________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૦૬.
ગાથા -. ૧૬૨
ટીકાર્ય :- ‘વીનચૈવ’– અહીં દિગંબર આ પ્રમાણે કહે કે ઉદીર્ણ જ વેદનો પ્રથમ ક્ષય છે, ત્યારપછી અનુદીર્ણનો, એ પ્રકારે જ નિયમ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે કલ્પનામાત્રથી નિયમન કરવા માટે અશક્યપણું છે, કેમ કે અભિહિત ક્રમનું દુરતિક્રમપણું છે.
ભાવાર્થ :- વીન્ . . દિગંબરે જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પુરુષશરીરવાળો જ મુક્તિ પામે છે, પરંતુ વેદનો ઉદય નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે અને ભાવથી વેદનો ઉદય પુરુષને ત્રણેમાંથી ગમે તે હોઇ શકે છે; તેથી જે પુરુષને ભાવથી સ્રીવેદનો ઉદય હોય ત્યારે સ્રીવેદ ઉદીર્ણ હોય છે, અને વેદક્ષયકાળમાં જો પુરુષને સ્ત્રીવેદનો ઉદય હોય તો તે વખતે ઉદીર્ણ એવા સ્રીવેદનો પૂર્વમાં ક્ષય થાય છે, ત્યારપછી અનુદીર્ણ એવા નપુંસકવેદ અને પુરુષવેદનો ક્ષય થાય છે આવો નિયમ છે. માટે શરીરનિવૃત્તિના નિયમથી નિયત એવો વેદક્ષય નથી, માટે સ્રીશરીરથી મુક્તિ નથી એમ દિગંબર કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં અભિહિત ક્રમ શરીરનિવૃત્તિના નિયમથી નિયત વેદક્ષય છે. માટે તે અભિહિત ક્રમ ઓળંગીને કલ્પનામાત્રથી નિયમ બાંધી શકાય નહીં.
ટીકાર્થ ઃ- ‘તેન’ - આના દ્વારા= પૂર્વમાં કહ્યું કે, અભિહિત ક્રમનું દુરતિક્રમપણું હોવાથી એના દ્વારા, અભિહિત ક્રમ પ્રમાણે ક્ષપકશ્રેણિ પ્રારંભક પુરુષ હોય તે પ્રથમ નપુંસકવેદ, ત્યારપછી સ્રીવેદ અને ત્યારપછી પુરુષવેદ ખપાવે, અને ક્ષપકશ્રેણિ પ્રારંભક સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ, ત્યારપછી પુરુષવેદ અને ત્યારપછી સ્ત્રીવેદને ખપાવે, અને જો ક્ષપકશ્રેણિ પ્રારંભક નપુંસક હોય તો પ્રથમ સ્ત્રીવેદ, ત્યારપછી પુરુષવેદ અને ત્યારપછી નપુંસકવેદ ખપાવે; એ રૂપ અભિહિત ક્રમનું દુરતિક્રમપણું હોવાના કારણે વક્ષ્યમાણ કથન અપવ્યાખ્યાન જાણવું. અને વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે - પાછળ ક્ષીણસ્રીવેદ છતે (છેલ્લે સ્ત્રીવેદને ખપાવીને) સિદ્ધ થયેલા સ્ત્રીલિંગસિદ્ધ છે, એ પ્રમાણે અપવ્યાખ્યાન જાણવું.
ભાવાર્થ :- વક્ષ્યમાણ કથન દિગંબરની માન્યતાને સામે રાખીને કોઇકનું છે, અને તે માન્યતા ધરાવનારા કહે છે કે, પુરુષશરીરધારી જ મોક્ષ પામે છે, પરંતુ વેદની ક્ષપણામાં ક્ષપકશ્રેણિકાળમાં છેલ્લે ક્ષીણ કર્યો છે સ્ત્રીવેદ જેણે એવો પુરુષ સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ છે; અને આ પ્રકારે તેઓનું અપવ્યાખ્યાન જાણવું. કેમ કે પૂર્વમાં ‘તથાહિ .. અજ્ઞાનવિસિતમેતતા' સુધીના કથનમાં જે ક્ષપણાનો ક્રમ બતાવ્યો તે શાસ્ત્ર અભિહિત ક્રમ છે, અને તે ક્રમનું ઉલ્લંઘન કરવું તે ઉચિત નથી.
*
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે અભિહિત ક્રમનું દુરતિક્રમપણું હોવાના કારણે પૂર્વમાં જે ઉદીર્ણ વેદનો ક્ષય કરે તે જીવ તે લિંગે સિદ્ધ છે એમ કહી શકાય નહીં. તેથી સ્ત્રીલિંગસિદ્ધનો અર્થ એ કરી શકાય નહીં કે જે પ્રથમ સ્ત્રીવેદનો ક્ષય કરે તે સીલિંગસિદ્ધ, અને જે પાછળથી સ્રીવેદનો ક્ષય કરે તે સ્ત્રીલિંગસિદ્ધ નહીં; કેમ કે શાસ્ત્રમાં અભિહિત જે ક્રમ છે તે ઓળંગી શકાય નહીં. તેથી પૂર્વપક્ષી કહે છે કે તમને અભિમત એવો તે ક્રમ અમને સંમત નથી. માટે ગ્રંથકાર ‘પિ વ’થી તેનું સમાધાન કરવા એ સ્થાપન કરે છે કે, સ્ત્રીલિંગસિદ્ધા એ શાસ્રવચનથી પણ દિગંબર કહે છે તેવો અર્થ શાબ્દબોધની મર્યાદાથી થઇ શકે નહીં.