Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text ________________
૧૦૬. ૪. મહારથિ. મહાન યોદ્ધો, શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હોય, અને દશસહસ્ર ધનુષ્યધારીઓની સામે ટક્કર ઝીલી શકે-એ “મહારથિ'ની વ્યાખ્યા છે.
૧૦૮. ૩. મોહનીય-કર્મની ત્રણ પ્રકૃતિ. સમકિતમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય-એ ત્રણ.
૧૦૮. ૧૭. જુહારવાને. જુહાર કરવાને; દર્શન-વંદન કરવાને.
૧૦૮. ૨૧. ત્રણ નૈષેલિકી કહીને. “મનથી, વચનથી અને કાયાથી ઘરસંબંધી સર્વ વ્યાપારનો નિષેધ-ત્યાગ કરું છું.” એમ કહીને.
૧૧૧. ૧૨. ભિન્ન ભિન્ન (ગતિ.) દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. (એમ ચાર.)
૧૧૨. ૨૨. સ્વાધ્યાય, વંદનક. સામાયિક, પ્રતિક્રમણ.
૧૧૭. ૨. સીત્તેર પ્રધાનની વાર્તા. આ “સૂડાબ્દોંતેરી' નામની પ્રસિધ્ધ લોકવાર્તા હશે.
૧૨૯. ૨૦. મિથ્યાત્વ. શુદ્ધ ન હોય એવા દેવ-ગુરુ-ધર્મને વિષે શ્રદ્ધા રાખવી એ.
૧૪૦. ૧૧. રાજ્યોગ થયો હોય. રાજા થવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોય; રાજ્ય મળ્યું હોય.
૧૪૩. ૧૩. પલ્યોપમ ‘પલ્યોપમ'-સાગરોપમ' આદિ “કાળના' માપ છે.
૧૪૩. ૧૫. રજુ. એ ભૂમિ-ક્ષેત્રનું માપ છે.
૧૪૩. ૨૭. અગ્નિભીરૂ. એ નામનો પ્રધોતરાજાનો રથ. (એનાં રાજ્યનાં ચાર રત્નોમાંનું એક.) જુઓ પૃષ્ઠ ૧૨૪. પ.૧૭.
૧૪૪. ૧૬. પ્રદ્યુમ્નકુમાર. કૃષ્ણના આ એક કામદેવસમાન અત્યંત સૌંદર્યવાન પુત્રનું પણ એકદા હરણ થયું હતું.-એનું આ દષ્ટાંત છે.
૧૪૬. ૫. અગ્નિથી દગ્ધ થયેલાને-ઈત્યાદિ. અગ્નિથી દગ્ધ થયેલો-દાઝી જવાથી મૃત્યુ પામેલો-હોય એને, પછી તો અગ્નિનું શરણ
૨૩૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
Loading... Page Navigation 1 ... 241 242 243 244 245 246 247 248 249 250