________________
૭૪૪. . . . . . . .. • • • • • •
. અધ્યાત્મમતપરીક્ષા . . . . . . . . . . . . . ગાથા ૧૫૦ વફા //મ:' જે કારણથી આગમ છે - નહી જે કારણથી વિગચ્છત્ વસ્તુ વિગત છે અને ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પન્ન છે તે કારણથી, પરભવના આઘસમયમાં મોક્ષ અને આદાનનો વિરોધ નથી અર્થાત્ પૂર્વ શરીરનો મોક્ષ =ત્યાગ, અને ઉત્તર શરીરના પ્રહણનો વિરોધ નથી.
તો સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું. કલાપીન કેમ કે ઉદાસીન એવા તે બેનો=પ્રાદેહનો પરિશા અને ઉત્તરદેહના સંઘાતનો, પરસ્પર કાર્યકારણભાવ નહિ હોવાથી ઉદાસીનભાવપણું છે. તેથી ઉદાસીન એવા તેઓનો એક સમયમાં અવિરોધ હોવા છતાં પણ કાર્યકારણભાવ આપન્ન એવા તે બેનો=મોક્ષનો ઉત્પાદ અને ચારિત્રના નાશનો એકદા વિરોધ છે.
ભાવાર્થ - યદ્યપિ પરભવના પ્રથમ સમયમાં પ્રાદેહનો પરિપાટ થાય છે અને તે જ ક્ષણમાં ઉત્તર દેહનો સંઘાત થાય છે, તો પણ પ્રાÈહ ઉત્તરદેહના સંઘાત પ્રતિ કારણ નથી, તેથી તે બન્ને પરસ્પર ઉદાસીન છે; જયારે ચારિત્ર અને મોક્ષ એ બન્ને કાર્યકારણભાવથી સંબદ્ધ છે, તેથી એક ક્ષણમાં ચારિત્રનો નાશ અને મોક્ષનો ઉત્પાદ માની શકાય નહિ. માટે શૈલેશીના ચરમ સમયે જો ચારિત્ર નાશ પામતું હોય તો તેનાથી મોક્ષ ઉત્પન્ન થાય નહીં, માટે મોક્ષમાં ચારિત્ર છે એમ સંપ્રદાયપક્ષીનો આશય છે.
ટીકાઃ - નર મોક્ષોત્પત્તિ અહીં સિદ્ધાંતો કહે કે મોક્ષોત્પત્તિ અનંતર જ ચારિત્રનાશનો અભ્યપગમ=સ્વીકાર, હોવાથી દોષ નથી, તો સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું. તો યાર્ફયા' કેમ કે “તેના ઔદયિકાદિભાવો ..' ઇત્યાદિ શ્લોક દ્વારા ઔદયિકાદિ ભાવોના નાશના સમકાળે જ ક્ષાયિકભાવના નાશનો ઉપદેશ છે.
ભાવાર્થ-પૂર્વમાં કહ્યું કે મોક્ષની ઉત્પત્તિ અને ચારિત્રના નાશનો એક કાળમાં વિરોધ છે, તેનું સમાધાન સિદ્ધાંતકારે કર્યું કે મોક્ષની ઉત્પત્તિ પછી જ ચારિત્રનો નાશ અમે સ્વીકારીએ છીએ, તેથી એક કાળમાં મોક્ષની ઉત્પત્તિ અને ચારિત્રના નાશની આપત્તિ નહિ આવે. તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે, “તસ્સોવાર્ફયા' ઇત્યાદિ ગાથામાં ઔદયિકભાવનો નાશ અને ક્ષાયિકભાવનો નાશ એક કાળમાં સ્વીકારેલ છે, તેથી મોક્ષના ઉત્પત્તિકાળમાં જ ચારિત્રનો નાશ સિદ્ધાંતીના મતે પ્રાપ્ત થશે, તેથી ચારિત્ર મોક્ષનું કારણ બની શકે નહિ. માટે ચારિત્રને શાશ્વત સ્વીકારીએ તો જ તે મોક્ષનું કારણ માનવું સંગત થાય. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે છે.
અહીં વિશેષ એ છે કે ર ર વાગૅ એ કથન સંપ્રદાયપક્ષીએ સિદ્ધાંતકારને કહેલ છે, અને તેમાં હેતુ તો યાર્ડયા' એ સાક્ષીપાઠથી કહે છે કે, એ ભાષ્યકારના વચનથી ઔદયિક આદિ ભાવના નાશની સાથે સાયિક ભાવના નાશનો ઉપદેશ છે. તે સાક્ષીપાઠમાં કરેલું કથન યદ્યપિ સિદ્ધાંતકારને સંમત છે પરંતુ સંપ્રદાયપક્ષીને માન્ય નથી, કેમ કે તેમને સિદ્ધમાં ક્ષાયિક ચારિત્ર અભિમત છે, પરંતુ સિદ્ધાંતકાર તે ભાષ્યના વચનના બળથી સિદ્ધમાં ચારિત્ર નથી એ સિદ્ધ કરવા માંગે છે. અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે તે વચનના બળથી ઔદયિકભાવના નાશની સાથે ક્ષાયિકભાવનો નાશ તમને માન્ય થાય છે, તેથી શૈલેશીના ચરમ સમયમાં તમારે ચારિત્રનો નાશ માનવો પડશે. તેથી અસત=અવિદ્યમાન એવા ચારિત્ર વડે મોક્ષનો ઉત્પાદ તમે માની શકશો નહીં.