશે કે મોક્ષની અધિકારી એવી પણ સંયતી સ્ત્રીઓને સર્વદા સામગ્રીનું વૈકલ્ય હોય છે. તેથી તે સ્ત્રીઓ મોક્ષની અનધિકારી છે એમ જ માનવું પડે. જેમ દેવો મોક્ષના અધિકારી નથી તેમ મોક્ષના કારણભૂત સંયમના અધિકારી નથી, તેમ સંયતી સ્ત્રી પણ મોક્ષના કારણભૂત સંયમની અધિકારી છે, એમ જ માનવું પડે. તે કારણથી આ તમારું વચન અર્થ વગરનું છે.
ટીકા-પર્વ ‘મનુષ્યત્રી
ત્રિવૃતિ, વિવેહનતારવા, પુરુષવ' કૃત્યથg: ઉદ્દદ્દા
ટીકાર્ય -પર્વ = એ પ્રમાણે = પૂર્વમાં અનુમાન કર્યું કે મનુષ્યનાતિઃ...પુરુષ એ પ્રમાણે, (આચાર્યોએ) કોઇક મનુષ્યસ્ત્રી નિર્વાણ પામે છે, કેમ કે અવિકલ તેનું કારણ પણું છે =નિર્વાણનું કારણ પણું છે, પુરુષની જેમ. એ પ્રમાણે પણ અનુમાન કહ્યાં છે. ll૧૬૬ll
અવતરણિકા - વાવવૈવૃિતોપ લાગવો વેન તાલિતોના વુમુસિતો વસ્તીવર્દ વ પુનર્મુ प्रक्षिपति -
અવતરણિકાW:- એ પ્રમાણે આચાર્યો વડે નિરાકૃત કરાયેલો પણ ક્ષણિક = દિગંબર, દંડવડે તાડન કરાયેલ પણ ભૂખ્યા બળદની જેમ ફરી મુખ નાંખતાં કહે છે -
ગાથા -
कीवस्स कप्पिअस्सिव इथिए कप्पिआई सिद्धी वि ।
ण विणा विसिट्ठचरियं तासिं तु विसिट्ठकम्मखओ ॥१६७॥ (क्लीबस्य कल्पितस्येव स्त्रियाः कल्पितायाः सिद्धिरपि । न विना विशिष्टचर्या तासां तु विशिष्टकर्मक्षयः ॥१६७॥)