Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દઉં, તારા માતપિતાને સોંપતો હોઉં તેમ. જેને તારા જેવી સુંદર સ્ત્રી મળેલી છે, અર્થાત જે તારો પતિ છે, તે મારે પૂજ્ય જ છે. જેના પર રાજમુદ્રા મારેલી (છાપેલી) હોય તે દ્રમ (સિક્કા) કેમ સ્વીકારાયા વિના રહે ? મને પણ લાગ્યું કે “મારું મનોરાજ્ય જરૂર પરિપૂર્ણ થશે અને પલ્લપતિની સાથે મારે પૂર્ણ પ્રીતિ થશે. આમ એક કાર્યમાં બે કાર્ય થશે.”
પણ એનાં, અમૃતસમાન છતાં મારો આદર સત્કાર કરવા વિષેનાં હોવાથી, વિષતુલ્ય વચનો મારી સ્ત્રીને ગમ્યાં નહીં. તેથી એણે એના તરફ જોઈને “મને અતિ કષ્ટ-શૂળ ઉત્પન્ન કરનારાં અનિષ્ટ વચનો ક્યાંથી બોલે છે.” એવા ભાવને સૂચવનારી ભ્રકુટી ચઢાવી. એટલે એનો ભાવ સમજી જઈ એ બોલ્યો-હે સુંદરી ! આ તો મેં તારી પાસે મશ્કરીમાં કહ્યું છે. જો પૂછતી હો તો સત્ય વાત આ છે કે હવે તને પાછી આપી. દેવાની વાત હોય નહીં. સમુદ્રનું મંથન કરીને અતિ કષ્ટ શ્રીકૃષ્ણ લક્ષ્મી આવ્યા તે શું પાછી આપી દેવાને લાવ્યા હતા ? અરે, હું તો ઊલટો એને નિર્દયપણે ગાઢબંધનથી બાંધી ચાબકાવતી ખૂબ મારી મારીને મારા હાથની ખરજ ભાંગ.” અહો ! “વસ્તુ એક અને ઘરાક ઘણા” એથી કેવી મોટી શત્રુવટ થાય છે ? મને તો એ શબ્દો સાંભળીને મારી સ્ત્રીનું ચરિત્ર વંશજાળ જેવું અગાધ જ જણાયું. એ દુષ્ટાએ એવી મીઠી વાણીથી મને બોલાવ્યો, એવો આશ્વાસક સંદેશો પણ કહેવરાવ્યો, આવો ઉત્તમ આદરભાવ. બતાવ્યો અને વળી મને જોઈને કેવી રડી પડી-એ સર્વ એણે મને મારી નાખવાને જ માટે કર્યું ! અથવા તો ખરું જ કહેવાય છે કે છાગ એટલે બકરાંને પોષે છે તે અંતે એને મારી નાખવાને જ.
પલંગની નીચે રહ્યો રહ્યો હું આમ ચિંતવન કરતો હતો ત્યાં તો. મારી સ્ત્રીએ નેત્રસંજ્ઞાએ પલિપતિને મારી ખબર આપી દીધી. એટલે તો એણે મને કેશ પકડીને જોરથી પલંગ નીચેથી બહાર ઘસડી કાઢ્યો અને ચામડાની વાધરીવતી એક થાંભલા સાથે બાંધ્યો; તે ચોરીનું કામ કેવું હોય. છે તેની હજુ હવે ચોરોને સમજણ પાડવાને માટે જ જાણે હોય નહીં! પછી વળી નવા અશ્વને ઉત્તમ શિક્ષણ દેતી વખતે કરવામાં આવે છે તેવી રીતે મને ચાબકા વતી અનેક પ્રહાર કર્યા અને માર પણ માર્યો. આવો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)