Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 230
________________ એકનું જ ઉદર (પૂરવાનું) છે, તે પણ અન્ન વિના ખાલી હોઈ ઊંડું પેસી ગયું છે ! અઢી દિવસે એક શ્વાનને પણ ઉદરપૂરણ જેટલું મળે છે, પણ મારા જેવો નિર્ભાગી એમાંથી પણ ગયો ! આમ વિચારતાં એને સુધાનું દુ:ખ એટલું બધું લાગ્યું કે એ આત્મઘાત કરવા તૈયાર થયો !” એવામાં નગરીને વિષે ભવ્યપ્રાણીઓના ભાવરોગના ચિકિત્સક એક કેવળજ્ઞાની મુનિ પધાર્યા. એનાં દર્શનાર્થે લોકોના વૃંદ ને વૃંદ જતા હતા. એવો એ નિર્ધન શ્રેષ્ઠીપુત્ર પણ લોકોની સાથે મુનિનાં દર્શન કરવા ગયો. એને આવા તીર્થરૂપ મુનિનાં દર્શનની ઈચ્છા થઈ એ એનાં ભાવિકલ્યાણની નિશ્ચિતતા જ હતી. | સર્વેજનો જ્ઞાની મહાત્માને ભક્તિસહિત વંદના કરીને યથા સ્થાને બેઠા એટલે એમણે પ્રતિબોધ આપવા માટે વ્યાખ્યાન શરૂ કર્યું. “લોભાદિક મહાપાપને લીધે જીવ જન્મ-મરણ-દારિદ્રય-રોગ-શોક આદિ ઉપદ્રવોથી પીડાય છે. તથાપિ એવાં પાપકાર્યો પ્રાણીઓ કર્યા જ કરે છે. જે જે દુ:ખ છે એનું કારણ સંતોષ છે–એ નિશ્ચયની વાત છે. માટે ડાહ્યા માણસોએ લોભનો ત્યાગ કરીને સંતોષ ધારણ કરવો. જુઓ ! હંસ પણ ખાબોચીયાં પડતાં મૂકીને માનસ સરોવરને વિષે ક્રીડા કરવા જાય છે.” આ વખતે અવસર જાણીને શ્રેષ્ઠીપુત્ર વિજ્ઞપ્તિ કરી-હે ભગવાન! મેં પૂર્વ ભવમાં એવું શું દુષ્કૃત્ય કર્યું હશે કે આ જન્મમાં મેં સુખનો લેશ પણ દીઠો નહીં; જન્માંધ પ્રાણી રૂપ દેખી શકે નહીં એમ ? એ સાંભળી સર્વ વસ્તુસ્વરૂપ સાક્ષાત વિલોકીને કેવળી ભગવાને સંકાશના ભવથી આરંભીને એના સર્વ ભવ એને કહી સંભળાવ્યા. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી એ કહેવા લાગ્યો-“ધિક્કાર છે મને કે મેં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું ! હું નિશ્ચયે ધૃષ્ટ ઠર્યો ! દુષ્ટ કર્યો પાપિs ઠર્યો ! દુરાત્મા ઠર્યો! સાધુ અને શ્રાવક આદિની સમસ્ત સુંદર સામગ્રી મારી પાસે હતી, અને સિદ્ધાન્તનું તાત્પર્ય પણ હું જાણતો હતો છતાં મેં મારા આત્માને કેટલી નીચી પાયરી. પર આણી મૂક્યો ! મારા કરતાં તો કાશ સારો; કેમકે, એનામાં ફક્ત ૧. આત્માના રોગ. ૨. વૈદ્ય. ૩. એક જાતિની વનસ્પતિ-એન ફક્ત પુષ્પ આવે છે, ફળ નથી આવતાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૨૧

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250