________________
૭૮૪. • •
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૧૫૭ (સાદિ) અપર્યવસિત હોવાથી એક બીજા ભાંગામાં જ સાદિ અનંતાત્મક બીજા ભાંગામાં જ, ક્ષાયિક ભાવ છે, બાકીના ત્રણ ભાંગાઓને વિશે (ક્ષાયિકભાવ) નથી; અર્થાત અનાદિ અનંત, અનાદિસાંત અને સાદિસાંત આ ત્રણ ભાંગામાં ક્ષાયિક ભાવ નથી. અને તેથી કરીને તેમના મતના ઉપખંભથી અમારા વડે સિદ્ધના ગુણોમાં ચારિત્ર પરિગણિત છે, કેમ કે સાંપ્રદાયિકમતનું અત્યંત અવર્જનીયપણું છે.
દસ
રૂતિ' શબ્દ પૂ. મલયગિરિજી મહારાજાના કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ:- સિદ્ધોને ચારિત્ર નથી, એ પ્રકારે પૂર્વમાં યુક્તિઓ આપી સિદ્ધાંતિત કરાયું, તો પણ જેમ સમુદ્રમાં પેદા થતા કલ્લોલો પરાવર્તન પામીને દ્વીપ પાસે અટકે છે, તેમ આ બધી યુક્તિઓ પરાવર્તન પામીને ભાષ્ય પાસે જ પહોંચે છે=ભાષ્યવચનના બળથી જ સિદ્ધાંતકારની બધી યુક્તિઓ જીવે છે. અને તે ભાષ્યવચનને જ બીજા સૂરિઓ સંપ્રદાયપક્ષના સુવિહિત આચાર્યો, સહન કરતા નથી. કેમ કે તેઓ માને છે કે ક્ષાયિક ભાવોનો નાશ થઈ શકે નહીં. અને, સંપ્રદાયપક્ષના બીજા આચાર્યો સહન કરતા નથી તે વાત પૂજ્ય મલયગિરિજી મહારાજે બતાવી છે, અને પૂજ્યશ્રીનાં વચનો આ પ્રમાણે છે- અન્ય આચાર્યોદાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સિદ્ધોને ઇચ્છે છે, કેમ કે તેનું આવરણ નાશ પામવાથી પ્રગટ થયેલા ગુણો સિદ્ધમાં અવશ્ય હોય છે. અને તેઓ યુક્તિ આપે છે કે, આવરણ નહીં હોવા છતાં જો સિદ્ધમાં દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સ્વીકારવામાં ન આવે તો, ક્ષીણમોહાદિમાં પણ દાનાદિલબ્ધિ અને ચારિત્રનો અસ્વીકારનો પ્રસંગ પ્રાપ્ત થાય; અર્થાત્ સિદ્ધાંતકાર પણ ક્ષીણમોહાદિને દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સ્વીકારે છે, પરંતુ સિદ્ધમાં સ્વીકારતા નથી. તેને સંપ્રદાયપક્ષી કહે છે કે, આવરણનો અભાવ ક્ષીણમોહાદિમાં પણ છે અને સિદ્ધાવસ્થામાં પણ છે. જો સિદ્ધાવસ્થામાં આવરણનો અભાવ હોવા છતાં દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર નથી, તો ક્ષીણમોહાદિમાં પણ તેનો અભાવ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી સંપ્રદાયપક્ષીના મતે ક્ષાયિક એવા ચારિત્રાદિ ભાવો સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે, માટે તેમના મતે “સાદિઅનંત નામનો બીજો એક જ ભાંગો પ્રાપ્ત થાય, આ પ્રમાણે પૂજય મલયગિરિજી મહારાજ કહે છે. અને ગ્રંથકાર કહે છે કે, તે મતના ઉપષ્ટભથી જ અમારા વડે ગાથા ૧૨૮-૧૨૯માં સિદ્ધના ગુણોમાં ચારિત્રની ગણના કરી છે, કેમ કે સાંપ્રદાયિકમત અત્યંત અવર્જનીય છે, અર્થાત્ બિલકુલ છોડી શકાય તેમ નથી.
ટીકા - નશ્વ માં 7 યુ, રાત્રિી પ્રતિજ્ઞાવિષયીતાનનાશનાત્વાતિ વેત્ ? , परभवानुबन्ध्यविरतिपरिणामादेव चारित्रनाशसम्भवेन सहभूतस्य प्रतिज्ञाविषयीकृतकालनाशस्यान्यथासिद्धत्वेन तन्नाशकत्वायोगात्, अन्यथा सम्यक्त्वप्रतिज्ञाविषयीभूतयावज्जीवनावधिककालनाशात्, परभवे सम्यक्त्वस्याप्यनुवृत्तिर्न स्यात् । सम्यक्त्वाभिव्यञ्जकस्याचारविशेषस्यैवासौ कालः प्रतिज्ञायत' इति चेत् ? तर्हि चारित्राभिव्यञ्जकस्याप्याचारविशेषस्यैव कालः प्रतिज्ञायत इति तुल्यं, भावश्रुतसङ्कल्पविषयत्वमप्युभयोस्तुल्यमेव ।
ટીકાર્ય - “' -“નનુથી સૈદ્ધાત્તિક આ પ્રમાણે કહે કે આ મત યુક્ત નથી, કેમ કે ચારિત્રનું પ્રતિજ્ઞાવિષયકૃત કાલના નાશથી નાશ્યપણું છે. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે પરભવ અનુબંધિ