________________
ગાથા : ૧૫૫. ............. અધ્યાત્મમત પરીક્ષા ................. ૭૮૧ સાવધારણ છે તેનું પણ કથન કરાયું. કેમ કે જીવનથી વિશિષ્ટ કાળમાં જ પ્રતિજ્ઞા છે પણ નહીંકેતદુપલલિત–જીવનથી ઉપલક્ષિત, કાળમાં (પ્રતિજ્ઞા છે). એ પ્રકારે અહીંયા=પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં, તેનું અવધારણનું, તાત્પર્ય છે. (માટે અવધારણવાળી પ્રતિજ્ઞા છે એ પણ કથન કરાયું). વર' - અને જે વળી એવકારનું અહીંયાં સાવધારણ પ્રતિજ્ઞામાં, અન્યયોગવ્યવચ્છેદકપણું હોવાના કારણે પરભવમાં હું અવિરતિ સેવીશ, એ પ્રકારે નિલવ પરિકલ્પિત વિપરીત પ્રતિજ્ઞાપ્રસંગરૂપ દોષ છે, તે અન્યત્ર પણ સમાન છે. અર્થાત્ સંપ્રદાયપક્ષીની માન્યતામાં પણ સમાન છે. 'પરમવ'- અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે છે કે, પરભવ અનુબંધી અવિરતિ પ્રયુક્ત પ્રતિજ્ઞાભંગના ભીરુપણાથી કરાતા એવા અવધારણથી ઉત્પન્ન થતા પ્રતિપંથી એવા શુભ અધ્યવસાય દ્વારા તેવા પ્રકારની=પરભવમાં અવિરતિને સેવીશ તેવી, વિપરીત પ્રતિજ્ઞાનો પ્રસંગ નથી. એ પ્રમાણે સમાધાન પણ તુલ્ય છે= આ પ્રકારનું સંપ્રદાયપક્ષીનું સમાધાન સિદ્ધાંતકાર માટે પણ તુલ્ય છે.
ભાવાર્થ -પૂર્વમાં કહ્યું કે, ભાવકૃતના સંકલ્પના વિષયભૂત કાળના નાશથી મોક્ષમાં પણ ચારિત્રનો નાશ છે એમ કહેવાથી, સંયમ લેતી વખતે કરેમિ ભંતે સૂત્ર' દ્વારા “જાવજીવં' એ પ્રકારની પ્રતિજ્ઞા કરાય છે ત્યાં, “એવકારનું ગ્રહણ કરીને પ્રતિજ્ઞા સાવધારણ છે એ પ્રકારનું કથન થાય છે. કેમ કે “જાવજીવં' એ શબ્દ દ્વારા જીવનવિશિષ્ટ કાળમાં પ્રતિજ્ઞા છે; પરંતુ જીવનઉપલક્ષિત કાળમાં પ્રતિજ્ઞા નથી.
કહેવાનો આશય એ છે કે, જો મોક્ષમાં ચારિત્ર સ્વીકારવામાં આવે તો પ્રતિજ્ઞાને જીવનઉપલક્ષિત કાળમાં સ્વીકારવી પડે. કેમ કે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી મૃત્યકાળ સુધી ચારિત્ર સેવન થાય છે, અને સિદ્ધિગતિમાં પણ તે ચારિત્ર રહે છે; તેથી પ્રતિજ્ઞાનો વિષય ચારિત્ર હોય અને સિદ્ધમાં ચારિત્ર સ્વીકારવામાં આવે, તો જીવનકાળથી ઉપલક્ષિત પ્રતિજ્ઞા સ્વીકારવી પડે. અને તેમ સ્વીકારીએ તો પ્રતિજ્ઞા સાવધારણ સ્વીકારી શકાય નહીં. પરંત સિદ્ધાંતકાર સિદ્ધમાં ચારિત્ર સ્વીકારતા નથી, તેથી પ્રતિજ્ઞાને જીવનકાળથી ઉપલક્ષિત માનવાની જરૂર નથી. પરંતુ જીવનવિશિષ્ટ કાળમાં પ્રતિજ્ઞાનો સ્વીકાર થાય છે, તેથી પ્રતિજ્ઞા સાવધારણ છે. આ રીતે પ્રતિજ્ઞાને સાવધારણ બતાવી.
અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે, “એવકાર' અન્યયોગનો વ્યવચ્છેદક છે, તેથી નિદ્વવ પરિકલ્પિત વિપરીત પ્રતિજ્ઞાનો પ્રસંગ તમને (સિદ્ધાંતીને) પ્રાપ્ત થશે. કહેવાનો આશય એ છે કે, જેમ કોઈ કહે કે મારી પ્રતિજ્ઞા એક વર્ષની જ છે અધિક નહીં જ, તેથી અધિક નથી એમ કહેનારનો આશય, પછી–તે પ્રતિજ્ઞાકાળ પછી, તે વિષયના
સેવનનો છે. તે જ રીતે “જાવજીવં જ પ્રતિજ્ઞા છે તેમ કહેવાથી પરભવમાં હું અવિરતિ સેવીશ એવો પણ આશય - તે પ્રતિજ્ઞામાં અન્તર્નિહિત થાય છે. તેથી વિપરીત પ્રતિજ્ઞાનો પ્રસંગ પ્રાપ્ત થશે એમ નિહ્નવ કહે છે. અને તે દોષ - સિદ્ધાંતપક્ષને પ્રાપ્ત થશે એમ સંપ્રદાયપક્ષનું કહેવું છે. ત્યાં સિદ્ધાંતકાર કહે છે કે એ દોષ સંપ્રદાયપક્ષમાં પણ સમાન
છે. કેમ કે પૂર્વમાં ગાથા-૧૩૩થી ગાથા-૧૪૧ની ટીકામાં સંપ્રદાયપક્ષીએ મૈવં વાવMવમિતિ ... સતિપ્રથાનત્વાતિ, થી કહેલ કે પ્રતિજ્ઞા “યાવળવં' છે, સાવધારણ માનવાની જરૂર નથી, અને એ રીતે સિદ્ધમાં ચારિત્રની સિદ્ધિ કરેલ. ત્યારપછી ‘તુ વા યાવજ્જીવમેવેતિ સાવધારવ પ્રતિજ્ઞા, એ કથનથી કહેલ કે, પ્રતિજ્ઞા પાવજીવ જ એ પ્રમાણે સાવધારણ સ્વીકારો તો પણ પ્રતિજ્ઞાનો વિષય ભાવપૂર્વકની ક્રિયા છે, અને સિદ્ધાવસ્થામાં ભાવપૂર્વકની ક્રિયા નથી, તેથી પ્રતિજ્ઞા યાવળીવમેવ' એ પ્રમાણે સાવધારણ સ્વીકારવામાં