________________
• • • •. . . . .૬૭૩
ગાથા -૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . કથન હોવાથી કથંચિત ભેદ પ્રાપ્ત થાય છે. અને મધ્યપ્રત્યય લાગેલો હોવાથી અર્થાત્ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, ઇત્યાદિ સ્વરૂપ કહેવાથી તે સર્વ કથંચિત્ એકરૂપ છે એમ પ્રાપ્ત થાય છે.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અત્યંત ભેદને અમે સહન કરતા નથી, અને કથંચિત્ અભેદ છે તે બતાવવા માટે યોગશાસ્ત્ર ૧૧મા પ્રકાશના વિવરણનો સાક્ષીપાઠ આપ્યો. તેના દ્વારા એ પ્રાપ્ત થયું કે સમ્યગુ જ્ઞાન જ જ્યારે મોહના ત્યાગના કારણે પ્રકર્ષને પામે છે ત્યારે, દર્શન અને ચારિત્ર સ્વરૂપ હોય છે. તેથી જ મોહના ત્યાગથી આત્માના વેદનરૂપ જે પ્રકૃષ્ટ જ્ઞાન તે જ દર્શન અને તે જ ચારિત્રરૂપ છે. અને તેનાથી એ સિદ્ધ થયું કે જ્ઞાનના પ્રકર્ષરૂપ દર્શન અને ચારિત્ર છે. તેથી વસ્તુતઃથી ગ્રંથકાર બતાવે છે તે કથન દષ્ટિવિશેષથી છે, પણ સર્વથા સંમત નથી.
ટીકાર્ય વસ્તુતઃ' વસ્તુતઃ સમ્યગ્દર્શન અને ચારિત્ર જ્ઞાનોત્તરકાલભાવી પરિણામવિશેષરૂપ છે, નહિ કે તેના = જ્ઞાનના, પ્રકર્ષરૂપ. કેમ કે કર્માન્તરના વિલયનો પ્રસંગ છે.
ભાવાર્થ - જેમ જ્ઞાનાવરણીયકર્મના વિગમનથી જ્ઞાન પ્રાદુર્ભાવ થાય છે, તેમ દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મના વિગમનથી અનુક્રમે દર્શન અને ચારિત્ર પ્રાદુર્ભાવ થાય છે. પરંતુ જો જ્ઞાનના પ્રકર્ષરૂપ દર્શન અને ચારિત્ર હોય તો જ્ઞાનાવરણીયકર્મના વિગમનથી દર્શન અને ચારિત્ર પણ પ્રાદુર્ભાવ થવા જોઇએ, અને તેમ
માનવાથી જ્ઞાનાવરણીયથી ભિન્ન એવું દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ કર્માન્તરના વિલયનો પ્રસંગ પ્રાપ્ત . થાય, અર્થાત્ તે કર્મને નહિ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ઉત્થાન અહીંનિશ્ચયનય સમાધાન કરે કે વાસ્તવિક રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ્ઞાનાવરણીયનાવિગમનથી જપ્રાદુર્ભાવ પામે છે, પરંતુદર્શનમોહનીયના ક્ષયોપશમાદિની સાથે અવિનાભૂત એવા જ્ઞાનાવરણીયનાવિગમનથી પ્રાદુર્ભાવ થયેલ જ્ઞાન, સમ્યગ્દર્શનના વ્યપદેશને પ્રાપ્ત કરે છે; અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિની સાથે અવિનાભૂત એવા જ્ઞાનાવરણીયના વિગમનથી પ્રાદુર્ભાવ થયેલું જ્ઞાન, ચારિત્રના વ્યપદેશને પ્રાપ્ત કરે છે; તેથી પ્રકર્ષ પામેલ જ્ઞાન જ દર્શન અને ચારિત્રસ્વરૂપ છે. અને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ દર્શન અને ચારિત્રનાં આવારક કર્મો નથી, પરંતુ જ્ઞાનના જ આવારક છે. આમ છતાં, જેમ કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવમાં કેવલજ્ઞાનાવરણીયનો વિનાશ કારણ છે, તો પણ કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ માટે મોહના ક્ષયની આવશ્યકતા હોય છે; - તેમ જ્ઞાનાવરણીય વિશેષના વિગમનમાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ક્ષયની અપેક્ષા રહે છે; માટે કર્માન્તરના વિલયનો પ્રસંગ પ્રાપ્ત નહિ થાય, અને દર્શન અને ચારિત્ર જ્ઞાનસ્વરૂપ જ સિદ્ધ થશે. તેથી બીજો હેતુ કહે
ટીકાર્ય - “ફોતર' ઇતરેતરલક્ષણના સાંર્યનો પ્રસંગ આવશે.