________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૪૩
રું = અને પંચાશકમાં કહ્યું છે –
‘ગુરુમુળ’ અહીં જે મૂળગુણરહિત છે તે જ ગુરુગુણરહિત જાણવા, પરંતુ ગુણમાત્રવિહીન નહિ, જેમ – ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાંત છે.
टीst :- ननु मूलगुणेषु स्थिरभावश्चारित्रमिति तावद्भवतां प्रतिज्ञा, स च शुद्धोपयोगरूप एव पर्यवस्यति, तेनैव सकलमूलगुणपरिपालनसंभवात्, तस्यैव च मरुदेव्यादावपि सम्भवादिति चेत् ? न प्रवृत्तिरूपप्रयत्नस्य तत्रासम्भवेऽपि निवृत्तिरूपप्रयत्नस्य सुतरां सम्भवात्।' प्रयत्न एवायमिति चेत् ? सत्यं, संयमे प्रयत्न एव चारित्रं, ""माणुसत्तं सुई सद्धा संजमंमि य वीरियं" इत्यादौ तथोपदेशात्, भगवद्दर्शनानन्दयोगस्थैर्यमुपेयुषी । केवलज्ञानमम्लानमाससाद तदैव सा ।।
રૂતિ યોગશાસ્ત્રવૃત્તૌ [ ૨-૧૦-૨૩૬]
मरुदेव्या अपि योगस्थैर्यरूपचारित्रप्राप्तेरेव सूचनात्॥१४३॥
ટીકાર્ય :- ‘નનુ’ ‘નનુ’થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, મૂલગુણમાં સ્થિરભાવચારિત્ર છે એ પ્રમાણે તમારી પ્રતિજ્ઞા છે, અને તે=મૂલગુણમાં સ્થિરભાવ, શુદ્ધોપયોગરૂપ ચારિત્રમાં જ પર્યવસાન પામે છે. કેમ કે તેના વડે જ= શુદ્ધોપયોગ વડે જ, સકળ મૂલગુણના પાલનનો સંભવ છે. (પણ નહિ કે યોગપરિણામરૂપ ચારિત્ર વડે). અને તેનો જ= શુદ્ધોપયોગનો જ, મરુદેવાદિમાં પણ સંભવ છે.
ભાવાર્થ :- જો શુદ્ધોપયોગરૂપ ચારિત્ર ન સ્વીકારો અને યોગપરિણામરૂપ ચારિત્ર સ્વીકારો, તો મરુદેવાદિમાં ઘટી શકે નહિ; કેમ કે મરુદેવાએ પાંચ મહાવ્રતોના પાલનરૂપ યત્ન કરેલ નથી. તેથી મૂળગુણ વિષયક યોગÅર્યરૂપ ચારિત્ર તેમને સંભવી શકે નહિ, પરંતુ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર તેમને સંભવી શકે. તેથી મૂળગુણોનો સ્થિરભાવ એ શુદ્ધોપયોગરૂપ જ સ્વીકારવો જોઇએ, અને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર સિદ્ધમાં પણ ઘટી શકે છે. આ પ્રકારનો સંપ્રદાયપક્ષનો આશય છે.
ટીકાર્ય :- ‘ન' તેના નિરાકરણરૂપે સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું.
‘પ્રવૃત્તિરૂપપ્રયતસ્ય’ કેમ કે પ્રવૃત્તિરૂપ પ્રયત્નનો ત્યાં=મરુદેવાદિમાં, અસંભવ હોવા છતાં પણ નિવૃત્તિરૂપ પ્રયત્નનો સુતરાં સંભવ છે.
ભાવાર્થ :- જે વખતે મરુદેવાદિ સંયમના પરિણામને પામ્યા, તે વખતે સંયમની ક્રિયાઓમાં પ્રવૃત્તિરૂપ પ્રયત્ન નહિ તે હોવા છતાં, સર્વ પૌદ્ગલિક ભાવોથી ચિત્તના નિવર્તનને અનુકૂળ યત્નસ્વરૂપ નિવૃત્તિરૂપ પ્રયત્નનો ત્યાં = મરુદેવાદિમાં સુતરાં સંભવ છે. માટે મરુદેવાદિમાં પણ નિવૃત્તિના પ્રયત્નસ્વરૂપ જે વીર્યવિશેષ છે તે રૂપ જ ચારિત્ર છે. અને તે યોગસાપેક્ષ છે માટે સિદ્ધમાં ચારિત્ર નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે છે.
.
उत्तराध्ययनसूत्र- ३-१ अस्य पूर्वार्ध: - चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो ॥ चत्वारि परमाङ्गानि दुर्लभानीह जन्तोः । मानुषत्वं श्रुतिः श्रद्धा संयमे च वीर्यम् ॥