Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અહો ! પ્રાણીઓએ પોતે કરેલાં પાપકર્મો, કોપાવિષ્ટ ક્ષત્રિયની જેમ, એમનો ચિરકાળે પણ પરાભવ કરે જ છે. એટલા માટે હે ભવ્યા પ્રાણીઓ ! તમને ભવનો ભય હોય તો પારકું અત્યદ્રવ્ય પણ રાખી લેવું નહીં. વળી લોકોનું દ્રવ્ય રાખી લેવામાં આવી દશા અનુભવવી પડે છે તો દેવસંબંધી દ્રવ્ય રાખી લેવાના પાપનાં ફળ કેવાં ચાખવાં પડતાં હશે !
“જે પ્રજ્ઞાહીન શ્રાવક પોતે દેવદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા નિશ્ચિતપણે એની ઉપેક્ષા કરે એ પાપનો ભોક્તા થાય છે. જે દેવદ્રવ્ય ભાંગે અથવા પોતે અંગીકાર કરેલું આપે નહીં અથવા એનો નાશ થતો હોય છતાં ઉપેક્ષા કરે એને અનેક ભવમાં ભમવું પડે છે. વળી જે માણસ જિનભગવાનના દ્રવ્યના સંબંધમાં દ્રોહ કરે એ ધર્મપંથી અજ્ઞાન હોઈ નરકનું આયુ બાંધે છે. ચૈત્યનું દ્રવ્ય વિનાશ પામતું હોય એની, જે મુનિ, શક્તિ છતાં, ઉપેક્ષા કરે એને પણ બહુ ભવભ્રમણ કરવું પડે. ચૈત્યનું દ્રવ્ય રાખી લઈને જે માને નહીં અને પોતા પાસે ધન હોય છતાં આપી દે નહીં એને મિથ્યાદષ્ટિ સમજવો.
જેને દેવદ્રવ્યસંબંધી દેવું હોય એની પાસે એ દ્રવ્યનો વહીવટ કરનારાઓએ લોભને વશ થઈ કંઈ પણ બદલો આપ્યા વિના પોતાના ઘરનું કામકાજ કરાવવું-એ ખરશ્લેષ્ણિકારૂપ પુણ્ય પ્રાણીઓને સાક્ષાત્ સંસારની વૃદ્ધિને અર્થે થાય છે; તો પછી એ દ્રવ્યનો ઉપભોગ લે એની તો વાત જ શી ? વળી દેવદ્રવ્ય કદિપણ ઉધારે આપવું નહીં. ભલે ઓછામાં ઓછું વ્યાજ મળે-પણ કંઈ વસ્તુ લઈને તે ઉપર ધીરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ કરનાર અને શાસનની ઉન્નતિ કરનારએવું જે દેવદ્રવ્ય-તેનું ભક્ષણ કરનારા અનંત સંસારી થાય છે. કહ્યું છે કે સંયમીની પાસે સેવા કરાવવી, દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ધર્મની હીલના કરવી અને મુનિનો ઘાત કરવો-આટલાં વાનાં સમકિતનો નાશ કરનારાં છે. વળી એમ પણ કહ્યું છે કે દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવકની
૧. ખરની મૂર્ખતારૂપ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૧૭