Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 237
________________ ૧૯. ૧૮. મર્કટે કરેલી ભક્તિ. નિદ્રાયમાણ રાજાના શરીર પર આવી આવીને બેસતા ભ્રમરની પીડા ટાળવાને, રક્ષક તરીકે રહેલા વાનરે, એ ભ્રમરને તલવારવતી મારવા જતાં રાજાના જ શરીરના ટુકડા કર્યા-એ મર્કટભક્તિનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. ૨૩. ૧૦. એવા પુત્રને એવું જ વરદાન હશે. આને સ્થાને એવી માતાના પુત્રે એમ જ કરવું ઉચિત હતું એમ જોઈએ. ૨૫. ૨૮. એને એઓ... રાખવી પડે છે. આને સ્થાને “એને એઓ, ઈષ્ટદેવનું સ્મરણ કરવું પડે એવી અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં મૂકે છે' આમ વાંચવું. ૨૮. ૨૭. સુંદર સ્ત્રીઓને. આની જગ્યાએ “સ્ત્રીઓને જોઈએ. ૨૯. ૨૫. અસદ્ આચરણ. આના બદલે અશુભ કર્મ વાંચવું. ૩૨. ૧૬. બ્રહ્મચર્યની નવ વાડ. આને માટે જુઓ પૃષ્ઠ ૨૦૨ની પંક્તિ ૨૩થી.. ૩૩. ૫, ગચ્છ- એક આચાર્યની મર્યાદા-ધર્મશાસનમાં રહેનારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના સમુદાય કે સંઘવિભાગ ગચ્છ' કહેવાય છે. ૩૩. ૬. નવપૂર્વ-ધારી. જે લખવામાં એક હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા વિસ્તારવંત) શાસ્ત્રને “એક પૂર્વ' કહે છે. બે હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા શાસ્ત્રને બે પૂર્વ; ચાર હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા શાસ્ત્રને ત્રણ પૂર્વ કહે છે. એમ ઉત્તરોત્તર અનુક્રમે અકેક ‘પૂર્વ માટે શાહી બમણી બમણી કરતા બસોને છપ્પન હસ્તિપ્રમાણ શાહીથી લખાય એટલા શાસ્ત્રને “નવ પૂર્વ' કહે છે. “નવપૂર્વ' શાસ્ત્રના જ્ઞાનવાળા નવપૂર્વધારી કહેવાય. ૩૩. ૨૩. આયુષ્યનાં દળ. આયુષ્ય-આયુષ્યકર્મ-ના થર. (આઠ પ્રકારનાં કર્મમાં એક આયુષ્યકર્મ છે.) ૩૩. ૨૭. કારૂ. કારીગર. ૩૫. ૧૫. શત્રુનું દળ. શત્રુનું સૈન્ય. ૨૨૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250