________________
૮૧૬. . . ......... અધ્યાત્મમત પરીક્ષા....
. . . . . . . ગાથા - ૧૬૪ ભાવાર્થ - ચારિત્રના પ્રકર્ષથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ હોવાથી, પરમભાવદશામાં=પ્રાતિજજ્ઞાનને કારણે સર્વત્ર અપ્રતિબદ્ધદશારૂપ પરમભાવદશા પ્રાપ્ત થાય છે ત્યાં, જ્ઞાનહીનત્વ પણ અસિદ્ધ છે. કેમ કે ચારિત્રના પ્રકર્ષથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ભાવથી બધા પૂર્વધર બને છે. તેથી ચૌદપૂર્વના અભ્યાસના અભાવરૂપ જ્ઞાનનો અપકર્ષ યદ્યપિ ક્ષપકશ્રેણિ પહેલાં સ્ત્રીઓને હોય છે, તો પણ ક્ષપકશ્રેણિકાળમાં સર્વત્ર અર્થથી સર્વ શ્રુતનો ક્ષયોપશમ થાય છે, તેથી પરમભાવદશામાં જ્ઞાનહીનત્વ અસિદ્ધ છે.
ટીકાર્ય -“તે' - આનાથી=પૂર્વમાં કહ્યું કે પરમભાવદશામાં જ્ઞાનહીનત્વ પણ અસિદ્ધ છે આનાથી, સ્ત્રીઓ નિર્વાણભાગી નથી, કેમ કે વિશિષ્ટ પૂર્વના અધ્યયનમાં અનધિકારીપણું છે અભવ્યની જેમ, એ પ્રમાણે કથન અપાત જાણવું.
ભાવાર્થ-દિગંબરમતાનુસારી કોઈક અનુમાન કરે છે કે સ્ત્રીઓ નિર્વાણભાજનથી, કેમ કે વિશિષ્ટ પૂર્વના અધ્યયનની અનધિકારી છે. અર્થાત્ શ્રવણથી ક્વચિત્ કોઈ સ્ત્રીને સ્મૃતિપાટવને કારણે પૂર્વ યાદ રહી શકે, કે જાતિસ્મરણ આદિથી પૂર્વઅધ્યયનની ઉપસ્થિતિ થઈ શકે, પરંતુ ગુરુગમથી ચૌદપૂર્વના સૂત્ર કે અર્થ તેને મળે નહીં. જેમ અભવ્ય પણ ક્વચિત્ અભવ્યરૂપે અજ્ઞાત હોય તો સૂત્ર પ્રાપ્ત કરી લે, તે પણ દ્રવ્યથી જ કરી શકે; પરંતુ ભાવથી વિશિષ્ટ પૂર્વનો અભવ્યનો જીવ અનધિકારી છે; આ પ્રકારનું અનુમાન અપાસ્ત આ રીતે છે- સ્ત્રીઓને ચારિત્રના પ્રકર્ષથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ હોવાથી, પરમભાવદશામાં કેવલજ્ઞાનના કારણભૂત વિશિષ્ટ પૂર્વની પ્રાપ્તિ સૂત્રરૂપે ન હોવા છતાં અર્થથી થઈ જાય છે, અને તેના બળથી તેઓ ક્ષપકશ્રેણિ માંડી શકે છે. આથી જ તેઓમાં જ્ઞાનહીનત્વ= શ્રુતજ્ઞાનહીનત્વ, નથી. માટે અનુમાનમાં આપેલ હેતુ અસિદ્ધ છે.
ટીકા - વિંનપેક્ષયહીનત્વરિતાનપ્રતિવૃ, “વાવિત્તિયાગારવિસ્થિત સંયવિશેષવિરે कथं तासां तदधिकमोक्षहेतुतत्सत्त्वं?" इति हि परस्याशयः, सोऽयं दुराशयः, माषतुषादीनां लब्धिविशेषहेतुसंयमाऽभावेऽपि मोक्षहेतुतच्छ्रवणात्, क्षायोपशमिकलब्धिविरहेऽपि क्षायिकलब्धेरप्रतिघातात्, अन्यथाऽवधिज्ञानादिकमुपमृद्य केवलज्ञानस्याऽप्रादुर्भावप्रसङ्गात् ।
ટીકાર્ય - ‘વં' - આ પ્રમાણે પૂર્વમાં કહ્યું કે જ્ઞાનની અપેક્ષાએ પુરુષથી હીનપણું મોક્ષમાં પ્રતિકૂળ નથી એ પ્રમાણે, લબ્ધિની અપેક્ષાએ તેઓનું સ્ત્રીઓનું, હીનત્વ પણ પ્રતિકૂળ નથી, અર્થાત્ મોક્ષને પ્રતિકૂળ નથી.
ઉત્થાન :- લબ્ધિની અપેક્ષાએ હનત્વ પ્રતિકૂળ કેમ નથી? એ સિદ્ધ કરવા માટે પ્રતિકૂળ માનનારનો આશય બતાવે છે
ટીકાર્થ:-“વાર' - વાદવિક્રિયા-ચારણાદિ લબ્ધિના હેતુભૂત સંયમવિશેષનો વિરહ હોતે છતે, કેવી રીતે સ્ત્રીઓને તઅધિક= વાદાદિ લબ્ધિના હેતુભૂત સંયમથી અધિક, મોક્ષના હેતુભૂત સંયમનું સત્ત્વ હોઇ શકે? અર્થાત્ ન હોઈ શકે, એ પ્રમાણે પરનો આશય છે. તે આ=પરનો આશય, દુરાશય છે; કેમ કે માપતુષાદિ મુનિઓને લબ્ધિવિશેષના