________________
૭૦૨.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા ૧૪૬
અન્તિિરયા વરૂ ? દંતા ગાવ હવ' [પ્રજ્ઞપ્તિ-રૂ-રૂ-૧૩ ] ત્યાવિ । નો યજ્ઞ ત્તિ=શૈલેશી રાઘોનनिरोधान्नो एजत इति।
--
ટીકાર્ય :- અંતે ભવાન્ને અંતક્રિયા, શૈલેશી અને અક્રિયા આ ત્રણે એકાર્થવાળા ભિન્ન શબ્દો છે. કેવી રીતે? એ પ્રમાણે કહે તો કહે છે – શૈલેશ=મેરુ, તેના જેવી નિષ્પકંપાવસ્થા શૈલેશી છે; અને તે જ=નિષ્પકંપાવસ્થારૂપ શૈલેશી જ, અંતે અંતક્રિયા એ પ્રમાણે કહેવાય છે. કેમ કે એજનાદિ=કંપનાદિ, તેના=અંતક્રિયાના, વિરોધી છે; અને અનેજનાદિનું=કંપનના અભાવનું, તેનું=અંતક્રિયાનું, ઉપકારીપણું છે. (તેથી અંતક્રિયા નિષ્વકંપાવસ્થારૂપ છે, માટે શૈલેશી સ્વરૂપ છે.)
વિશેષાર્થ :- અહીંવિશેષ એ છે કે નિષ્પ્રકંપ અવસ્થારૂપ જ અંતક્રિયા છે એ બતાવવા માટે એજનાદિને તેના વિરોધી કહ્યા, અને અનેજનાદિને તેના ઉપકારક કહ્યા, પણ અંતક્રિયા અનેજનાદિરૂપ છે એમ ન કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે, વસ્તુતઃ અનેજન એ નિષ્પકંપાવસ્થારૂપ જ છે, તો પણ નિષ્પકંપાવસ્થાને અનુકૂળ એવો યત્ન અનેજનથી ગ્રહણ કરેલ છે; અને એજનથી કંપનને અનુકૂળ યત્ન ગ્રહણ કરેલ છે. તેથી નિષ્વકંપાવસ્થારૂપ જે અંતક્રિયા છે તેની એજનક્રિયા વિરોધી છે અને અનેજનક્રિયા ઉપકારી છે તેમ કહેલ છે.
-
ટીકાર્ય :- ‘તથા’ અને તે પ્રમાણે પ્રજ્ઞપ્તિનો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે – ‘નાવ’ જ્યાં સુધી જીવ સદા સમિત = સમ્યગ્ યત્નવાળો છે, અને જ્યાં સુધી પરિણમન પામે છે = નવા નવા ભાવોરૂપે પરિણમન પામે છે = સમ્યક્ પ્રકારના યત્નવાળો હોવાના કારણે આત્માના વિશુદ્ધ-વિશુદ્ધતર નવા નવા ભાવોરૂપે પરિણમન પામે છે, ત્યાં સુધી તે જીવને અંતમાં મરણપ્રાપ્તિરૂપ અંતમાં સકલ કર્મક્ષયરૂપ અંતક્રિયા થાય છે? તે પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે કે, હે મૃગાપુત્ર! આ અર્થ સમર્થ નથી =અંતે અંતક્રિયા થતી નથી. તેથી બીજો પ્રશ્ન પૂછે છે તેના સમુચ્ચય માટે ‘તથા’ શબ્દ છે.
‘તથા’– અને જ્યાં સુધી હે ભગવંત! સદા સમિત = સદા સમ્યગ્ યત્નવાળો, એજનક્રિયા કરતો નથી = અનેજનને અનુકૂળ યત્ન કરે છે, અને જ્યાં સુધી તે તે ભાવને પરિણમન પામતો નથી, ત્યાં સુધી તે જીવને અંતમાં અંતક્રિયા થાય છે? તેના જવાબરૂપે ભગવાન કહે છે કે હા, થાય.
દર ‘દંતા’ પછી નાવ છે તે વાક્યાલંકારમાં છે. હત્યાવિ ભગવતીનો પાઠ છે.
ટીકાર્ય :- નો યવૃત્તિ - ભગવતીના પાઠમાં ‘નો નતે' એ પ્રમાણે કહ્યું તેનું કારણ શૈલેશીકરણ હોવાને કારણે યોગનિરોધ થાય છે, તેથી ‘નો ખતે’ એમ કહેલ છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે શૈલેશી અવસ્થા જ અંતે થનારી અંતક્રિયા છે એ પ્રમાણે કહેવાય છે, કેમ કે એજનાદિ તેના વિરોધી છે અને અનેજનાદિ તેના ઉપકારી છે. તેના દ્વારા શૈલેશી અવસ્થા જ અંતક્રિયા છે તેમ બતાવ્યું, અને ત્યાં સાક્ષીરૂપે પ્રજ્ઞપ્તિનો પાઠ બતાવ્યો. એ પાઠમાં “નો નતે કહ્યું. તેના દ્વારા યોગનિરોધને કારણે નિષ્પકંપાવસ્થા છે