Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 244
________________ અગ્નિસંસ્કાર જ હોય. ૧૪૮. ૧૫. આ પ્રમાણે અભયકુમારે... શરૂ રાખ્યું. આને સ્થાને “બુદ્ધિરૂપી કમલિનીનો વિકાસ કરવામાં ચંદ્રોદય સમાન-એવા અભયકુમારે નિત્ય આ પ્રમાણે કરવું શરૂ રાખ્યું.” એમ વાંચવું. ૧૪૮. ૨૧. આષાઢમાસના દિવસ જેવી ક્ષણ. સર્વ દિવસોમાં આષાઢમાસના દિવસો બહુ લાંબા-ખુટે નહીં એવા; તેમ ક્ષણ પણ ખૂટે નહીં એવી. સર્ગ નવમો ૧૫૩. ૧૪. તારું સુખ જોઈને જઈશ. “તારું દુઃખ લઈને જઈશ' એમ પણ કહેવાય. ૧૫૫. ૧૧. પુત્રપ્રાત્યન્તરાય કર્મનો ક્ષયોપશમ. પુત્રપ્રાપ્તિમાં અંતરાય કરનાર કર્મનો ક્ષય. ૧૫૬. ૬. રત્નદ્વીપ. જ્યાં બહુબહુ રત્નો જડતાં હતાં એવો એક દ્વીપ. પૂર્વે ઘણા લોકો રન મેળવવાને ત્યાં જતા એવું રાસ, વાર્તાઓ વગેરેમાં વાંચવામાં આવે છે. ૧૫૭. ૨૫. વિટ. વ્યભિચારી પુરુષો. ૧૫૮. ૧૧. પુષ્પધવા. પુષ્પના ધનુષ્યવાળો. કામદેવને કવિઓએ ધનુર્ધારી કપ્યો છે, અને એ ધનુષ્ય પણ “પુષ્પનું કહ્યું છે. ૧૫૯. ૧૫. અવર (કલ્પવૃક્ષ). ગૌણ, અલ્પપ્રભાવવાળું. ૧૬૧. ૧. જાગતાને પાડી (મળ); ઊંઘતાને પાડો (મળે). પાડી મળે એ દૂધ આપે એટલો જાગતાને લાભ. પાડો મળે એ શું આપે ? કંઈ નહીં. એટલો ઊંઘતાને ગેરલાભ. અહીં કૃતપુણ્ય ઊંઘી ગયો એટલે એને ગેરલાભ થયો. ૧૬૧. ૧૯. ગંધર્વ નગર. આકાશમાં દેખાતું કથિત નગર, જે ક્ષણવાર દેખાઈને લુપ્ત થઈ જાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૫

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250