________________
૨૪. . . . . અધ્યાત્મમત પરીક્ષા ,
ગાથા : ૧૪૯ ચારિત્રમાં હાનિ થાય. જેમ ચારિત્રમાં વર્તતા મુનિઓ ઉત્તરગુણમાં અલના થવાના કારણે કે પ્રમાદને કારણે વીર્ય મંદ પ્રવર્તાવે તો કથંચિત્ અતિચારદશાને પામે છે ત્યારે તેમનું વીર્ય યત્કિંચિત્ અન્ય ભાવમાં સ્કુરણ થાય છે, તેથી ચારિત્રની હાનિ થાય છે; તે રીતે કેવલીને અન્ય ભાવમાં રણનો સંભવ નહિ હોવાના કારણે ચારિત્રની હાનિનો પ્રસંગ નથી. તેથી કેવળીનું વીર્ય ચય-અપચય સ્વભાવવાળું નથી એમ કહેલ છે.
ટીકાર્ય - પ્રતિ વ આથી કરીને જ = કેવળીને વીર્યનો ચય-અપચય થતો નથી,આથી કરીને જ, કહ્યું છે - અનંતવીર્યવાળા હોવા છતાં પણ ભગવાનને શરીરબળનો અપચય થાય છે.
કે “તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ - વીર્યાન્તરાયકર્મનો ક્ષય થવાથી ભગવાનને અનંતવીર્ય પ્રાદુર્ભાવ થાય છે, તેથી વીર્યનો ચય-અપચય નથી; આમ છતાં, શરીરબળનો ચય-અપચય તેઓને થાય છે.
ટીકાર્ય - નવૅવં નથી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે = પૂર્વમાં કહ્યું કે શરીરબળનું તથાપણું હોવા છતાં વીર્યનું અતથાપણું છે એ રીતે, શરીરબળમાં યોગની હેતુતા હો, પણ નહીં કેવીર્યપ્રતિ, એથી કરીને વીર્યવિશેષરૂપ ચારિત્ર યોગજન્ય નથી. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, સામચિંતો કેમ કે સામાન્યથી હેતુતાગ્રાહક પ્રમાણનું બલવાનપણું છે
ભાવાર્થ કેવળીને પણ શરીરબળ નામકર્મજન્ય હોવાને કારણે શરીરબળ ચય-અપચય પામે છે છતાં વીર્યનો ચયઅપચય થતો નથી, એમ સિદ્ધાંતીએ કહ્યું એનાથી એ પ્રાપ્ત થાય કે -
જ્યારે આહાર ગ્રહણ કરવામાં ન આવે ત્યારે શરીરબળની શક્તિ અલ્પ થાય છે, તેથી મન-વચન-કાયાના યોગો શિથિલ પ્રવર્તે છે. મન-વચન-કાયાના યોગોના શિથિલ પ્રવર્તનને કારણે શરીરબળનો વ્યાપાર અલ્પ થાય છે. તેથી શરીરબળના પ્રવર્તનમાં યોગની હેતુતા હો, અને કેવળીને અનંતવીર્ય હોવાથી યોગોની શિથિલતા હોવા છતાં વીર્યમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, તેથી વીર્ય પ્રત્યે યોગ હેતુ નથી. એથી કરીને વીર્યવિશેષરૂપ ચારિત્રયોગજન્ય નથી. આ પ્રમાણે સંપ્રદાયપક્ષીએ કહે છતે સિદ્ધાંતી કહે છે કે, એ વાત બરાબર નથી. કેમ કે સામાન્યથી વીર્યના પ્રવર્તનમાં યોગોની હેતુતા દેખાય છે તે પ્રમાણનું બલવાનપણું છે. અર્થાત્ આપણને દેખાય છે કે મન-વચનકાયાના યોગો દ્વારા પોતાની વીર્યશક્તિ પ્રવર્તે છે, તેથી જ જ્યારે જ્યારે મન-વચન-કાયાનું પ્રવર્તન થાય છે ત્યારે ત્યારે વીર્યપ્રવર્તે છે તેમ દેખાય છે. માટેયોગોને અને વીર્યને સામાન્યથી કાર્ય-કારણભાવ છે તે પ્રમાણનું બલવાનપણું
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે યદ્યપિછદ્મસ્થોમાં સામાન્યથી યોગ દ્વારા વીર્યપ્રવર્તતું દેખાય છે, તો પણ કેવળીઓમાં અનંતવીર્ય હોવા છતાં શરીરની શિથિલતાને કારણે યોગની જ્યારે અલ્પતા વર્તે છે ત્યારે, શરીરબળ અલ્પ અલ્પ પ્રવર્તતું દેખાય છે; અને તેથી જો વીર્યને અલ્પ માનીએ તો કેવળીઓમાં વીર્યનો અપચય માનવો પડે. તેથી વીર્ય