Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 241
________________ સ્વરૂપવાળું' એવો લેવો. (વિરોધાભાસ અલંકાર.) ૧૩. ૧૭. ખંઢ. વીર્ય શૌર્યહીન-નપુંસકો. ૧૩. ૧૭. સાંઢ. વીર્યશૌર્યવાળા-(સાંઢ જેવા) સમર્થ પુરુષો. ૭૪. ૩. દંડપાશિક. પોલીસના માણસો. ૭૪. ૨૨. રૂદ્ર. કૈલાસ પર શંકરની સાથે રહેનારા એનાજ સ્વરૂપના પણ ઓછા અધિકારવાળા અગ્યાર રૂદ્રો છે. ૭૫. ૧૧. બ્રહ્મહત્યા અને મહેશ્વર. મહેશ્વરને મારવા એની પાછળ બ્રહ્મહત્યા દોડી હતી એવી કંઈ પુરાણની વાત છે. ૭૫. ૨૮. સૌધર્મ-ઈન્દ્ર અને ઈશાન-ઈન્દ્ર. બંનેને ભિન્ન ભિન્ન અધિકાર છે; એકને દક્ષિણ દિશાનો અને બીજાને ઉત્તર દિશાનો. ૭૬. ૫. ગડુચી. એક પ્રકારની વનસ્પતિ. એ અનંતકાય હોવાથી પાણી છાંયે તાજી થાય છે. ૭૭. ૫. ઉષરક્ષેત્ર. ક્ષારવાળી ભૂમિ, ખારાપટ. ૭૮. ૧૧. ઈન્દ્રવારૂણીના ફળ. આ ફળ દેખાવડાં છે; એમાં કોઈ જાતનો ગુણ નથી-રસકસ વિનાનાં છે. ૮૦. ૨૩. સાતે કર્મોના બંધનથી. ઉપર પૃષ્ઠ ૩૬ પં.૧.ની નોટમાં આઠ કર્મ ગણાવ્યાં છે એમાંથી આયુષ્યકર્મ બાદ કરતાં બાકીના સાતે કર્મો, મોહાદિ જેનાં શાંત થયાં છે એવો પ્રાણી બાંધે નહીં. (આયુષ્ય કર્મ બાંધે તે હરકોઈ એક વખત જ બાંધવાનું હોય.) ૮૭. ૬. ક્ષેપક મુનિ. પરમાત્માએ “ગુણ'ના ઉત્તરોત્તર ચૌદ સ્થાન કે ક્રમ (પગથીયાં), અને એ ચૌદ ક્રમની એક શ્રેણિ બતાવી છે. એ શ્રેણિના સાતમે ક્રમે કે સ્થાને પહોંચ્યા પછી કોઈ મુનિ કર્મને એકદમ નાબુદ ન કરી શકતાં, ઉપશમાવતા-શાંત પાડતા પાડતા આગળ વધતા જાય એ મુનિ ઉપશામક મુનિ કહેવાય; અને જે મુનિ(કર્મને) ખપાવતા એટલે એકદમ નાબુદ કરતા કરતા આગળ વધતા જાય એ ક્ષેપકમુનિ કહેવાય. વળી બંનેની શ્રેણિ અનુક્રમે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ કહેવાય. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૩૨

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250