________________
• • • • • • • • •. . . . . ગાથા : ૧૬૪
૮૨૦. . . . . . • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા .. . કેમ કે મલ્લિનાથ ભગવાન સ્ત્રીતીર્થકર થયેલ છે, તેથી સ્ત્રી જાતિમાં પરમમહર્દિકપણું નથી એ અસિદ્ધ છે. તે જ સ્પષ્ટ કરે છે કે કેટલીક સ્ત્રીઓને પણ પરમપુણ્યપ્રકર્ષથી તીર્થંકરપણાની પ્રાપ્તિ છે.
ટીકાનનુત્રીત્વવચાનતાનુવન્ચિપ્રત્યયવેત્તા તીર્થનામવર્ણવન્યસ્થરપ્રવૃષ્ટીનપ્રત્યયकत्वात् स्त्रीत्वतीर्थकृत्त्वयोर्विरोध इति चेत् ? न, स्त्रीवेदं बद्ध्वाऽनन्तानुबन्धिप्रक्षये विशुद्धाध्यवसायेन तीर्थकरनामकर्मबन्धसम्भवादुक्तविरोधाऽसिद्धेः, अन्यथा विना स्त्रीवेदं जिनानां तत्क्षपणानुपपत्तेः । "स्त्रीवेदाविरोधेऽपि स्त्रीत्वं विरुद्धमिति चेत्? न, स्वकारणाधीनाभ्यां स्त्रीशरीरनिर्वृत्तिस्त्रीवेदाभ्यां स्त्रीत्वस्यार्थसमाजसिद्धत्वात् । एतेन मल्लेर्भगवतः प्राग्भवे स्त्रीत्वजिननाम्नोरुभयोरर्जनं विरुद्धमिति परास्तम् । प्रबलपुण्यप्राग्भाराणां पापप्रकृतिनिष्यन्दभूतं स्त्रीत्वं कादाचित्कमित्येव च तस्याश्चर्यभूतत्वमिति નીયા
ટીકાર્ય -“નનું' -“નનુ'થી પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, સ્ત્રીપણાના બંધનું અનંતાનુબંધીપ્રત્યયપણું હોવાથી, અને તીર્થકર નામકર્મબંધનું પ્રકૃષ્ટ સમ્યગ્દર્શનપ્રત્યયપણું હોવાથી, સ્ત્રીપણા અને તીર્થંકરપણાનો વિરોધ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્ત્રીવેદ બાંધીને અનંતાનુબંધીના પ્રક્ષયમાં વિશુદ્ધ અધ્યવસાય દ્વારા તીર્થકર નામકર્મબંધનો સંભવ હોવાથી ઉક્ત વિરોધની અસિદ્ધિ છે. અન્યથા–ઉક્ત અવિરોધન માનો અને ઉક્ત વિરોધ માનતો, સ્ત્રીવેદ વિના તીર્થકરોને તેની ક્ષપણાની=સ્ત્રીવેદની ક્ષપણાની, અનુપપત્તિ થશે.
ભાવાર્થ-સ્ત્રીપણું અને તીર્થંકરપણું એક કાળમાં વિરુદ્ધ હોય તો, જે તીર્થકરો ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદને ખપાવે છે તે સંભવી શકે નહીં, કેમ કે સ્ત્રીવેદની સત્તા વગર ક્ષપકશ્રેણિમાં તેની ક્ષપણા કરવાનું રહે નહીં. અને તીર્થકરો પણ ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદની ક્ષપણા કરે છે તે પૂર્વપક્ષીને દિગંબરને માન્ય છે, તેથી સ્ત્રીવેદની સત્તા અને તીર્થંકરનામકર્મના ઉદયનો વિરોધ નથી.
ટીકાર્ય -“સ્ત્રીવિરો' અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, સ્ત્રીવેદનો અવિરોધ હોવા છતાં પણ સ્ત્રીપણું વિરુદ્ધ છે, અર્થાત્ તીર્થકરને સ્ત્રીવેદની સત્તા સંભવી શકે પરંતુ સ્ત્રીપણું ન હોઈ શકે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્વકારણઆધીન સ્ત્રી શરીરનિવૃત્તિ રચના, અને સ્ત્રીવેદ દ્વારા સ્ત્રીત્વનું અર્થસમાજસિદ્ધપણું છે.
ભાવાર્થ - સ્ત્રીશરીરરચનાનું કારણ તથાવિધ શરીરરચનાને અનુકૂળ નામકર્મ છે, અને સ્ત્રીવેદનું કારણ તથાવિધ મોહનીયકર્મપ્રકૃતિ છે. તે બે કારણોને આધીન સ્ત્રી શરીરની નિવૃત્તિ=રચના, અને સ્ત્રીવેદનો ઉદય પ્રાપ્ત થાય છે. અને તે બંને કારણોથી સ્ત્રીપણાની પ્રાપ્તિ છે તેથી સ્ત્રીત્વ અર્થસમાજસિદ્ધ છે, અર્થાત્ સ્ત્રી શરીરની રચના અને સ્ત્રીવેદના ઉદયરૂપ બે કાર્યોના સમુદાયરૂપ સ્ત્રીત્વ છે. તેથી જે જીવે પૂર્વમાં સ્ત્રીવેદને બાંધીને પાછળથી તીર્થકર નામકર્મ બાંધ્યું હોય, અને નિકાચિત કર્યું હોય, તે જીવને તીર્થકરના ભવમાં જેમ સ્ત્રીવેદની પ્રાપ્તિ થઈ શકે છે, આથી જ