________________
ગાથા : ૧૩૩ થી ૧૪૧. . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . .
••• . . . . .૬૭૧ કારણરૂપ છે અને ચારિત્ર કાર્યરૂપ છે. માટે કાર્ય-કારણભાવના ભેદથી જ્ઞાન અને ચારિત્ર ઉપયોગરૂપ હોવા છતાં જુદાં છે. અને વળી પ્રકૃધ્યમાણ ચારિત્ર પ્રકૃષ્ટ જ્ઞાનને પેદા કરે છે, અર્થાત્ ક્ષપકશ્રેણિમાં ચારિત્ર પ્રકૃષ્યમાણ હોય છે અને તે પ્રકૃષ્ટ એવા કેવલજ્ઞાનને પેદા કરે છે. તેથી ચારિત્ર કારણ છે અને કેવલજ્ઞાન કાર્ય છે. આ રીતે ચારિત્ર પણ ઉપયોગરૂપ છે અને કેવલજ્ઞાન પણ ઉપયોગરૂપ છે; આમ છતાં, કાર્ય-કારણના ભેદથી જ્ઞાન-ચારિત્રમાં ભેદ છે.
આનાથી એ ફલિત થયું કે પૂર્વભૂમિકામાં જ્ઞાન કારણ છે અને સમ્યગ્દર્શન કાર્ય છે. ત્યાર પછી સમ્યગ્દર્શન કારણ છે અને વિશિષ્ટ જ્ઞાન કાર્ય છે. એ જ રીતે પૂર્વભૂમિકામાં સમ્યજ્ઞાન કારણ છે અને ચારિત્ર કાર્ય છે. અને ત્યાર પછી પ્રકૃષ્ણમાણ ચારિત્ર કારણ છે અને કેવલજ્ઞાન કાર્ય છે.
ટીકાઃ- નવૅવપ્રવર્ષપ્રાપ્તિ જ્ઞાનમેવ ચરિત્રમત્યાપતિ બિલ્વમેવાથી રિપતિપન્ન જ્ઞાનમેવ सम्यग्दर्शनमित्यत्र कः प्रतिकारः? तस्मान्न वयं ज्ञानदर्शनचारित्राणामत्यन्तभेदं सहामहे। उक्तं च-[यो. शा. ४/२] आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥ . मोहत्यागात् तदेव आत्मज्ञानमेव तस्य आत्मनश्चारित्रमनाश्रवरूपत्वात्, तज्ज्ञानं तदेव ज्ञानं, बोधरूपत्वात्, तच्च दर्शनं तदेव दर्शनं, श्रद्धानरूपत्वादिति। इदमेव चाभिप्रेत्यैकादशप्रकाशविवरणेऽप्युक्तं - [६१ तमश्लोक ] "तस्मादनन्तज्ञानदर्शनचारित्रसुखवीर्यमयस्वरूपो मोक्षः सर्वप्रमाणसिद्धो युक्तः" इति। वस्तुतस्तु दर्शनचारित्रे ज्ञानोत्तरकालभाविनी परिणामविशेषौ न तु तत्प्रकर्षरूपे, कर्मान्तरविलयप्रसङ्गात्, इतरेतरलक्षणसार्यप्रसङ्गाच्च, प्रागुक्तं तु निश्चयनयाभिप्रायेणैव युक्तमिति ज्ञानादिवत् स्वतन्त्रश्चारित्राख्यो गुणः कथं न सिद्धानां सिद्धिसौधमध्यास्ते?! इति पूर्वपक्षः ॥१३३॥१३४॥१३५॥१३६॥१३७॥ १३८॥१३९॥१४०॥१४१॥
ટીકાર્ય બનતુથી સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે છે કે આ રીતે પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એ પ્રમાણે પ્રાપ્ત થયું. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે આ આમ જ છે, અર્થાત્ પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એમ તમે કહ્યું તે 'એમ છે. અન્યથા = પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એમ ન માનો તો, રુચિરૂપતાને આપન્ન એવું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે એમાં શું પ્રતિકાર છે?
ભાવાર્થ - નથી સિદ્ધાંતપક્ષીએ કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, આ રીતે = પૂર્વમાં તમે કહ્યું કે ઉપયોગરૂપ પ્રકૃધ્યમાણ ચારિત્ર, ઉપયોગરૂપ પ્રકૃષ્ટજ્ઞાનને પેદા કરે છે, એનાથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રકૃધ્યમાણ એવો ચારિત્રનો ઉપયોગ જ પ્રકૃષ્ટ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. તેથી પ્રકર્ષપ્રાપ્ત એવું જ્ઞાન જ તે વખતે કેવલજ્ઞાન વખતે, ચારિત્ર છે, અન્ય કોઈ ચારિત્ર તે વખતે નથી એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષમાં જ્ઞાનથી અતિરિક્ત કોઈ ચારિત્ર નથી.
તે તેના સમાધાનરૂપે સંપ્રદાયપક્ષી કહે છે કે, પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એમ તમે કહ્યું છે તેમ જ છે. અર્થાત કાર્ય-કારણભાવરૂપ જ્ઞાન અને ચારિત્રનો કથંચિત ભેદ હોવા છતાં, પ્રકર્ષપ્રાપ્ત કેવલજ્ઞાન જ ચારિત્ર છે તે રૂપ કથંચિત્ અભેદભાવ છે જ. અન્યથા = જ્ઞાન-ચારિત્રનો કથંચિત ભેદ હોવા છતાં કથંચિત્ અભેદ છે એમ ન માનો તો, રુચિરૂપતાને પામેલું એવું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે એમાં શું પ્રતિકાર છે?
આશય એ છે કે સિદ્ધાંતપક્ષીને સિદ્ધમાં સમ્યક્ત અને જ્ઞાન પૃથફરૂપે અભિમત છે; પરંતુ સિદ્ધમાં ચારિત્ર