________________
ગાથા : ૧૫૧ . . . .
અધ્યાત્મમત પરીક્ષા ચારિત્રમોહનીયકર્મના બંધનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકારે કહ્યું કે એમ ન કહેવું, કેમ કે અવિરતિનો કર્મોદયજન્યપણાવડે ઉપદેશ છે.
સિદ્ધાંતકારનો આશય એ છે કે, વિરતિ નામના પરિણામના અભાવસ્વરૂપ અવિરતિ માન્ય નથી, પરંતુ કર્મના ઉદયથી જન્ય એવો અવિરતિનો સ્વતંત્ર પરિણામ છે તેમ શાસ્ત્રમાં કહેલ છે. તેથી કર્મોદયજન્ય એવા અવિરતિના પરિણામકૃત થનારો કર્મબંધ સિદ્ધોને વિરતિના અભાવમાત્રથી થઈ શકે નહીં. તેથી અચારિત્રના બળથી સિદ્ધમાં કર્મબંધનો પ્રસંગ આપી શકાય નહીં.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે અવિરતિનું કર્મોદયજન્યપણાવડે કરીને ઉપદેશ છે માટે સંપ્રદાયપક્ષીની વાત બરાબર નથી. તેથી શાસ્ત્રના બળથી એ નક્કી થાય છે કે અવિરતિ નામનો કોઇક સ્વતંત્ર પરિણામ છે. અને તેને જ અનુભવના બળથી પુષ્ટ કરતાં “વસ્તુત:થી સિદ્ધાંતી કહે છે
ટીકાર્ય - વસ્તુત:' - વાસ્તવિક રીતે હિંસાદિ પરિણામરૂપ અવિરતિ અને તેના=હિંસાદિના, ત્યાગ પરિણામરૂપ વિરતિના સ્વસંવેદનથી જ વૈલક્ષણ્ય અને સ્પષ્ટતર જોઈએ છીએ.
ભાવાર્થ:- સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, વિરતિના પરિણામનો જે અભાવ છે તે જ અવિરતિ પદાર્થ છે, માટે અજન્ય એવા પણ અચારિત્રથી અવિરતિ પ્રત્યય કર્મબંધનો નિર્વાહ થશે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર અનુભવના બળથી કહે છે કે, વિરતિના અભાવરૂપ અવિરતિ નથી પરંતુ હિંસાદિના પરિણામરૂપ અવિરતિ છે, અને હિંસાના ત્યાગના પરિણામરૂપ વિરતિ છે, એ પ્રકારનું વૈલક્ષણ્ય અને સ્પષ્ટ પ્રકારે જોઈએ છીએ. એથી વિરતિના અભાવરૂપ સિદ્ધમાં રહેલા અચારિત્રને ગ્રહણ કરીને તમે (સંપ્રદાયપક્ષી) કર્મબંધનો પ્રસંગ આપી શકશો નહીં, કેમ કે ત્યાં હિંસાના પરિણામરૂપ અવિરતિ નથી.
ટીકા - પર 'વિરતિરિત્વે તમાઘ વ ચારિત્રમ[, તત્ર સિદ્ધનામથવાથિત' રિ પરીd, तयोर्द्वयोः स्वतन्त्रत्वात्, अन्यथैकस्यातिरिक्तत्वेऽपरस्य तदभावरूपत्वे विनिगमनाविरहप्रसङ्गात् ॥१५१॥
ટીકાર્ય - “પતન' - આના દ્વારા = પૂર્વમાં કહ્યું કે અવિરતિ એ હિંસાના પરિણામરૂપ છે અને વિરતિ હિંસાના ત્યાગના પરિણામરૂપ છે એ પ્રકારે સ્પષ્ટ બે ભેદો જોઈએ છીએ એના દ્વારા, વક્ષ્યમાણ કથન પરાસ્ત જાણવું. અને વલ્યમાણ કથન સિદ્ધમાં ચારિત્ર માનનારનું આ પ્રમાણે છે
‘વિક્તઃ'- અવિરતિનું અતિરિક્તપણું હોતે છતે વિરતિના અભાવરૂપ અવિરતિ નથી, પરંતુ અતિરિક્ત એવા ભાવાત્મક કર્મના ઉદયથી થનારા જીવના પરિણામરૂપ અવિરતિ હોતે છતે, તેનો અભાવ જ ચારિત્ર હો.=કર્મના ઉદયથી થનારા અવિરતિ પરિણામના અભાવરૂપ જ ચારિત્ર હો, અને તે સિદ્ધોને પણ અબાધિત છે. (કેમકે કર્મના ઉદયથી થનારો ભાવ સિદ્ધોને નથી) અને તે પરાસ્ત કેમ છે તેમાં સિદ્ધાંતકાર હેતુ કહે છે- તે બંનેનું સ્વતંત્રપણું છે.