________________
અધ્યાત્મમતપરીક્ષા
૧૬.. ગાથા ૧૪૮ ભાવાર્થ :- ૧૪મા ગુણસ્થાનકમાં યોગÅર્યરૂપ ચારિત્ર માનવામાં ચારિત્રની અપ્રાપ્તિ હતી તેથી કોઇ યોગથી ઉપલક્ષિત વીર્યથૈર્યરૂપ ચારિત્ર કહે છે, જેથી અયોગી ગુણસ્થાનકમાં તેની પ્રાપ્તિ થઇ જાય. તે આ રીતે
યોગો ૧૩મા ગુણસ્થાનક સુધી છે, અને યોગો દ્વારા મુનિઓ પોતાનું વીર્ય પુદ્ગલભાવમાંથી નિવર્તન કરીને આત્મામાં સ્થિર કરવા માટે યત્ન કરે છે, તે ચારિત્ર પદાર્થ છે. અયોગી ગુણસ્થાનકમાં યોગો નહિ હોવા છતાં યોગથી ઉપલક્ષિત એવું વીર્યસ્વૈર્ય છે, કેમ કે પૂર્વમાં વર્તતા યોગો દ્વારા જ વીર્યને સ્થિરભાવ કરવા માટે યત્ન કરાયેલો, અને પછી યોગનિરોધ થવાને કારણે ત્યાં યોગો નહિ હોવા છતાં તે યોગોના પ્રવર્તનથી થયેલો વીર્યનો સ્થિરભાવ અયોગી ગુણસ્થાનકમાં વર્તે છે, અને તે જ ચારિત્ર પદાર્થ છે એ પ્રમાણે કોઇનું કહેવું છે. ત્યાં કેટલાક આચાર્યો કહે છે કે તે યોગથી ઉપલક્ષિત વીર્યસ્વૈર્ય જ ચારિત્ર નથી કેમ કે ક્રિયારૂપ ચારિત્ર ભાસતું નથી.
આશય એ છે કે ચારિત્ર એ બાહ્યક્રિયારૂપ જેમ નથી તેમ જીવની અંતઃક્રિયારૂપ પણ નથી, પરંતુ જીવના સ્વભાવસમવસ્થાનરૂપ જે પરિણામ છે તસ્વરૂપ છે. તેથી જ સ્વસંવેદનરૂપે સ્વતંત્રથી જ ચારિત્રનું ગ્રહણ છે પણ નહિ કે યોગ દ્વારા. તેથી યોગથી ઉપલક્ષિત વીર્યથૈર્યરૂપ ચારિત્ર પદાર્થ નથી.
અહીં વિશેષ એ છે કે યોગથી ઉપલક્ષિત વીર્યસ્વૈર્યરૂપ જેઓ ચારિત્રને કહે છે, તેઓને તે ચારિત્ર'જીવને પોતાના વીર્યને સ્થિર કરવાના યત્નરૂપ=અંતરંગ ક્રિયા સ્વરૂપ, ચારિત્ર અભિમત છે; અને સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર કેટલાક સૂરિઓ કહે છે તેઓને ચારિત્ર ક્રિયારૂપે અભિમત નથી, પરંતુ આત્માનો પોતાના વાસ્તવિક સ્વભાવમાં અવસ્થાનરૂપ જે પરિણામ છે તત્સ્વરૂપ અભિમત છે. અને તે સ્વભાવ=પરિણામ, નિષ્કષાયપણાની દશામાં સર્વ પદાર્થો પ્રત્યે જીવની માધ્યસ્થ્યપરિણતિ સ્વરૂપ છે. અને કષાયકણ=કષાયના અંશ, જ્યારે વર્તતા હોય ત્યારે પણ પુદ્ગલ ભાવોમાંથી જીવની જેવિરતિ છે તસ્વરૂપ છે, જેક્રિયાત્મક નથી પરંતુ જીવના પરિણામવિશેષરૂપ છે. અને આવો વિરતિરૂપ પરિણામ અત્યારે પણ અનુભવથી સિદ્ધ જ છે.
ટીકાર્ય :- ‘તત્ર ચ’ અને ત્યાં = તે ચારિત્રરૂપ સ્વભાવમાં, પ્રત્યેક કષાયોનું વિરોધીપણું છે અને યોગદુપ્રણિધાનાદિનું વિરોધીપણું છે. (અને) સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગથી અભિવ્યંગ્ય સ્વતંત્ર જ અર્થાત્ યોગ દ્વારા નહિ પરંતુ સ્વતંત્ર જ, આ = ચારિત્ર, અનુગત સ્વભાવવાળું છે=માધ્યસ્થ્યપરિણતિરૂપ અને વિરત્યાદિરૂપ બંને પ્રકારના ચારિત્રમાં અનુગત સ્વભાવવાળું છે. અને ત્યાં = તે ચારિત્રરૂપ સ્વભાવમાં, તેઓનું = કષાયોનું અને યોગદુપ્રણિધાનાદિનું, પ્રતિબંધકપણું આગમાદિના બળથી જાણવું.
દર ‘આમાતિાત્’ અહીં ‘વિ’ પદથી આગમાનુસારી યુક્તિ અને તથાવિધ સંપ્રદાયના બળથી જાણવું. દર ‘યોગનુળિયાનાવે: 'અહીં ‘આવિ’પદથી પ્રમાદનું ગ્રહણ કરવું અર્થાત્ પ્રમાદનું પણ ચારિત્ર વિરોધીપણું છે = પ્રમાદ પણ ચારિત્રનો વિરોધી છે.
ી ‘તેષાં તેમાં” પાઠ મુ. પુ.માં છે ત્યાં ‘તેષાં તેષાં ચ’ પાઠની સંભાવના છે અથવા‘તંત્ર = તેમાં પ્રતિવન્ધત્વમ્' આ પ્રમાણે હોવું ઉચિત લાગે છે.
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે કષાયો મધ્યસ્થપરિણતિરૂપ અને વિરત્યાદિક બન્ને પ્રકારના ચારિત્ર પ્રત્યે વિરોધી છે, કેમ કે અનંતાનુબંધી આદિ કષાયો વિરતિના નાશક છે અને સંજ્વલન કષાય યદ્યપિ વિરતિના નાશક નથી તો