________________
૩૩
• • • • • , , ,
ગાથા : ૧૬ . . • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા...... ક્રિયાનું તદર્થપણું હોતે છતે, અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચારિત્રનો પ્રસંગ આવશે, અને અન્યાદેશ વિવક્ષામાં ઉક્તમાં જ પર્યવસાન છે એ પ્રમાણે દિશાસૂચન છે.
ભાવાર્થ જે ક્રિયાની અંદર આત્મા અને આત્માથી ભિન્ન એવા ભાવકર્મરૂપ કષાય પ્રવર્તક હોય તે આત્મઅતિરિક્ત હેતુઅપેક્ષ ક્રિયા છે, જેમ સંસારી જીવના ભોગાદિ. આત્મમાત્રઅપેક્ષાવાળી ક્રિયા એવી છે કે જેમાં કષાયોરૂપ ભાવકર્મ પ્રવર્તતા નથી પરંતુ કેવલ આત્મા જ જ્ઞાતાદૃષ્ટાભાવરૂપ પોતાના ભાવના પ્રવર્તનરૂપ ક્રિયાને કરે છે. તે ક્રિયાને ચારિત્ર કહીએ તો અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને દર્શનમોહનીયનો ક્ષય થવાને કારણે જે સમ્યક્તપ્રવર્તે છે, તેની ક્રિયા આત્મમાત્રઅપેક્ષિણી છે. કેમ કે સમ્યક્તને આત્માથી અતિરિક્ત એવા ભાવકર્મરૂપ ક્રિયાની અપેક્ષા નથી, તેથી અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ચારિત્ર માનવાનો પ્રસંગ આવશે.
અહીંક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને એટલા માટે ગ્રહણ કરેલ નથી કે તેના સમ્યગ્દર્શન પ્રતિ તત્ત્વની તીવ્ર રુચિ કારણ છે, અને તે પ્રશસ્ત કષાયરૂપ છે; તેથી આત્માથી અતિરિક્ત એવા પ્રશસ્ત કષાયની અપેક્ષાએ તે ક્રિયા છે પરંતુ આત્મમાત્રઅપેક્ષિણી તે ક્રિયા નથી.
અથવા આત્મામાં અંતર્ભાવિત હેતુસમાજને આધીન ક્રિયાનું તદર્થપણું હોતે છત, અવિરત સાયિક સમ્યગ્દષ્ટિને ચારિત્રનો પ્રસંગ આવશે. તેનું તાત્પર્ય એ છે કે આત્મામાં અંતર્ભાવિત થયેલ હેતુસમાજ એ છે કે છએ કારકો જ્યારે આત્મામાં પ્રવર્તે છે ત્યારે તે આત્મામાં અંતર્ભાવિત થયા છે તેમ કહેવાય છે, અને જ્યારે છએ કારકો બાહ્ય ક્રિયા કરે છે ત્યારે તે આત્મામાં અંતર્ભાવિત નથી. તેથી આત્મામાં અંતર્ભાવિત થયેલા છએ કારકરૂપ હેતુસમાજને આધીન એવી ક્રિયા એ આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા છે, અને તે જ ચારિત્ર છે. અર્થાત્ આત્મા આત્મા દ્વારા આત્માને જાણે છે તે તેનું જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે એમ કહેવામાં આવે છે ત્યારે, મોહના ત્યાગથી આત્મા શુદ્ધ ઉપયોગમાં પ્રવર્તે છે તે જ આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા છે. આ પ્રમાણે કહીએ તો અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચારિત્ર માનવાનો પ્રસંગ આવે. કેમ કે ક્ષાયિક સમ્યક્તરૂપ જે ગુણ પ્રવર્તે છે તે પણ આત્મમાત્રની અપેક્ષાએ પ્રવર્તે છે, તેથી તદ્વિષયક છએ કારકો આત્મામાં પ્રવર્તે છે.
- અહીં “આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા'ના બે અર્થ કર્યા. તેનો ભાવ એ છે કે, પ્રથમ વિકલ્પમાં ભાવકર્મથી રહિત કેવલ આત્મા માત્ર અપેક્ષિણી ક્રિયા છે, અને બીજા વિકલ્પમાં છએ કારકો જે આત્મામાં જ અંતર્ભાવિત છે તે રૂપ હેતુસમાજને આધીન તે ક્રિયા છે. અને બન્ને પ્રકારની ક્રિયા કરનાર વ્યક્તિ યદ્યપિ શરીરધારી હોવાને કારણે અને છદ્મસ્થ હોવાને કારણે ઇન્દ્રિયાદિ અને શરીરાદિથી પ્રવૃત્ત થાય છે, પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મામાં જે ચારિત્રરૂપ પરિણામ વર્તે છે તેના પ્રતિ શરીર કે મન-વચન-કાયાનાં પુગલો નિમિત્તમાત્ર છે, માટે શરીર અને પુદ્ગલની અપેક્ષાએ તે ક્રિયા નથી પરંતુ આત્માના પોતાના પ્રયત્નથી તે ક્રિયા પ્રવર્તે છે.
અન્યાદેશની વિવક્ષામાં ઉક્તમાં પર્યવસાન છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયાનો ' અર્થ એવો કરવામાં આવે કે સંસારના ભોગાદિની ક્રિયાનું નિવર્તન કરીને સર્વ પૌલિકભાવોથી વિરામ પામેલ એવો જીવનો શુદ્ધ ઉપયોગ એ આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા છે, તો અમે (સિદ્ધાંતીએ) જે કહ્યું તેમાં જ પર્યવસાન છે. અર્થાત અવિરતિરૂપ અધૈર્યના પ્રતિપંથી એવા આત્માના ધૈર્યપરિણામરૂપ ચારિત્ર છે તેમાં જ પર્યવસાન છે. કેમ કે સર્વ પૌદ્ગલિકભાવમાંથી ચિત્તનો વિરામ થવાથી અવિરતિરૂપ અધૈર્યભાવ દૂર થાય છે, તેથી આત્માનો સર્વ પુદ્ગલોથી વિરામરૂપ ધૈર્યભાવ છે તે પેદા થાય છે, તે જ આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયારૂપ છે. તેથી આત્માના