________________
૮૩૨. . . અધ્યાત્મમતપરીક્ષા
. . . .ગાથા ૧૬૫ ટીકાર્ય “નનું'-“નનુ'થી શંકા કરતાં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે છે કે, એ પ્રમાણે શ્રુત-અધ્યયનાદિથી કામવાસનાનું નિવર્તનીયપણું હોવાથી સ્ત્રીઓને મુક્તિ કહી એ પ્રમાણે, નપુંસકોને પણ કેમ મુક્તિ થતી નથી? કેમ કે તેઓને પણ=નપુંસકોને પણ, તીવ્રતરકામવાસનાનું વિપરીત પરિણામથી નિવર્તનીયપણું છે. અહીં પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે, જો તમે=સિદ્ધાંતકાર, આ પ્રમાણે કહેશો કે સ્ત્રીપુરુષશરીરનું જ મોક્ષહેતુપણું હોવાથી નપુંસકને સ્વભાવથી જ મોક્ષ નથી, તો પછી લાઘવથી પુરુષશરીરપણાથી જ મોક્ષહેતુતા હો, વળી સ્ત્રી-નપુંસકનો તો સ્વભાવથી જ મોક્ષ નથી.
અહીં પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે જો તમે=સિદ્ધાંતકાર, આ પ્રમાણે સમાધાન આપશો કે સ્ત્રીઓને આગમસિદ્ધ મોક્ષ છે પરંતુ નપુંસકને નહીં, તો તે આગમ વિવાદગ્રસ્ત છે.
અહીં પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે અક્લીબ-શરીરપણાથી જ અનપુંસક-શરીરપણાથી જ, મોક્ષહેતુતા હો, એ પ્રમાણે જો તમે સિદ્ધાંતકાર, કહેશો તો તે યુક્ત નથી; કેમ કે પુરુષ-શરીરપણાની અપેક્ષાએ અક્લીબ-શરીરનું=અનપુંસક-શરીરનું ગુરુપણું છે=ગૌરવ છે.
ભાવાર્થ -પુરુષશરીરની પુરુષશરીરત્વેન ઉપસ્થિતિ થાય છે, જ્યારે અક્તીબશરીરની ઉપસ્થિતિમાં ક્લીબશરીરની =નપુંસકશરીરની ઉપસ્થિતિપૂર્વક તભિન્નશરીરની ઉપસ્થિતિ થાય છે. માટે પ્રથમ નપુંસકશરીરની ઉપસ્થિતિ થાય, પછી તેનાથી ભિન્ન અક્તીબશરીરની=અનપુંસકશરીરની ઉપસ્થિતિ કરવી પડે છે. માટે ઉપસ્થિતિકૃત ગૌરવ છે, એમ દિગંબર કહે છે.
ટીકાર્ય -મત્રો'-આ કથનમાં =‘ન્યૂર્વથી પૂર્વપક્ષીએ જે કથન કર્યું એમાં, કહેવાય છે. જાતિનપુંસકનેક જન્મથી નપુંસકને, સમ્યક્તાદિના અભાવથી જ મોક્ષ નથી. વળી સ્ત્રીઓને સામ્રાજ્યથી=સમ્યક્તાદિ હાજર હોવાથી, તેનો અવિરોધ છે; અર્થાત મોક્ષ હોવામાં કોઈ વિરોધ નથી. ‘ાવંત્ર' અને એ પ્રમાણે પૂર્વમાં કહ્યું કે તેનું સામ્રાજ્ય હોવાથી=રત્નત્રયીનું સામ્રાજ્ય હોવાથી, મોક્ષનો અવિરોધ છે એ પ્રમાણે, પ્રમાણના બળથી આગમપ્રમાણના બળથી= સ્ત્રીઓને મોક્ષ કહેનાર આગમપ્રમાણના બળથી, ગુરુ પણ અલીબશરીરપણા વડે જ=અનપુંસકશરીરપણા વડે જ, હેતુતા છે. કેમ કે જે રૂપે રત્નત્રયપ્રાપ્તિની હેતુતા છે તે રૂપે મોક્ષહેતુપણું છે. અન્યથા=અક્તીબશરીરત્વેન હેતુતા ન માનો અને પુશરીરત્વેન મોહેતુતા માનો, તો સ્ત્રી અને નપુંસકના સ્વભાવસામ્યમાં=મોક્ષ-અહેતુતારૂપ સ્વભાવસામ્યમાં, સ્ત્રીને નપુંસકની જેમ સમ્યગ્દર્શનાદિક પણ નહીં થાય.
ભાવાર્થ -પર્વ ૨ - પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે “આગમ વિવાદગ્રસ્ત” છે, તેથી લાઘવને કારણે પુંશરીરત્વેન મોક્ષ હેતુતા હો, તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, રત્નત્રયીની પ્રાપ્તિની હેતુતા છે તે રૂપે મોક્ષહેતુત્વ છે, એ રૂપ વ્યાપ્તિના બળથી વિવાદગ્રસ્ત આગમ પણ યુક્તિથી સંગત થાય છે; અને આગમપ્રમાણના બળથી ગુરુભૂત પણ અક્લબશરીરપણા વડે મોક્ષહેતુતા છે, કેમ કે તે ગૌરવપુલમુખ છે. અન્યથા સ્ત્રી અને નપુંસક બંનેનો સ્વભાવ એક સરખો હોવામાં=મોક્ષ-અહેતુતારૂપ સ્વભાવ બંનેનો એક સરખો હોવામાં, નપુંસકની જેમ સ્ત્રીઓને સમ્યગ્દર્શનાદિ નહીં થાય.