Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હસ્તિની સ્થિતિ જોઈ સેવકોએ જઈ રાજાને સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. રાજાએ પણ અભયની સામું જોયું. એટલે બુદ્ધિસાગર પુત્રે કહ્યું- હે તાત ! જાણે ચિંતારત્ન જ હોય નહીં એવું જલકાંત મણિ આવે છે એ જો ક્યાંકથી હમણા મળી શકે તો આ પટ્ટહતિ છુટી શકે, અન્યથા નહીં છૂટે. કારણકે એમાં કોઈ પ્રકારનું પૌરૂષ સામાÁ કામ કરે એવું નથી. આપણા કોષાગારમાં રત્નો પુષ્કળ છે પરંતુ એમાં જળકાન્ત મણિ નથી; તેથી પુસ્તકમાં રહેલી વિદ્યાની જેમ એ નિરૂપયોગી છે. આવું અભયકુમારનું કહેવું સાંભળી રાજાએ વિચાર કર્યો કે “સેચનક જેવા ઉત્કૃષ્ટ અનન્ય હતિરરત્નને અર્થે કન્યારૂપી દ્રવ્ય આપીને પણ, ગમે ત્યાંથી જળકાંત મણિ મેળવવો જોઈએ.” એટલે એણે નગરને વિષે પટહ વજડાવી ઉદ્ઘોષણા કરાવી કે જે કોઈ પ્રજાજન જળકાંત મણિ લાવીને સેચનક હસ્તિને તંતુકના ગ્રાહમાંથી છોડાવશે એને રાજા પોતાની પુત્રી અને ઉપરાંત એકસો ગામ બક્ષિસ આપશે.
આ ઉદ્ઘોષણા પેલા કંદોઈએ સાંભળી. એટલે એણે વિચાર્યું કેરાજાનો જમાઈ થવાને આ મારે માટે બહુ સારો પ્રસંગે ઉપસ્થિત થયો છે. એ સંબંધ થવા ઉપરાંત વળી સો ગામ પણ મળશે એટલે મારું જીવિતા પર્યન્તનું દારિદ્રય ટળશે. એમ વિચારી તુરત જ મણિ લઈ નદી પર ગયો, અને હસ્તિ રહ્યો હતો ત્યાં એ મણિ ફેંક્યો એટલે ઘંટીમાં દળતા અનાજના કણની જેમ જળના બે ભાગ પડી ગયા. જળને સ્થાને સ્થળ થયું જોઈ તંતુક પણ તક્ષણ હસ્તિને છોડી દઈ જળને વિષે જતું રહ્યું. કહ્યું કેસસલાનું બળ કેટલુંક ? આ વૃત્તાંત રાજાને જણાવવામાં આવ્યો ત્યારે રાજાએ હસ્તિને છોડાવનારનું નામ ઠામ પૂછતાં એનો છોડાવનાર એક કંદોઈ છે એમ એને માલમ પડ્યું એટલે એને પુણ્ય અને પાપની જેમ એક રીતે આશ્ચર્ય અને એક રીતે દુ:ખ થયું. વળી “કંદોઈ જેવાની પાસે આવું ઉત્કૃષ્ટ રન ક્યાંથી ?” એવા પોતાના જ પ્રશ્નનું એણે સ્વયમેવ સમાધાન કર્યું–એવી રીતે કે- “એમાં શું ? શાસ્ત્રને વિષે કહ્યું છે કે
૧. કોષાગાર = ખજાનો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૭૯