Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કમંડલુ-કપાલ-દંડ-શ્વેત કે રક્ત વસ્ત્રો આદિ ધારણ કરવાથી શું ? તેમ કેશનો લોચ કરવાથી પણ શું ? ખરું વ્રત તો સ્વીકાર કરેલા વ્રતનું પરિપાલન કરવું એજ છે.
પછી એ સદ્ગત રાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો તે પ્રજાજનનાં મનોરંજન કરતો રાજ્યગાદી શોભાવવા લાગ્યો; સુવર્ણનો કાન્તિમાન કળશ ઉત્તમ દેવમંદિરના શિખરને દેદીપ્યાન કરે છે તેમ. એકદા એણે પોતાની અપર માતાને કહ્યું-તમે આ મારું અખિલ રાજ્ય ગ્રહણ કરો; તમારા ઉભય પુત્રો એના સ્વામી થાઓ; હું તો હવે આ ભવથી ઉદ્વિગ્ન થયેલો છું તેથી પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. આમ નરપતિએ પોતે આવીને આપવા માંડ્યું છતાં એ એને ગમ્યું નહીં, કારણકે “લ્યો, લ્યો” કહેતાં તો તસ્કરો પણ ગ્રહણ કરતા નથી. પણ એકદા એ અપરમાતાએ એને રાજમાર્ગ પર હસ્તિરથ-અશ્વ-ચામર-છત્ર અને બન્દિજનોના સમૂહથી શોભી રહેલો, મંડલિક અધિપતિઓ, મુખ્ય અમાત્યો અને પ્રતિહાર આદિ પરિવારથી સંયુક્ત હરતો ફરતો જોયો એટલે એને પશ્ચાત્તાપ થયો તેથી ચિંતવવા લાગી “એક વખતે એણે મને રાજ્ય આપવા માંડ્યું હતું છતાં પણ તે મને ગમ્યું નહીં. હવે મારે શું કરવું ? હવે મારે ફક્ત હાથ ઘસવા રહ્યા ! જો મેં તે સમયે રાજ્યગ્રહણ કર્યું હોત તો મારા પુત્રો પણ નિશ્ચયે આવો વૈભવ ભોગવત.” ખરું જ કહ્યું છે કે અલ્પમતિ જનોને યોગ્ય સમયે વિચાર સુઝતો નથી.
તથા
આમ કરતાં એ અપરમાતાને એક એવો વિચાર સુઝયો કે હવે તો હું એનો ઘાત કરું તોજ રાજ્ય મારા પુત્રોનું થાય. બરાબર યોગ્ય સમયે ફળ ન તોડાણું તો છેવટે હવે ક્ષુધા લાગી ત્યારે તોડું. ત્યારે હવે શું હું એને વજ્જી ચરી નાખું ? તીક્ષ્ણ ખડ્ગથી વિદારી નાખું ? જળને વિષે ડુબાવી દઉં કે અગ્નિથી મૃત્યુ પમાડું ? એ રાંક જેવો શું કરવાનો છે ? એનામાં કાંઈ સત્ત્વ નથી.” આમ નિશ્ચય ઉપર આવ્યા પછી એણે પોતાના કાર્યની સિદ્ધિને અર્થે રસોઈયાને આજ્ઞા કરી કે “આ મારો પુત્ર સુધા
૧. સંસાર તજી વિરક્ત થયેલા યોગીજનો પાસે આ વસ્તુઓ હોય છે એ ઉપરથી એઓ ઓળખાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૨૧