________________
|
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
3
9
૬૯૬. . . . . . . • • • • • • • • • અધ્યાત્મમત પરીક્ષા
. . . ગાથા -૧૪પ સુધી જીવ સશરીરી છે ત્યાં સુધી તે ક્ષાયિકભાવ શરીર વડે ઉત્પાદ્યમાન છે માટે વિકારી છે; અને શરીરનો અભાવ થયા પછી પ્રતિક્ષણ સ્વતઃ ઉત્પાદ્યમાન છે = જીવના સ્વભાવથી જ એ પ્રવાહ ઉત્પન્ન થાય છે, માટે અવિકારી છે. વળી વિકારી એવો તે ક્ષાયિકભાવ સાદિસાંત છે અને અવિકારી એવો ક્ષાયિકભાવ સિદ્ધમાં છે તે શાશ્વત છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષીનું સમાધાન છે.
સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે - ટીકાર્યઃ- “પ્રવાહ:તે પ્રવાહ જેનિમિત્તને આધીન છે તે નિમિત્તના નાશથી તે પ્રવાહનો નાશ થશે, એથી કરીને ચરણ-દાનાદિ લબ્ધિનું સાદિસાંત ક્ષાવિકભાવપણું સિદ્ધ થશે.
ભાવાર્થ - ચરણ-દાનાદિ લબ્ધિઓના આવારક કર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલ ક્ષાયિક ચરણ-દાનાદિ પ્રતિક્ષણ ઉત્પાદ્યમાન અને પ્રવાહ અપેક્ષાએ શાશ્વત છે, એ પ્રમાણે સંપ્રદાયપક્ષીએ કથન કર્યું. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, જે શરીરાદિ નિમિત્તને આધીન તે પ્રવાહ છે અર્થાત્ શરીરધારી એવા કેવલીને ચારિત્રમોહાદિકર્મનોંક્ષય થવાથી પ્રાદુર્ભાવ થયેલો તે ચારિત્રાદિનો પ્રવાહ છે, તે વિકારી એટલા માટે કહેલ છે કે તે શરીરરૂપ નિમિત્તને આધીન છે તેથી, જયારે તે શરીરરૂપ નિમિત્તનો નાશ થશે ત્યારે ક્ષાયિક ચારિત્રાદિનો નાશ થશે. કેમ કે શરીરાદિ નિમિત્તને આશ્રયીને જ તેઓ ઉત્પન્ન થતા હતા, હવે તેનું ઉત્પાદક નિમિત્ત નહીં હોવાના કારણે ભાવિમાં તેની ઉત્પત્તિનો અસંભવ થશે, તેથી તેના પ્રવાહનો નાશ થશે. માટે ચરણ-દાનાદિલબ્ધિઓ સાદિસાંત ક્ષાયિકભાવે છે એમ સિદ્ધ થાય છે. તેથી સિદ્ધમાં ચારિત્ર નથી.
અહીં વિશેષ એ છે કે ઘટની ઉત્પત્તિમાં દંડનિમિત્તકારણ છે. ઘટને ઉત્પન્ન કર્યા પછી તે દંડનાશ પામે તો પણ ઘટ નાશ થતો નથી; પરંતુ ક્ષાયિકભાવના ગુણો સંપ્રદાયપક્ષીએ પ્રવાહરૂપે શાશ્વત માનેલ છે. તેના પ્રાદુર્ભાવમાં કદાવારક કર્મનો ક્ષય જેમ કારણ છે તેમ શરીરરૂપ નિમિત્તને આશ્રયીને ક્ષાયિકભાવનો પ્રવાહ ચાલુ છે, માટે શરીરરૂપ નિમિત્તને આશ્રયીને પ્રતિક્ષણ તે ગુણોનો પ્રવાહ ચાલે છે; જ્યારે તે પ્રવાહના નિમિત્તકારણરૂપ શરીરનો નાશ થશે ત્યારે ઉત્તરમાં તે પ્રવાહ ઉત્પન્ન થઇ શકશે નહિ, તેથી તે પ્રવાહનો નાશ થશે. તેથી ચરણ-દાનાદિલબ્ધિઓ સાદિસાંત ક્ષાવિકભાવે છે તેમ સિદ્ધ થશે. તેથી સિદ્ધમાં ચારિત્ર નથી તેમ સિદ્ધ થશે. આ પ્રમાણે સિદ્ધાંતી કહે છે
ટીકાઃ- ૩થ જ્ઞાનાવિખવાદરૂવરાત્રિલિપ્રવાહોરિન વીનિમિત્તાથી વિનુ સ્વામવિક્રપતિ વે? न, एवं सत्यव्यापृतवीर्येभ्यस्तीर्थकरादिभ्यस्तीर्थाऽप्रवृत्तिप्रसङ्गात्। एतेन स्वरूपापेक्षयापि शाश्वतत्वमविकारित्वं च परास्तम्।
ટીકાર્ય - “1થ' અથ'થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે જ્ઞાનાદિપ્રવાહની જેમ ચારિત્રાદિપ્રવાહ પણ બાહ્ય નિમિત્તને આધીન નથી પરંતુ સ્વાભાવિક જ છે.
સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, “ કેમ કે આમ હોતે છતે અવ્યાકૃતવીર્યવાળા તીર્થકરાદિથી તીર્થની અપ્રવૃત્તિનો પ્રસંગ આવશે.