________________
ગાથા : ૧૪૮. . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . .૭૧૭ પણ અતિચાર આપાદક છે માટે વિરોધી છે.
તે જ રીતે યોગદુષ્મણિધાનાદિનું પણ બંને પ્રકારના ચારિત્ર પ્રત્યે વિરોધીપણું છે, કેમ કે મન-વચન અને કાયાના યોગો દુષ્પયુક્ત હોય તો તે ચારિત્રના વ્યાઘાતક છે અને સમ્યફ પ્રયુક્ત હોય તો જ તે ચારિત્રના ઉપકારક
અહીં સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર સ્વતંત્ર જ અનુગત સ્વભાવવાળું છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, સંસાર અવસ્થામાં વિરત્યાદિ વખતે મન-વચન અને કાયાના યોગરૂપ પ્રયત્નથી તે સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર જન્ય હોવા છતાં તે જીવનામૂળભૂત પરિણામરૂપ છે. તેથી યોગને આધીન સ્વભાવ નથી પરંતુ પ્રારંભિક ભૂમિકામાં તેની નિષ્પત્તિમાં યોગ સહાયક છે, અને આથી જ યોગનિરોધ અને સિદ્ધાવસ્થામાં પણ તે જીવના સ્વભાવરૂપ હોવાથી સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર રહે છે.
ટીકા-સાસ્વમાવો યથાર્મવિશુધ્ધમાનો મોક્ષથેoોપનીયમાનો યથાશ્ચાતવારિત્રમત્યારહ્યા, स एव च शैलेश्यामत्यन्तं विशुद्ध्यमानो मोक्षलक्षणफलभाग् भवति। न च मोक्षदशायामपि तत्प्रच्यवः, स्वभावप्रच्यवे स्वभाववतोऽपि प्रच्यवप्रसङ्गात्। "श्यामत्वस्वभावपरित्यागेऽपि स्वभाववत आपाकनिहितस्य घटस्याभावाऽदर्शनात् नायं नियम" इति चेत्? न, असाधारणस्वभावपरित्यागे स्वभाविनिमज्जनस्यावश्यकत्वात्, न हि घटत्वस्वभावपरित्यागे घटोऽनुभूयते, चारित्रं च जीवस्याऽसाधारण: स्वभावः, गुणत्वाद्, ज्ञानादिवत्। तथा च लब्धस्वभावानां सिद्धानां स्वभावसमवस्थानरूपं चारित्रं निष्प्रत्यूहमेव।
ટીકાર્ય - “ વાર્થ અને તે આ સ્વભાવ યથાક્રમે વિશુદ્ધ થતો મોહના ક્ષયથી ઉપનીયમાન યથાખ્યાતચારિત્ર એ પ્રમાણે કહેવાય છે, અને તે સ્વભાવ જ શૈલેશી અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો મોક્ષલક્ષણફલવાળો થાય છે; અને મોક્ષદશામાં પણ તે સ્વભાવનો પ્રચ્યવનાશ, થતો નથી, કેમ કે સ્વભાવના પ્રચ્યવમાં=નાશમાં, અર્થાત્ સ્વભાવનો - નાશ થયે છતે, સ્વભાવવાન એવા આત્માનો પણ પ્રચ્યવ=નાશ, થવાનો પ્રસંગ આવે.
થાત્વિ'- અહીં સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, આપાકનિહિત = પાકમાં મૂકેલા, ઘડાના શ્યામત્વ સ્વભાવનો નાશ થવા છતાં પણ ઘટના અભાવનું અદર્શન હોવાથી, આ નિયમ = સ્વભાવનો નાશ થયે છતે તે સ્વભાવવાનનો નાશ થાય આ નિયમ, નથી. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે અસાધારણ સ્વભાવનો પરિત્યાગ થયે છતે સ્વભાવિના નિમજ્જનનું=નાશનું, આવશ્યકપણું છે. કેમ કે ઘટવ સ્વભાવનો પરિત્યાગ થયે છતે ઘટ અનુભવાતો નથી, અને ચારિત્ર જીવનો અસાધારણ સ્વભાવ છે ગુણ હોવાથી, જ્ઞાનાદિની જેમ.
ભાવાર્થ - અહીં વિશેષ એ છે કે ઘટનો શ્યામત્વ સ્વભાવ એ ઘટ સિવાય પટાદિમાં પણ રહે છે તેથી તે ઘટનો અસાધારણ સ્વભાવ નથી, પરંતુ ઘટ-પટાદિસાધારણ સ્વભાવ છે. અને સાધારણને સ્વભાવ એટલા માટે કહેલ છે કે શ્યામત્વ ઘટની સાથે તાદામ્યથી રહે છે, અને જે સાધારણ સ્વભાવ હોય તેનો નાશ થાય તો પણ સ્વભાવવાનનો નાશ થતો નથી. પરંતુ ઘટનો ઘટવ અસાધારણ સ્વભાવ છે, કેમ કે તે ફક્ત ઘટમાં જ રહે છે અને તે સ્વભાવનો