________________
ગાથા : ૧૬૨..
..અધ્યાત્મ પરીક્ષા स्त्रीवेदं, ततः पुरुषवेदं ततः षट्कं ततो नपुंसकवेदमिति । एवं च शरीरनिर्वृत्तिनियमनियते वेदक्षये पुरुष एव सिद्ध्यति न स्त्रीत्यज्ञानविलसितमेतत् । उदीर्णस्यैव वेदस्य पूर्व क्षयस्ततोऽनुदीर्णयोरित्येव नियम इति चेत् ? न, कल्पनामात्रेण नियन्तुमशक्यत्वात्, अभिहितक्रमस्य दुरतिक्रमत्वात् एतेन पश्चात्क्षीणस्त्रीवेदाः सन्तः सिद्धाः स्त्रीलिङ्गसिद्धा इत्यपव्याख्यानं द्रष्टव्यम् ।
ટીકાર્ય - ‘થીનિસિદ્ધ:' - સ્ત્રીલિંગસિદ્ધ એ પ્રમાણે કથનમાં જે વિપરીત વ્યાખ્યાન દિગંબર વડે કરાયેલ છે તે શું? સૂત્રની આશાતનાના ભયથી કરાયેલ છે કે સ્વપરિકલ્પિત ઉસૂત્રની આશાતનાના ભયથી કરાયેલ છે? પ્રથમ વિકલ્પમાં સૂત્રની આશાતનાના ભયથી ભીત થયેલો ચૂર્ણિની આશાતનાના ભયથી કેમ ડરતો નથી? રાજાના આસેવક=ઉપાસક, પણ મહામંત્રીનો અપરાધ કરનારને તત્વયુક્ત પરાભવ થતો નથી એવું નથી અર્થાત થાય છે. વળી અંત્ય બીજા વિકલ્પમાં, ઇચ્છા મુજબ ઉન્મત્તની ક્રીડાના વિલાસ જેવું આ વ્યાખ્યાન છે. કેમ કે વેદક્ષયનું શરીરરચનાના નિયમની સાથે નિયતપણું છે. તે આ પ્રમાણે - ક્ષપકશ્રેણિ પ્રારંભક=માંડનાર, પુરુષ હોય તો પ્રથમ નપુંસકવેદ, ત્યારપછી સ્ત્રીવેદ, ત્યારપછી હાસ્યાદિ ષકને ખપાવે છે; અને ત્યારપછી પુરુષવેદના ત્રણ ખંડ–ત્રણ ભાગ, કરીને બે ખંડને એકીસાથે ખપાવે છે. વળી ત્રીજા ખંડને સંજ્વલન લોભમાં પ્રક્ષેપ કરે છે. અને જો ક્ષપકશ્રેણિ પ્રારંભક સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ, ત્યારપછી પુરુષવેદ, ત્યારપછી હાસ્યાદિષર્ક, ત્યારપછી સ્ત્રીવેદને ખપાવે છે એ પ્રમાણે જાણવું. અને જો નપુંસક જ શ્રેણિ પ્રારંભક હોય તો આ=નપુંસક, પ્રથમ સ્ત્રીવેદ, ત્યારપછી પુરુષવેદ, ત્યારપછી હાસ્યાદિ ષક અને ત્યારપછી નપુંસકવેદને ખપાવે છે એ પ્રમાણે જાણવું. પર્વ ત્ર' અને એ પ્રમાણે “તથાદિથી જે ક્રમ બતાવ્યો એ પ્રમાણે, શરીરરચનાનિયમનિયત વેદક્ષય હોતે જીતે પુરુષ જ સિદ્ધ થાય છે સ્ત્રી નહીં, એથી કરીને આ અજ્ઞાનવિલસિત છે.=દિગંબરે જે સ્ત્રીલિંગસિદ્ધનો અર્થ કર્યો એ અજ્ઞાનવિલસિત છે.
ભાવાર્થ:- સ્ત્રીલિંગસિદ્ધ કહેનારા સૂત્રની આશાતનાના ભયથી જો દિગંબર સ્વકલ્પિત અર્થ કરતો હોય તો, ચૂર્ણિથી વિપરીત સૂત્રનો અર્થ કરવાથી ચૂર્ણિની આશાતનાનો પણ ભય તે રાખતો નથી, તેથી પાપબંધ થશે, એ પ્રકારનો આશય છે. "
સ્વપરિત્વિત' - સ્વપરિકલ્પિત દિગંબરથી પરિકલ્પિત, એવું જે ઉસૂત્ર, તેની આશાતનાના ભયથી દિગંબર વડે આ વિપરીત વ્યાખ્યાન કરાયું છે, એ પ્રકારનો બીજો વિકલ્પ કહ્યો ત્યાં વિશેષ એ છે કે, દિગંબરથી પરિકલ્પિત એવું ઉસૂત્ર કહ્યું તે દિગંબરને ઉત્સુત્રરૂપે અભિમત નથી, પરંતુ તેનાથી પરિકલ્પિત હોવાના કારણે તે ઉસૂત્રરૂપ છે એમ સમજવું. અને દિગંબરોએ એ પરિકલ્પના કરી છે કે સ્ત્રીશરીરથી મુક્તિ ન થાય, તેથી આ વ્યાખ્યાન તેઓ વડે પરિકલ્પિત હોવાથી ઉત્સુત્રરૂપ છે. અને પોતાની તે પરિકલ્પિત માન્યતા અસંગત સિદ્ધ થાય એ રૂપ આશાતનાના ભયથી દિગંબરો આવી કલ્પના કરતા હોય તો તે અજ્ઞાનવિલસિત છે. કેમ કે શાસ્ત્રમાં “તથાદિ... અજ્ઞાનવિસિતતિા ' સુધી જે ગ્રંથકારે બતાવ્યું એ પ્રમાણે, ક્ષપકશ્રેણિના પ્રારંભક સ્ત્રી આદિ શરીરવાળા હોય છે તે સિદ્ધ થાય છે. માટે સ્વપરિકલ્પિત અર્થના રક્ષણ માટે સ્ત્રીલિંગસિદ્ધોનો અર્થ દિગંબરોએ જે કર્યો તે ઉચિત નથી.