Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૧૭૩. ૨૧. અનંતાનુબંધી (ક્રોધ). અનંત અનુસંધાનવાળો; શરૂને શરૂ જ રહે-કાયમ ટકી જ રહે એવો.
૧૭૪. ૨૧. પ્રાણાયામ. શ્વાસરૂંધવો. દેવતા આદિના નામોનું અથવા એમના ગુણોનું મનન કરતી વખતે શ્વાસને રૂંધવોએ ક્રિયા “પ્રાણાયામ' કહેવાય છે.
૧૮૨. ૩. કેશની વેણી બાંધી લીધી. પુષ્પ આદિથી કંઈપણ વિભૂષા-શોભા કર્યા વિના, સમસ્ત કેશની એક જ વેણી બાંધી લીધી. આ, અને એની સાથે જણાવેલાં બીજાં, પ્રવાસે ગયેલા પતિની પતિવ્રતા સ્ત્રી (=પ્રોષિતભર્તૃકા)નાં લક્ષણો છે.
૧૮૭. ૩. લેપ્યમયી (પ્રતિમા.) લેપની, પ્લાસ્ટરની.
૧૯૩. ૪. મોહરાજાના મસ્તક પર... ઈત્યાદિ. આવો જ વિચાર કવિએ આ ચારિત્રના સર્ગ ત્રીજામાં બતાવ્યો છે. (જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ ૧૧૭ પંક્તિ ૧૮.)
૧૫. ૫. અવ્યવહારિક રાશિ. બીજાઓની સાથે જેમને વ્યવહાર નથી એવો સમૂહ-જાતિ, સૂક્ષ્મ નિગોદના જીવ, આ “રાશિ” ના હોય. એ “રાશિમાંથી નીકળી બીજા જીવોની સાથે વ્યવહારમાં આવે-ભેળાયા ત્યારે “વ્યવહારિક રાશિમાં આવ્યા કહેવાય.
૧૯૫. ૮. ઉત્સર્પિણી અને અવસર્પિણી. આ બે કાળચક્ર છે. ઉત્સર્પિણી ચઢતો કાળ. (એમાં લોકોની સમૃદ્ધિ આદિ વૃદ્ધિ પામતાં જાય. અવસર્પિણી–ઉતરતો કાળ.) (એમાં એ ન્યૂન થતાં જાય.)
૧૫. ૧૨. દશદષ્ટાન્ત દુર્લભ. “મનુષ્યભવની દુર્લભતા' ઉપર દશ દષ્ટાન્તો છે. શાસ્ત્રકારોએ અમુક દશ દુર્લભ ઘટનાઓ બતાવીગણાવી છે તેવી જ આ મનુષ્યભવપ્રાપ્તિરૂપ ઘટના પણ દુર્લભ છે.
૨૦૧. ૧૨. સંયમના સત્તર ભેદ. સત્તર ગુણયુક્ત સંયમ. પાંચમહાવ્રતનું પરિપાલન-એ પાંચ ગુણ; ચારે કષાયના નિરોધરૂપ ચાર ગુણ; પાંચ ઈન્દ્રિયોના નિરોધરૂપ પાંચગુણ અને ત્રણ દંડના નિરોધરૂપ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક)
૨૩૭