________________
ગાવા : 133 , , , , , • • • • • • • • •
. અધ્યાત્મમત પરીક્ષા અપેક્ષા રાખતું હોવા છતાં, એક વાર નિષ્પન્ન થયા પછી મોહના અભાવને કારણે તે શુદ્ધ પરિણામ અવસ્થિત રહે છે, ત્યાં વીર્યને પ્રવર્તાવવાની અપેક્ષા રહેતી નથી; તેમ વિશેષ મોહનો અભાવ થવાને કારણે શુદ્ધતર પરિણામરૂપ ચારિત્ર હોય તો નિર્જરાને અનુકૂળ સંયમરૂપ અનુષ્ઠાનોમાં સુદઢ યત્ન કરવારૂપ વીર્યની ચારિત્રને અપેક્ષા રહે નહીં, પરંતુ વાસ્તવિક રીતે સમિતિ-ગુપ્તિમાં કરાતા યત્નથી ચારિત્ર પ્રવર્તે છે, તેથી તે વીર્યજાતીય છે.
અહીં વિશેષ એ છે કે, જેમ ચારિત્રાચાર છે તેમ યદ્યપિ દર્શનાચાર પણ છે, અને તે બંને યત્નસ્વરૂપ છે; તો પણ જે વ્યક્તિનું સમ્યગ્દર્શન સુસ્થિર ન હોય તેને સુસ્થિર કરવામાં, અને સમ્યગ્દર્શનની નિષ્પત્તિ ન થઇ હોય તો નિષ્પન્ન કરવામાં, દર્શનાચાર ઉપયોગી છે; પરંતુ સુસ્થિર પરિણામવાળા સમ્યગૃષ્ટિને કોઇપણ જાતના યત્ન વગર જેમ નિર્મળ ચક્ષુથી બાહ્ય પદાર્થ દેખાય છે, તેમ અંતરંગ નિર્મળ ચક્ષુથી સહજ રીતે તત્ત્વ યથાવત્ દેખાય છે. જયારે ચારિત્ર તો સમ્યક પ્રકારના વીર્યના પ્રવર્તનથી જ જીવે છે. આથી જ તીર્થકરાદિને કોઇપણ પ્રકારના પ્રયત્ન વગર સમ્યગ્દર્શન જીવે છે, અને ચારિત્ર તો સંયમયોગમાં યત્નથી જ જીવે છે. માટે ચારિત્ર સમ્યક્તજાતીય નથી પરંતુ વીર્યજાતીય છે, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
ઉત્થાન :- પૂર્વમાં ‘વિરથી સિદ્ધાંતકારે સિદ્ધ કર્યું કે શુદ્ધ પરિણામ એ સમ્યક્ત છે અને શુદ્ધતર પરિણામ એ ચારિત્ર છે એમ માની શકાય નહીં. એ જ વાતની પુષ્ટિ કરતાં શિથી સિદ્ધાંતકાર કહે છે
ટીકા વિઝવત્વવવરિચરિવંચાતા લેવાતી પાવતો યાવરખામોરપિતરીતિ प्रतिज्ञा स्याद्, यक्षावेशादिना श्रद्धानरूपमानसपरिणामस्येव प्रत्याख्यानरूपमानसपरिणामस्यापि परिक्षयसंभवात् ।
ટીકાર્ય - શિશ' અને વળી સમ્યક્તની જેમ જ જો ચારિત્ર હોય=મોહના વિગમનથી આત્માનો શુદ્ધ પરિણામ જેમ સમ્યક્ત છે તેમ શુદ્ધતર પરિણામ જો ચારિત્ર હોય, તો તેની જેમ જ=સમ્યક્તની જેમ જ, તેની ચારિત્રની, ભાવથી જયાં સુધી આ પરિણામ પતિત ન થાય એ પ્રકારની પ્રતિજ્ઞા થાય. કેમ કે યક્ષાવેશાદિથી શ્રદ્ધારૂપ માનસ પરિણામની જેમ પ્રત્યાખ્યાનરૂપ માનસ પરિણામના પણ પરિક્ષયનો સંભવ છે.
ભાવાર્થ - સિદ્ધાંતકારને કહેવું છે કે, સમ્યક્ત જેમ આત્માનો શુદ્ધ પરિણામ છે તેમ ચારિત્ર શુદ્ધતર પરિણામ નથી પરંતુ નિર્જરાને અનુકૂળ વીર્યવિશેષ છે. અને જો સમ્યક્તની જેમ જ ચારિત્ર શુદ્ધતર પરિણામરૂપ હોય તો, સમ્યક્તની પ્રતિજ્ઞા એ રીતે કરવામાં આવે છે કે, ભાવથી જ્યાં સુધી આ મારો શ્રદ્ધાનરૂપ પરિણામ નાશ ન પામે ત્યાં સુધી પ્રતિજ્ઞા છે; તે જ રીતે ચારિત્રની પ્રતિજ્ઞા પણ કરાવવી જોઇએ. કેમ કે જેમ સમ્યક્ત જીવના શુદ્ધ ભાવરૂપ છે તેમ ચારિત્ર પણ જીવના શુદ્ધતર ભાવરૂપ છે, અને યક્ષાવેશાદિથી બંને પ્રકારના માનસ પરિણામનો નાશ થઈ શકે છે. માટે પ્રતિજ્ઞા સમ્યક્ત અને ચારિત્રની સરખી જ હોવી જોઈએ. જ્યારે ચારિત્રની પ્રતિજ્ઞા યાવજીવ અવધિક છે, પરંતુ સમ્યક્તની જેમ ભાવને આશ્રયીને નથી. માટે સમ્યક્ત ભાવસ્વરૂપ છે અને ચારિત્ર એ વીર્યવિશેષરૂપ છે, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.