________________
૭૧૦. .. ... અધ્યાત્મમત પરીક્ષા..
. . .ગાથા : ૧૪૭ ચરમ સમયમાં જ પરમચારિત્રનો નાશ માનવો પડે, તેથી જે ક્ષણમાં તે ચારિત્ર ઉત્પન્ન કરાય છે તે જ ક્ષણમાં નાશ કરાય છે તે માનવારૂપ મોટું સંકટ આવે છે. માટે તે પરમચારિત્ર શાશ્વત જ છતાં મોક્ષજનક છે તેમ માનવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે સિદ્ધમાં ચારિત્ર નહીં માનનાર સિદ્ધાંતપક્ષી પરમયથાખ્યાતચારિત્ર શૈલેશીના ચરમ સમયે માને છે, અને સિદ્ધની પ્રથમ ક્ષણમાં તેનો નાશ માને છે. જ્યારે સંપ્રદાયપક્ષી એ કહેવા માંગે છે કે, જો સિદ્ધને પ્રથમ ક્ષણમાં ચારિત્રનો અભાવ તમારે માનવો હોય તો તેનો નાશ સિદ્ધની પ્રથમ ક્ષણમાં માની શકાય નહિ, પરંતુ શૈલેશીના ચરમ સમયે જ તેનો નાશ માનવો પડશે; કેમ કે તે ક્ષણમાં વિદ્યમાન વસ્તુનો જ તે ક્ષણમાં નાશ થઇ શકે. અને સિદ્ધની પ્રથમ ક્ષણમાં જો તે ચારિત્ર વિદ્યમાન હોય તો જ તે ક્ષણમાં તેનો નાશ થઈ શકે, અને તમે મોક્ષની પ્રથમ ક્ષણમાં ચારિત્ર માનતા નથી, માટે શૈલેશીની ચરમ ક્ષણમાં તેનો નાશ તમારે માનવો પડે અને પરમચારિત્ર ચૌદમા ગુણસ્થાનકની ચરમક્ષણમાં જ ઉત્પન્ન થાય છે, અને તે જ ક્ષણમાં તેનો નાશ તમે માનો તો ઉત્પત્તિક્ષણ અને નાશક્ષણ એક જ માનવારૂપ મોટું સંકટ (મોટો દોષ) આવે. માટે ચારિત્રને શાશ્વત સ્વીકારીને જ મોક્ષજનક છે એમ માનવું જોઇએ.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે જ્યારે ચારિત્ર ઉત્પન્ન થાય છે ત્યારે જ ચારિત્રનો નાશ સ્વીકારો તો મોટું સંકટ પ્રાપ્ત થશે. તેના નિવારણરૂપે કોઈ બીજા વડે યુક્તિ બતાવવામાં આવે કે ઋજુસૂત્રનયને અવલંબીને અમે પ્રવાહી ચારિત્રને માનીએ છીએ અને તે પ્રયત્નવિશેષરૂપ છે. તે પ્રયત્નવિશેષરૂપ ચારિત્ર ૧૪માં ગુણસ્થાનકના અંતસમય સુધી પ્રવાહરૂપે ચાલે છે અને મોક્ષની પ્રથમ ક્ષણમાં તે પ્રવાહનથી. તેથી ૧૪મા ગુણસ્થાનકની ચરમ ક્ષણમાં તે ચારિત્રની ઉત્પત્તિ અને ચારિત્રના નાશની પ્રાપ્તિનું મોટું સંકટ રહેશે નહિ. તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે
ટીકા - વૈદ્ય કવિશેષ પ્રવદ્યિારિત્ર તલાન નથતિ તેષામપિ તમોક્ષનનક્ષતિ वचोव्याघातमाप्नोति, न खलु कार्योत्पादसमयेऽसतः कारणत्वं नाम, तद्व्यतिरेके तद्व्यतिरेकाभावात्।
ટીકાર્યઃ- “વૈરથુષ્યતે” - વળી, પ્રયત્નવિશેષરૂપ પ્રવાહી ચારિત્રત્યારે=મોક્ષની પ્રથમ ક્ષણમાં, નાશ પામે છે એ પ્રકારે જેઓ વડે પણ કહેવાય છે, તેઓને પણ તે=પ્રવાહી ચારિત્ર, મોક્ષજનક છે એ પ્રકારના વચનનો વ્યાઘાત પ્રાપ્ત થાય છે, કેમ કે કાર્યના ઉત્પાદ સમયમાં અસત્ વસ્તુનું કારણ પણું નથી. કેમ કે તેના અસત્ એવી વસ્તુના, વ્યતિરેકમાં અભાવમાં, તવ્યતિરેકનો કાર્યના વ્યતિરેકનો, અભાવ છે. અર્થાત્ મોક્ષની ઉત્પત્તિક્ષણમાં અસત એવા પ્રવાહી ચારિત્રરૂપ વસ્તુના અભાવમાં મોક્ષના અભાવનો અભાવ છે અર્થાત્ મોક્ષનો સદ્ભાવ છે.
ભાવાર્થ - કેટલાક એમ કહે છે કે ચારિત્ર એ પ્રયત્નવિશેષરૂપ છે અને તે મૂળગુણમાં યત્નરૂપ છે, અને તે પ્રતિક્ષણ વૃદ્ધિ પામતું યથાખ્યાતચારિત્ર બને છે, અને તે યથાખ્યાતચારિત્ર પણ કર્મનિર્જરારૂપ કાર્ય કરે છે. પ્રતિક્ષણ તે ચારિત્રની ધારા નવી નવી ઉત્પન્ન થાય છે તેથી તે પ્રવાહી ચારિત્ર ૧૪માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી ચાલે છે અને કર્મની નિર્જરારૂપ કાર્ય કરે છે, અને મોક્ષની પ્રથમ ક્ષણમાં તે ચારિત્ર નાશ પામે છે. આ પ્રકારે જેઓ વડે સિદ્ધાંતપક્ષને માનનારા વડે, કહેવાય છે, તેઓ તે ચારિત્રને મોક્ષજનક પણ માને છે. પરંતુ તે વચન તેઓનું પરસ્પર વિરોધી છે, કેમ કે મોક્ષરૂપ કાર્યના ઉત્પાદ સમયમાં તે ચારિત્ર નથી તેથી મોક્ષરૂપ કાર્યમાં તે કારણ કહી