________________
ગાથા ૧૩૩ થી ૧૪૧......... અધ્યાત્મમત પરીક્ષા .................૬૬ કહે છે કે અરિત્ર ભલે ઉપયોગરૂપ હોય તો પણ તે યોગસાપેક્ષ છે, અર્થાત્ પ્રશસ્ત મન-વચન-કાયાના યોગના બળથી નિર્જરાને અનુકૂળ એવો ઉપયોગ પ્રવર્તે છે જે ચારિત્ર સ્વરૂપ છે, તો પણ, યોગનિરોધ થવાથી ચારિત્ર રહેતું. નથી, માટે સિદ્ધોને ચારિત્ર નથી.
સ્વકથનની જ પુષ્ટિ કરતાં સિદ્ધાંતપક્ષી કહે છે - ટીકાર્ય - રર આ રીતે યોગસાપેક્ષ હોવાથી ઉપયોગરૂપ ચારિત્રનો વિલય માનશો તો ઉપયોગના વિલયમાં નિરામ્યની આપત્તિ આવશે એમ ન કહેવું, કેમ કે ખંડ ઉપયોગના વિલયમાં પણ અખંડ ઉપયોગનો અવિલય છે.
ભાવાર્થ:-ચારિત્રને ઉપયોગસ્વરૂપ માનીએ અને તે યોગસાપેક્ષ હોવાથી યોગના વિલયથી તેનો વિલય માનીએ, તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેથી ઉપયોગના અભાવને કારણે આત્માના અભાવની પ્રાપ્તિ થાય. તેથી તેના નિવારણરૂપે સિદ્ધાંતપક્ષ કહે છે કે, યોગસાપેક્ષ એવા ખંડ ઉપયોગનો વિલય યોગ જવાને કારણે થાય છે તો પણ જ્ઞાનસ્વરૂપ અખંડ ઉપયોગનો અવિલય છે.
' કહેવાનો આશય એ છે કે, જીવને સંસારમાં દરેક અવસ્થામાં જ્ઞાનનો ઉપયોગ ચાલે જ છે, તો પણ કોઇક પદાર્થ વિષયક જે ઉપયોગ છે તે ઉપયોગવિશેષ છે તે ખંડ ઉપયોગ છે. તેથી જેમ ઘટનો ઉપયોગ નાશ થાય છે તો પણ જીવ ઉપયોગ વગરનો થતો નથી, તે રીતે યોગસાપેક્ષ એવા ચારિત્રના પરિણામરૂપ ઉપયોગ નાશ થવા છતાં જીવના લક્ષણ સ્વરૂપ અખંડ ઉપયોગનો અવિલય છે; માટે નૈરાભ્યની આપત્તિ નથી, આ રીતે ઉપયોગરૂપ ચારિત્ર સ્વીકારીને સિદ્ધમાં ચારિત્રનો અભાવ સિદ્ધાંતપક્ષ સિદ્ધ કરે છે.
ટીકાર્થ:“ર' સિદ્ધાંતપક્ષના કથનનું નિવારણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું ક્ષયિત્વેર - કેમ કે ક્ષાયિકપણા વડેચારિત્રના નાશનો અયોગ છે. અન્યથા = ક્ષાયિકપણું હોવા છતાં ચારિત્રનો નાશ માનો તો, ચારિત્રમોહક્ષયના નિષ્કલત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ - ચારિત્રમોહનીયના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલ જે ઉપયોગરૂપ ચારિત્ર તેનો નાશ થઈ શકે નહિ. અને જો નાશ માનવામાં આવે તો ચારિત્રમોહનીયના ક્ષયનું કોઈ કાર્ય નથી તેમ માનવાનો પ્રસંગ આવે. માટે યોગના વિલયથી ક્ષાયિકચારિત્રનોવિલય માની શકાય નહિ, માટે સિદ્ધમાં ચારિત્ર છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષીનું કહેવું છે.
ટીકાર્ય - “વારિત્રસ્ય' અહીં સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, ચારિત્રની પરમવિશુદ્ધિ જ ચારિત્રમોહનીયના ક્ષયનું ફળ છે, માટે ચારિત્રમોહક્ષયના નિષ્કલત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે નહિ.
ભાવાર્થ - ક્ષપકશ્રેણિમાં સંપૂર્ણ ચારિત્રમોહનીયનો ક્ષય થાય છે ત્યારે જ કેવલજ્ઞાન વખતે ચારિત્રની પરમવિશુદ્ધિ=મકૃષ્ટ ચારિત્ર, પ્રાપ્ત થાય છે, તે જ ચારિત્રમોહનીયના ક્ષયનું ફળ છે. અને ત્યાર પછી યોગનો વિલય થવાથી યોગસાપેક્ષ એવા ઉપયોગરૂપ ચારિત્રનો વિલય થાય છે; તેથી સિદ્ધમાં ચારિત્ર નથી. અને ૧૩માં ગુણસ્થાનકે નિષ્પન્ન થયેલ ચારિત્રની પરમવિશુદ્ધિ જ ચારિત્રનું ફળ છે; માટે સિદ્ધમાં ચારિત્ર નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષીનું કહેવું છે.