Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 227
________________ પેઠે ભવોભવ સુધા અને તૃષ્ણાના દુઃખ સહન કર્યા કરે છે. એ વાત આ પ્રમાણે છે: અનેક યોગયુક્ત-અને પુરચ્છિષ્ટ-પ્રદેશોથી પૂર્ણ-તથા સતત સ્થિર-ક્ષેત્રજ્ઞ હોય નહીં એવા આ જ ભરતક્ષેત્રને વિષે, અપ્સરાઓના તથા સુમનના વિજયવંત-એવા વિમાનમુનિઓથી સંકુલ અમરાવતી હોય નહીં એવી ગંધિલાવતી નામની નગરી છે. એ નગરીમાં જાણે દેવલોકથી સાક્ષાત્ વિમાન ઉતરી આવ્યું હોય નહીં એવું શક્રાવતાર નામે જિનમંદિર હતું. એ મંદિર પ્રાયઃ સર્વ લોકો દર્શન-પૂજા-અર્થે આવતા; અથવા તો સત્ય જ કહેવાય છે કે ગંગા કાંઈ કોઈએકના બાપની નથી. ત્યાં આનંદ શ્રાવક જેવો કોઈ સંકાશ નામનો શ્રાવક રહેતો હતો. તે જ્ઞાન-દર્શન અને ચારિત્ર-ત્રણેયથી સમલંકૃત હતો; બાર વ્રતધારી હતો; દાન, શ્રદ્ધા અને તપશ્ચર્યામાં અનુરકત હતો; નિત્ય ત્રણ વખત દેવપૂજા અને બે વાર પ્રતિક્રમણ કરતો; અને પાપનાં કાર્યોથી દૂર રહેતો. એ આ દેવમંદિરમાં નામું ઠામું રાખતો અને વિવિધ યુક્તિઓ વડે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો. એટલે એના પર વિશ્વાસ બેસી જવાથી કોઈ એના કામમાં વચ્ચે આવતું નહીં; અથવા તો ભવિતવ્યતા જ એવી હશે. અનુક્રમે એકદા આ શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ સંકાશે કેટલુંક દેવદ્રવ્ય પોતાના ઉપયોગાર્થે ગ્રહણ કર્યું-તે જાણે વિષનો ભરેલો કાળો નાગ ગ્રહણ કર્યો હોય નહીં ! પોતાનું કામ પતી ગયા પછી પણ એ દ્રવ્યા એણે પાછું મૂક્યું નહીં; અથવા તો આવા બનાવો બને છે માટે જ ૧. અહીં ભરતક્ષેત્રને ક્ષેત્રજ્ઞ એટલે “આત્મા'ની ઉપમા આપી છે. યોગયુક્ત ધનવાન; (પક્ષે) ચિત્તની એકાગ્રતાવાળા. પુરચ્છિષ્ટાનગરોનો આશ્લેષ કરીને રહેલા; (પક્ષે) શરીરને આશ્રયીને રહેલા. પ્રદેશ દેશ; (પક્ષે) આત્મપ્રદેશ. સદાસ્થિર નિશ્ચળ (ભરતક્ષેત્ર); (પક્ષે) શાશ્વત (આત્મા). ૨. અમરાવતી (=ઈન્દ્રની રાજ્યધાની), અપ્સરાઓ તથા સુમન (દેવતાઓ)ના જયશાળી વિમાનથી સંકુલભરેલી. ગંધિલાવતી, અપ્સરાઓના સુમન-મનને જીતનારા (છતાં) વિ-માન (નિરહંકારી)મુનિઓથી ભરપૂર. ૩. આનંદ અને કામદેવ નામના, મહાવીર પ્રભુના, બે ઉત્તમઅગ્રણી શ્રાવકો હતા. ૨૧૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250