________________
:
-
,
,
,
,
, 3
3
3
ગાથા : ૧૪૩ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા.
. . .૬૮૫ ટીકાર્ય - “યુવૈતન્'- અને આ યુક્ત છે અર્થાત્ જે પૂર્વમાં કહ્યું કે સંજવલન કષાયથી અતિચાર થવા છતાં ચારિત્રનો મૂલથી નાશ થતો નથી એ વાત યુક્ત છે.
તે જ વાત દષ્ટાંત દ્વારા બતાવે છે - “યથા જેમ વજ અગ્નિના સંપર્કથી ઉષ્ણ થાય છે પરંતુ મૂળથી નાશ પામતું નથી, તેમ સંજવલન કષાય)થી પણ ચારિત્ર સાતિચાર બને છે પરંતુ મૂલથી નાશ પામતું નથી. “ર” – અને કહ્યું છે - આવા પ્રકારનાને પણ = વક્ર-જડત્વાદિયુક્તોને પણ, અહીંચારિત્ર ભગવાન વડે જોવાયું છે. શું બધાને જોવાયું છે? તેથી કહે છે - બધાને નહિ, પરંતુ પ્રવ્રયાને યોગ્ય એવા જીવોને.
તેમાં હેતુ કહે છે- જે કારણથી એમનો=વક્ર-જડનો, સ્થિર સ્થાયી, ભાવ-અધ્યવસાય, શુદ્ધ = પ્રશસ્ત, જ છે, અને વળી ઇતર અશુદ્ધભાવ, અસ્થિર=અસ્થાયી =કાદાચિક, હોય છે. કેવી રીતે અશુદ્ધભાવ થાય છે તો કહે છે - સહકારીના વશથી તથાવિધ સામગ્રીના સામર્થ્યથી, થાય છે. અર્થાત્ બાહ્ય તેવા પ્રકારના નિમિત્તને પામીને ક્યારેક અશુદ્ધ ભાવ થાય છે, પરંતુ સ્વતઃ જ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે ક્યારેક અશુદ્ધ ભાવ થાય છે ત્યારે શુદ્ધભાવના સ્વભાવરૂપ ચરણની ઉપતિ નાશ, થશે ને? તેથી કહે છે-તે = અશુદ્ધ ભાવ, ચારિત્રને હણતો નથી. એમાં દષ્ટાંત કહે છે -અગ્નિથી વજ ઉષ્ણ થાય છે પરંતુ વજત્વરૂપ તત્ત્વને = સ્વભાવને, છોડતું નથી. C અહીં ગાથામાં નોધા' શબ્દ યોગ્યતા અર્થમાં છે. “નો' = “વોના અર્થ છે, અને તેનો અન્વયવંવિહાઈ = વંવિધાનની સાથે છે. આવા પ્રકારના પણ યોગ્યોને ભગવાન વડે ચારિત્ર જોવાયું છે એ પ્રમાણે અન્વય છે. અને તેમાં હેતુ કહ્યો કે જે કારણથી એમનો યોગ્ય જીવોનો, સ્થાયીભાવ શુદ્ધ છે. “સુદ્ધા અહીં તુ વ કાર અર્થક છે, અને તેનું તાત્પર્ય એ છે કે તેઓમાં મૂલગુણમાં યતના કરવાનો પરિણામ સ્થાયીભાવરૂપે શુદ્ધ જ છે, અર્થાત્ સદા તે ભાવ તેઓને વર્તે જ છે. અને ક્યારેક તથાવિધ સામગ્રીના વશથી અશુદ્ધ ભાવ થાય છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે તેવા પ્રકારના બાહ્ય નિમિત્તો પામીને જેમચંડરુદ્રાચાર્યને ક્રોધનો ઉદય થતો હતો તેમ બાહ્ય સામગ્રીને પામીને ક્યારેક અશુદ્ધ ભાવ થાય છે, પરંતુ સ્થાયીરૂપે તો શુદ્ધ ભાવ જ રહે છે. અર્થાત્ જેવું સહકારી કારણ દૂર થાય છે એટલે શુદ્ધ ભાવ જ રહે છે, અને તે અશુદ્ધ ભાવ ચારિત્રનો નાશ કરતો નથી.
As:- नन्वेवमुत्सरगुणातिक्रमे निर्भङ्गचारित्रमापत्रमिति चेत्? इदमित्थमेव, कः किमाह? उक्तंच पञ्चाशके'गुरुगुणरहिओ वि इहं दट्ठव्वो मूलगुणविउत्तो जो । न हु गुणमेत्तविहुणो त्ति चण्डरुद्दो उदाहरणं ॥ [पंचाशक ૨૨-૩]
ટીકાર્થ “નવેવમ્'નથી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આ પ્રકારે = પૂર્વમાં કહ્યું એ પ્રકારે, ઉત્તરગુણના અતિક્રમમાં નિર્ભગ ચારિત્ર = અખંડ ચારિત્ર, પ્રાપ્ત થશે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે, આ એ પ્રમાણે જ છે; અર્થાત્ ઉત્તરગુણના ભંગમાં ચારિત્ર અખંડ રહે છે એ વાત એ પ્રમાણે જ છે. એમાં કોણ શું (ના) કહે છે? १.' गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलगुणवियुक्तो यः । न खलु गुणमात्रविहीन इति चंडरुद्र उदाहरणम् ।।