Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નિષ્ફળતા છે પણ મારામાં તો પૂરી કટ્રફળતા ઠરી ! આહા ! દેવદ્રવ્ય ભક્ષણ કર્યાનું કેવું અનિષ્ટ પરિણામ આવ્યું ! ખરેખર વિષભક્ષણ જેવા ભયંકર દેવદ્રવ્યભક્ષણ કરનારનું કલ્યાણ ક્યાંથી થાય ? સત્યમેવ હું તો સર્વભવને વિષે ઉત્કૃષ્ટ-એવો મનુષ્યભવ સમસ્ત હારી ગયો.” આમ પોતાની જાતની નિંદા કરતાં પુનઃ એણે કેવળી ભગવાનને પૂછ્યું-“હે મહાત્મા ! હું આ પાપથી છૂટું એવો માર્ગ હોય તો કૃપા કરીને કહો.” મહાત્માએ કહ્યું-“સ્વસંપત્તિ અનુસાર દેવદ્રવ્ય આપતા રહેવું એથી સર્વ સારાં વાનાં થશે એ પરથી એણે અભિગ્રહ લીધો કે-મારી કમાણીમાંથી અન્નવસ્ત્રનો વ્યય જતાં શેષ રહેશે, એ હું દેવને અર્થે વાપરીશ. એણે આવો નિયમ કર્યો ત્યારથી દિવસે દિવસે એના પાપ ક્ષીણ થવા લાગ્યાં.
પછી તો વ્યાપારમાં એને એના લાભોદય કર્મને લીધે દ્રવ્ય મળવા લાગ્યું; જામીનને લીધે, દેવાદાર પાસેથી લેણદારને મળે છે એમ. એટલે એ પરમ આનંદ પામ્યો અને વિચારવા લાગ્યો-હું ! આ જે દ્રવ્યને જોઉં છું એ સર્વ અભિગ્રહનો જ પ્રતાપ છે. આટલા દિવસ મને, નરકના જીવની જેમ, એક રંક જેટલું પણ મળતું નહીં. પણ હવે લાભ થવા માંડ્યો તે નિશ્ચયે ધર્મનું જ પરાક્રમ છે. માટે મારે હવે વિશેષ ધર્મકાર્ય કરવાં જોઈએ. એનો ઉત્સાહ સવિશેષ વૃદ્ધિ પામવા લાગ્યો એથી એણે તો નિત્ય જિનબિંબની પૂજા-અર્ચના કરવા માંડી. ઉત્કૃષ્ટ ભાવસહિત ચૈત્યભક્તિ કરવાથી જ, અમને લાગે છે કે, એને દ્રવ્યલાભ વધવા માંડ્યો. વળી એણે મદાષ્ટક નો ત્યાગ કરીને, કર્માષ્ટકનો નાશ કરવા માટે ચૈત્રમાસમાં તથા આશ્વિન માસમાં આઠ અષ્ટહિકા મહોત્સવ કર્યા. વૃત દહીંને, અને દહીં ધૃતને ધારણ કરે છે એમ અભિગ્રહને ધારણ કરતા એ સંકાશે વળી જીર્ણ ચૈત્ય આદિનો ઉદ્ધાર કરીને પોતાનો પણ ભવ થકી ઉદ્ધાર કર્યો. એનું
૧. પ્રતિજ્ઞા-નિયમ. ૨. આઠ મદઃ કુળમદ. જાતિમદ, રૂપમંદ, જ્ઞાનમદ, દ્રવ્યમદ, તપમદ અને લાભમદ. ૩. આઠ કર્મ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર.
૨૨૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)