________________
ગાથા.૧૪૫.............. અધ્યાત્મમત પરીક્ષા ................ ૬૯૩ વિશેષાર્થ:- અહીં પ્રશ્ન થાય કે અયોગી કેવલીમાં સર્વસંવર છે અને તેનો કાળ અસંખ્યાત સમય પ્રમાણ છે, તો પછી શૈલેશી અવસ્થાના ચરમ સમયમાં સંપૂર્ણતઃ સંવર છે તેમ કેમ કહેવાય? કેમ કે અયોગી કેવલી અવસ્થા અસંખ્યાત સમયની છે, માટે ચરમ સમયથી પૂર્વના સમયોમાં પણ સર્વસંવર હોવો જોઇએ. તેનું સમાધાન એ છે કે સર્વસંવર અયોગી કેવલી અવસ્થામાં જ છે અન્યત્ર નહિ, પરંતુ અયોગી કેવલી અવસ્થામાં પણ સર્વત્ર નથી. જો સર્વત્ર હોય તો અયોગી કેવલીને સર્વસંવર છે તેમ ઉદ્ધારણમાં કહેવું જોઇએ, પરંતુ “અયોગી કેવલીમાં સર્વસંવર છે તેમ કહેલ નથી પરંતુ અયોગી કેવલી અવસ્થાના ચરમસમયમાં જ સર્વસંવર કહેલ છે. તેથી અયોગી ગુણસ્થાનકમાં સર્વત્ર સર્વસંવર નથી પણ ચરમ સમયે જ છે.
યદ્યપિ વ્યવહારનયથી શૈલેશી અવસ્થાના ચરમ સમય સુધી જીવ કર્મયુક્ત છે, અને તેના ઉત્તર સમયમાં = સિદ્ધાવસ્થાના પ્રથમ સમયમાં, કમરહિત છે; તો પણ નિશ્ચયનયની દષ્ટિએ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ કાળમાં હોવાથી, શૈલેશી અવસ્થાના ચરમ સમયમાં કર્મ છે અને તે જ ચરમ સમયમાં કર્મનો નાશ થાય છે, માટે ત્યાં સકલકર્મપ્રકૃતિનો ક્ષય કહેલ છે. અને સર્વકર્મનો ક્ષય થવાથી ચરમ સમયમાં કર્મનો સંવર છે = કાશ્મણ શરીરના ઉદયથી થતા પરિણામના અભાવરૂપ સંવર છે; અને નોકર્મનો સંવર છે, અને નોકર્મનો સંવર એ છે કે કર્મથી ભિન્ન એવા શરીરાદિના પુદ્ગલોથી થતા પરિણામના અભાવરૂપ નોકર્મનો સંવર છે. અર્થાત્ કર્મ અને નોકર્મ દ્વારા થતા જીવના પરિણામનો અભાવ હોવાથી તે બંનેનો જીવમાં સંપૂર્ણતઃ સંવર છે. અને આ સર્વસંવરનૈશ્ચયિક ધર્મ છે – નિશ્ચયનયને અભિમત જીવના પરિણામરૂપ ધર્મ છે – “વહુ સહાવો છો એ સૂત્ર પ્રમાણે જીવના સ્વભાવરૂપ ધર્મ છે. કેમ કે કર્મ અને નોકર્મની અસરથી મુક્ત એવા જીવના પરિણામરૂપ તે સંવર છે, અને સર્વસંવરરૂપ જ નૈશ્ચયિક ધર્મ, અધર્મના ક્ષયનો હેતુ છે. " તાત્પર્યએ છે કે યદ્યપિ હેતુ= કારણ, પૂર્વક્ષણમાં હોય અને કાર્ય ઉત્તરક્ષણમાં પેદા થાય છે એમ વ્યવહારનયને સંમત છે, પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ કારણ અને કાર્ય એક જ ક્ષણમાં હોય છે. તેથી જે સમયે આ સર્વસંવરરૂપ નૈયિક ધર્મ પેદા થાય તે વખતે અધર્મ હોય તો આ નૈૠયિક ધર્મથી તે અધર્મનો ક્ષય થાય તેમ સ્વીકારવું પડે. પરંતુ પૂર્વલણવર્તી જે અધર્મ છે તેના વિરોધી પરિણામરૂપ આ ધર્મ છે, તેથી છાયા અને આતપની જેમ ધર્મ અને અધર્મનું
સહાવસ્થાન નથી; તેથી જ્યારે સર્વસંવરરૂપ નૈૠયિક ધર્મ પેદા થાય છે ત્યારે, પૂર્વક્ષણવર્તી જે અધર્મ હતો તેને દૂર • કરીને જ આ ધર્મ પ્રગટ થાય છે. એ પ્રકારના આશયથી આ ધર્મને અધર્મના ક્ષયના હેતુરૂપે કહેલ છે. - સંક્ષેપથી ભાવ એ છે કે, વર્તમાન ક્ષણમાં આ ધર્મ પેદા થાય છે તેની પૂર્વેક્ષણમાં કર્મથી થનારા પરિણામરૂપ અધર્મ જીવમાં હોય છે, અને તેનો ક્ષય શૈલેશીના ચરમ સમયમાં થાય છે તેનો હેતુ આ નૈૠયિક ધર્મ છે. જે ક્ષણમાં નેશ્ચયિક ધર્મ પેદા થાય છે તે જ ક્ષણમાં પૂર્વેક્ષણમાં વર્તતા અધર્મનો ક્ષય પણ થાય છે, અને તેનો હેતુ સર્વસંવરરૂપ જનૈશ્ચયિકધર્મ છે.
ટીકા - નન્વયં સર્વસંવ સિદ્ધધ્વનિ સંભવતિ વર્ષ તેષાં ન ચારિત્ર? ૩, ઉદ્ધાનસમ વીર્યસ્થ क्षयेण तेषां वीर्यविशेषरूपचारित्राऽसंभवात्। प्रज्ञप्तं च प्रज्ञप्तौ, ''तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, सिद्धा णं अवीरिया' त्ति । यत्तु सकरणवीर्याभावादवीर्याः सिद्धा इत्येतत्सूत्रव्याख्यानं तन्मतान्तरा
१. प्रज्ञप्ति १/७२ तत्र ये तेऽसंसारसमापनकाः ते सिद्धाः, सिद्धा अवीर्याः ।