________________
ગાથા - ૧૪૬. . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા...
.૭૦૫ જેમ અજીવમાં “અકાર છે એ જીવના અભાવને બતાવતો નથી, પરંતુ જીવમાં રહેલા ચૈતન્યધર્મના અભાવવાળા દ્રવ્યનું કથન કરે છે. તેમ ક્રિયાવાચી પદ જે પ્રવૃત્તિનું ઘોતન કરે છે તેના અભાવવાળા પ્રયત્નને
અક્રિયાપદ બતાવે છે. અર્થાત્ ‘ક્રિયા ઈત્યાકારકપદ પ્રવૃત્તિવાળા પ્રયત્નને બતાવે છે, “અક્રિયા ઈત્યાકારકપદ પ્રવૃત્તિના અભાવવાના પ્રયત્નને બતાવે છે; પણ ક્રિયારૂપ પ્રયત્નના અભાવને બતાવતું નથી. તેથી અક્રિયાથી મોક્ષ છે એ સૂત્રને મૂઢપણાથી વિચારવું જોઈએ નહિ, પરંતુ પ્રયત્નથી જ મોક્ષ છે એ અર્થ અક્રિયાથી મોક્ષ છે એ પ્રકારના વચનથી પણ પ્રાપ્ત થાય છે.
टोs :- नन्वयं सर्वसंवरो न निवृत्तिरूपः प्रयत्नः अपि तु स्वहेतुबलाधीनकर्मपुद्गलादानच्छेदरूप एवेति चेत्? न, तद्धेतोरेव प्रयत्नरूपत्वाद्, अन्यथा मोक्षस्याऽपुरुषार्थत्वापत्तेः, पुरुषकृत्युत्पाद्यो ह्यर्थः पुरुषार्थ કૃતિાદ્દા
ટીકાર્ય - T' -"નથી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આ સર્વસંવર નિવૃત્તિરૂપ પ્રયત્ન નથી, પરંતુ સ્વહેતુ=કર્મનો હેતુ, જે યોગ તેના બળને આધીન જે કર્મયુગલોનું ગ્રહણ તેના છેદરૂપ જ છે.
તેનો ઉત્તર આપતા સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તેના હેતુનું જaછેદના હેતુનું જ, પ્રયત્નરૂપપણું છે, અન્યથા = પુદ્ગલના આદાનના છેદમાં પ્રયત્નરૂપપણું ન માનો તો, મોક્ષના અપુરુષાર્થત્વની આપત્તિ આવશે, કેમ કે પુરુષની કૃતિથી ઉત્પાદ્ય અર્થપુરુષાર્થ છે. I૧૪૬l
ભાવાર્થ-સંપ્રદાયપક્ષીનું કહેવું છે કે, જીવ કર્મયુગલોને ગ્રહણ કરે છે તે તેના હેતુભૂત એવા મન-વચન-કાયાના યોગને આધીન છે; અને સર્વસંવર પુદ્ગલગ્રહણના છેદરૂપ છે, તેથી તે ત્યારે જ સંભવે કે મન-વચન-કાયાના યોગોમાં જે યત્ન હતો તે બંધ થઇ જાય. તેથી સર્વસંવર ક્રિયાના અભાવરૂપ જ છે પણ પ્રયત્નરૂપ નથી. તેનું સમાધાન કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, પુદ્ગલના આદાનના છેદરૂપ કાર્ય પ્રતિ પ્રવૃત્તિરૂપ ક્રિયાનો યદ્યપિ અભાવ હોવા છતાં પ્રયત્નનો અભાવ નથી, પરંતુ નિવૃત્તિરૂપ પ્રયત્ન છે જ. તેથી જ કહે છે કે પુગલના આદાનના છેદના હેતુનું પ્રયત્નરૂપપણું છે, પણ નહીં કે પ્રયત્નાભાવરૂપપણું. અને પુદ્ગલના આદાનના છેદમાં પ્રયત્નરૂપપણું ન માનો તો મોક્ષને પુરુષાર્થ કહી શકાશે નહિ. કેમ કે પુરુષની કૃતિથી ઉત્પાદ્ય અર્થ પુરુષાર્થ કહેવાય છે, અને મોક્ષ પુરુષની કૃતિથી ઉત્પાદ્ય રહે નહિ. કેમ કે સંપ્રદાયપક્ષી પુદ્ગલગ્રહણના છેદરૂપ જ સર્વસંવર કહે છે = પુદ્ગલગ્રહણ ક્રિયાના અભાવરૂપ સર્વસંવર કહે છે, જે અપ્રયત્નરૂપ છે. તેથી મોક્ષને અપુરુષાર્થ કહેવાનો પ્રસંગ સંપ્રદાયપક્ષીને પ્રાપ્ત થાય. ll૧૪૬ll
આવતરણિકા - શકૂ -
અવતરણિકાર્ય - સંપ્રદાયપપક્ષી શંકા કરતાં કહે છે –