________________
ગાથા : ૧૪૯ . . . . . . . . .
અધ્યાત્મમત પરીક્ષા ..
. . .૭૨૩
ભાવાર્થ :- તાદેશ પણ ચારિત્ર ચારિત્રમોહના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલ યથાખ્યાતચારિત્ર, જે યાવત ૧૪મા ગુણસ્થાનકના અંત સુધી અવસ્થિત રહે છે, તેવું પણ ચારિત્ર વીર્યવિશેષરૂપ છે, માટે સિદ્ધમાં ચારિત્ર નથી.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્ર વીર્યવિશેષરૂપ હોય એટલામાત્રથી સિદ્ધમાં નથી તેમ કેમ કહી શકાય? તેથી કહે છે કે વીર્યસામાન્ય પ્રતિયોગોનો અન્વય-વ્યતિરેક હોવાના કારણે વીર્યસામાન્ય પ્રતિ જ વીર્યમાત્ર પ્રતિ જ, યોગોનું હેતુપણું છે, તેથી યોગના વિલયમાં વીર્યનો વિલય નાશક છે. અને વીર્યસામાન્યનો વિલય હોય તો વીર્યવિશેષ ન જ હોય, તેથી યોગના અભાવના કારણે વીર્યવિશેષરૂપ ચારિત્રનો અભાવ છે.
टीs:- न चैवं भगवतां शारीरबलचयापचयवच्चारित्रस्यापि तत्प्रसङ्गः, नामकर्मजन्यस्य शारीरबलस्य तथात्वेऽपि वीर्यस्याऽतथात्वात्। अत एवोक्तं "अनन्तवीर्यत्वे सत्यपि भगवतां शारीरबलापचयः" इति। नन्वेवं शारीरे बले योगानां हेतुताऽस्तु, न तु वीर्ये, इति वीर्यविशेषरूपं चारित्रं न योगजन्यं इति चे? न, सामान्यतो हेतुताग्राहकस्य प्रमाणस्य बलवत्त्वात्। अस्तु वा तथा, तथाप्यौदयिकादिभाववत् क्षायिकस्यापि तस्य चरमभा(?भ )वनांशकसामग्र्यैव नाशः, किमत्र कुर्मो यत्र बलवानागमः।
ટીકા - રૈવં - અને આ રીતે = વીર્યસામાન્ય પ્રતિ યોગ હેતુ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, ભગવાનના શારીરબલના=શારીરિકબળના, ચયાપચયની જેમ ચારિત્રનો પણ તત્કસંગ=ચયાપચયનો પ્રસંગ, પ્રાપ્ત થશે, એમ - સંપ્રદાયપક્ષી કહે છે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, નામ કેમ કે નામકર્મજન્ય શરીરબળનું તથાપણું હોવા છતાં પણ = કેવળીને પણ ચયાપચય થવા રૂપ સ્વભાવપણું હોવા છતાં પણ, વીર્યનું અતથાપણું છે = ચયઅપચય થવાનું સ્વભાવપણું નથી.
ભાવાર્થ સંપ્રદાયપક્ષી કહે કે સ્વસિદ્ધાંત પ્રમાણે કેવલી આહારાદિ ગ્રહણ ન કરે તો કેવળીને પણ શરીરબળનો અપચય થાય છે, અને આહારાદિથી કેવળીને પણ શરીરબળનો ચય થાય છે અર્થાત્ શરીર પુષ્ટ થાય છે; તેની જેમ ચારિત્રનો પણ ચય-અપચયનો પ્રસંગ આવશે. કેમ કે શરીરબળના ચય-અપચયની સાથે મન-વચન-કાયાના પ્રવર્તનરૂપયોગોનો પણ ચય-અપચય થાય છે, અને યોગો ઉપર નિર્ભર એવું વીર્ય પણ ચય-અપચય પામશે; તેથી વીર્યવિશેષરૂપ ચારિત્ર પણ કેવળીને ચય-અપચય પામશે. તેને સિદ્ધાંતકાર કહે છે કે તેમ ન કહેવું. કેમ કે શરીરની પ્રાપ્તિ નામકર્મથી થાય છે, અને આહારાદિ ગ્રહણ કરવાને કારણે તથાવિધ નામકર્મના વિપાકને કારણે શરીરબળ વૃદ્ધિ પામે છે, અને આહારાદિ નહિગ્રહણ કરવાને કારણે શરીરબળ ક્ષીણ થાય છે; તેથી કેવળીને પણ શરીરબળનો ચય-અપચય થાય છે, અને તેના ઉપર નિર્ભર એવા મન-વચન-કાયાના યોગો પણ શિથિલ થાય છે. અને યોગો શિથિલ થવાના કારણે વીર્યનું પ્રવર્તન પણ મંદ થાય છે. આમ છતાં, વિયતરાયકર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ પામેલ અનંતવીર્ય કેવળીમાં છે, તેથી ફુરણાત્મક વીર્ય શરીરબળની શિથિલતાને કારણે અલ્પ થવા છતાં મૂલગુણ અને ઉત્તરગુણમાં પ્રવર્તમાન વીર્ય સહેજ પણ અલ્પ થતું નથી, કે જેથી ચારિત્રની હાનિનો પ્રસંગ પ્રાપ્ત થાય. મૂલોત્તર ગુણમાં પ્રવર્તતું વીર્ય કાંઇક અંશમાં અન્ય ભાવમાં સ્કુરણ પામે અથવા મૂલોત્તર ગુણમાં પ્રવર્તતું મંદ થાય તો જ * B-૧૧